ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે.

ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે.

બિટ રૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે.

નાના બાળકો ને પણ રોજ આપી શકાય એવો આ હેલ્થી અને ટેસ્ટી સૂપ એકવાર જરૂર થી બનાવજો.

Tomato Carrot Beetroot soup બનાવવા માટેની સામગ્રી:

  • 7-8 નંગ ટામેટા
  • 2 નાના ગાજર
  • 1 બીટ
  • 5- 6 પત્તા પાલક
  • 1/4 કપ ફુદીનો
  • 1 મોટી ડુંગળી
  • 5-6 કળી લસણ
  • 1 નાનો આદુ નો કટકો
  • 1 લીલું મરચું
  • 5-6 પત્તા મીઠો લીમડો
Tomato Carrot Beetroot soup

Tomato Carrot Beetroot soup
બનાવવાની રીત:-

  • આ બધી સામગ્રી ને પ્રેશર કુકર માં 2 ગ્લાસ પાણી નાખી ને મઘ્યમ આંચ પર 3 સીટી વાગે ત્યાં સુધી પકાવો.
Tomato Carrot Beetroot soup
  • ત્યારબાદ હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરો.
Tomato Carrot Beetroot soup
  • આ મિશ્રણ ને એક સ્ટીલ ની ચારણી થી ગાળી લો. હવે ફરીથી એકવાર સૂપ ની ગરણી થી ગાળી લો.
Tomato Carrot Beetroot soup
  • જો તમે પહેલા જ સૂપ ની ગરણી થી ગાળી લેશો તો બહુ જ વેસ્ટ નીકળી જશે અને ફાઇબર પણ જતા રહશે.
  • એટલે પહેલાં મોટા કાણા થી અને પછી સૂપ ની ગરણી થઈ ગાળો. અડધાં ચમચા જેટલું જ છેલ્લે કચરો નીકળશે.
Tomato Carrot and Beetroot soup
  • જરૂર લાગે તો સૂપ માં થોડું પાણી ઉમેરો.

Tomato Carrot and Beetroot soupમાં નાખવાની સામગ્રી:-

  • 1 ચમચી કોર્નફલોર માં 2 ચમચા પાણી ઉમેરી મિક્સ કરો.
  • 1/2 ચમચી મરી નો ભૂકો
  • 2 ચમચા ગોળ
  • 1 ચમચી તાજી મલાઈ
  • મીઠું સ્વાદાનુસાર
  • હવે આ ગાળેલા સૂપ ને એક તપેલા માં ગરમ કરવા મુકો.
  • તેમાં 1 ચમચી કોર્નફ્લોર નું મિશ્રણ ઉમેરો , મીઠું અને 1/2 ચમચી મરી નો ભૂકો ઉમેરો. ત્યારબાદ ઉકાળો અને 2 ચમચા ગોળ ઉમેરી 2 મિનિટ ઉકાળો. 
Tomato Carrot and Beetroot soup
  • ગેસ બંધ કરી ને 1 ચમચી મલાઈ ઉમેરો અને બરાબર મિક્ષ કરો.
  • ગરમાગરમ સૂપ ને બાઉલ માં નિકાળી ને ચીઝ થી ગાર્નિશ કરી ને સર્વ કરો. 

Tomato Carrot and Beetroot soup 
બનાવવા માટેની નોંધ:-

  • તમે આ સૂપ માં દૂધી પણ ઉમેરી શકો છો.
  • ગોળ પણ તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછો ઉમેર શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here