લગભગ દરેક બાળકોને પ્રિય વસ્તુ હોય છે અને તેમાં પણ જો ટમેટો સોસની વાત કરવામાં આવે તો લોકો પોતાના કોઈપણ પ્રકારના નાસ્તામાં આ ટમેટો સોસનો ઉપયોગ કરતા હોય છે.

મોટાભાગના લોકો બજારમાં મળતાં ટમેટો સોસનો ઉપયોગ કરતાં હોય છે.

પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કઈ રીતે તમે પણ બનાવી શકો છો ઘરે જ આ બજારમાં મળતાં સોસ જેવો જ સોસ.

Tomato Ketchup Recipe બનાવવા માટેની સામગ્રી:

 • બે કિલો ટમેટા
 •  સો ગ્રામ ઝીણી સમારેલ ડુંગળી
 •  200 ગ્રામ ખાંડ
 •  સો ગ્રામ આદુ
 •  સ્વાદ અનુસાર મીઠું
 •  10 ગ્રામ સુકુ લસણ
 •  બે ચમચી વિનેગર
 •  અડધી ચમચી ખાવાનો સોડા
 •  તજ
 •  લવિંગ
 •  એલચી
 •  લાલ મરચું પાવડર
 •  મરી અને
 •  જીરું
Tomato Ketchup Recipe

Tomato Ketchup Recipe બનાવવાની રીત:-

 • સૌ પ્રથમ બધા ટમેટાને બરાબર ધોઈ લો. અને ત્યાર બાદ તેના ચાર કટકા કરી તપેલી ની અંદર તેને બાફવા માટે મૂકી દો.
 • જ્યારે ટમેટા બરાબર બફાઈ જાય ત્યાર બાદ તેને બહાર કાઢી લોઅને તેને બરાબર ઠંડા થવા દો.
 • અને જ્યારે તે ઠંડા થઈ જાય ત્યાર બાદ તેને બરાબર ચોળી અને છૂંદો કરી લો.
 • હવે એક સુતરાઉ કપડા ની અંદર ડુંગળી, લસણ, આદુ તથા અન્ય મસાલા નાખી અને તેની પોટલી બનાવો.
 • ત્યારબાદ તજ, લવિંગ, એલચી, મરી, જીરૂ, ખાંડ અને અન્ય મસાલા બરાબર મસળી અને તેનો એકદમ ગરમ મસાલો બનાવી લો. અને તેને પણ એક કપડા ની અંદર બાંધી લઈ અને આ પોટલીને ટમેટાના રસમાં ડૂબાડવા માટે રાખી દો.
 • ત્યારબાદ તેની અંદર આ બધા મસાલા રાખી અને તેને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકો અને જ્યારે રસ ત્રીજા ભાગનો રહે ત્યાં સુધી તેને બરાબર ગરમ થવા દો.
 • જ્યારે આરસ બરાબર ઘટ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ઉપરથી સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યાર બાદ તેમાં વિનેગર અને ખાવાનો સોડા ઉમેરી બરાબર હલાવી લો.
 • હવે તેમાંથી આપણે ડુબાડેલી આ પોટલીઓ બહાર કાઢી લો.
 • અને ત્યારબાદ આ રસને બરાબર હલાવીને એર ટાઈટ બોટલ ની અંદર ભરી લો.
 • બસ આ રીતે તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ટોમેટો સોસ.


અમૂલ જેવું બટર આજે જ ઘરે જ બનાવો


નવરાત્રિમાં તમારી નજીક નહીં ફરકે નબળાઈ,ઉપવાસ દરમિયાન ખાવો કાજૂ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here