મહાશીવરાત્રીનો તહેવાર હવે થોડા જ દિવસોમાં આવવવાનો છે. 2019માં શિવરાત્રીનો તહેવાર 4  માર્ચના રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

આ સિવાય શિવરાત્રી સોમવારના દિવસે જ છે માટે તેનું મહત્વ અનેક ગણું વધી ગયું છે. એવામાં ભક્તો દ્વારા શિવ મંદિરમાં પૂજા-અર્ચના કરવામાં આવે છે.

Shivratri special Bhang Recipe in Gujarati

આ સીવાય શિવરાત્રીના દિવસે ભાંગનું પણ ખુબ મહત્વ છે, કહેવામાં આવે છે કે ભગવાન શિવનો પ્રિય ભોગ ભાંગ જ છે. માટે જ આ દિવસે તેને પ્રસાદના સ્વરૂપે લેવામાં આવે છે.

એવામાં આજે અમે તમને ઘરે જ ભાંગ(ઠંડાઈ) બનાવાની રેસિપી વિશે જણાવીશું. જેને તમે ઘરે જ આસાનીથી બનાવી શકશો.

ભાંગ બનાવવા માટેની સામગ્રી:

 • એક ગ્લાસ દૂધ
 • ભાંગ(ભાંગ નો છોડ)ના 7 થી 8 પાન
 • 8-10 બદામ
 • એક મોટી ચમચી ખરબૂજ(ટેટી, એક જાતનું ફળ) ના સુકેલા બીજ
 • 1/2 ચમચી ખસખસના બીજ
 • 1/2 ચમચી મોટી વરિયાળી
 • અડધી નાની ચમચી એલચી પાઉડર
 • એક નાની ચમચી તીખાના દાણા(બ્લેક પેપર)
 • અળધો કપ સૂકેલી કે પછી તાજી ગુલાબના ફૂલની પાંખડીઓ
 • બે કપ ખાંડ

ભાંગ બનાવવાની રીત:-

Shivratri special Bhang Recipe in Gujarati
 • એક ગ્લાસ પાણીમાં ખાંડ નાખીને તેને ઓગળવા માટે રાખી દો.
 • તેના પછી એક બીજા વાસણમાં એક ગ્લાસ પાણી, બદામ, ભાંગના પાન, ટેટીના બીજ, તીખાના દાણા, વરિયાળી, ખસખસ અને ગુલાબની પાંખડીઓ નાખીને 2 કલાક સુધી રહેવા દો. જો ભાંગ ના માળે તો તમે બજારમાંથી ભાંગની ગોળીઓ પણ લઇ શકો છો.
 • આ ગ્લાસની દરેક સામગ્રીઓ પાણીની સાથે જ મિસ્કરમાં પીસીને પેસ્ટ તૈયાર કરી લો.
 • -હવે તેને સુતરાઉ કાપડ કે ગરણીની મદદ વડે ગાળી લો.
 • હવે આ ગાળેલા મિશ્રણમાં ખાંડ વાળું પાણી, દૂધ અને એલચી પાઉડર નાખીને સારી રીતે મિક્સ કરી લો.
 • તમારી ભાંગ વાળી ઠંડાઈ તૈયાર છે.

2019 મહાશિવરાત્રી સ્પેશિયલ શક્કરિયાનો શીરો બનાવો તમારા ઘરે

આ ભાંગને ભગવાન શિવજીને ચઢાવ્યા પછી ખુદ પણ પ્રસાદના સ્વરૂપે પીઓ અને અન્ય લોકોને પણ તેનો પ્રસાદ આપો.

જણાવી દઈએ કે બને ત્યાં સુધી આ ભાંગ બાળકોને પીવડાવવી ન જોઈએ, માટે બાળકોને તેનાથી દૂર જ રાખો.

જણાવી દઈએ કે ભાંગ શિવરાત્રીના સિવાય હોળીના તહેવારમાં પણ પ્રસાદના સ્વરૂપે પીવામાં આવે છે. પણ જણાવી દઈએ કે સ્વાસ્થ્ય માટે પણ ભાંગને ખુબ જ ફાયદેમંદ માનવામાં આવે છે.

જાણો ભાંગ પીવાના ફાયદા:-

કબજિયાતને કરે છે દૂર:

Benefits Almonds

ભાંગમાં પોપી એસિડ હોય છે, જે ગૈસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલની બળતરામાં રાહત આપે છે. તેનાથી કબજિયાતની સમસ્યા પણ દૂર થઇ જાય છે ભાંગમાં પ્રોટીન, ફાઈબર અને કેલ્શિયમ અને મિનરલ્સ પણ હોય છે.

પાચન ક્રિયામાં ફાયદેમંદ:

ભાંગમાં વરિયાળીની માત્રા ખુબ વધારે હોય છે જે શરીરને ઠંડુ રાખે છે. તેની સાથે જ વરિયાળી ગૈસ્ટ્રિક સમસ્યાઓને પણ દૂર કરે છે. જેમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેનાથી પાચન-ક્રિયા યોગ્ય બને છે.

તરત એનર્જી:

Benefits Almonds

ભાંગમાં ટેટી કે તરબૂચ ના બીજ ને પણ મિક્સ કરવામાં આવે છે જે શરીરને તરત જ એનર્જી આપવાનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here