Chana Dal: તળેલી ચણાની દાળમાં ડુંગળી, ટામેટાં અને કોથમીર ઝીણાં સમારીને ભભરાવ્યાં અને લીંબુ નીચોવેલું હોય તો ખાવાની મજા જ અલગ છે. હા જોકે મોટાભાગના લોકો ચણાની દાળ બજારમાંથી તૈયાર લાવતા હોય છે. આજે અમે આવી જ ક્રિસ્પી અને ટેસ્ટી દાળ ઘરે બનાવવાની રેસિપિ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

Chana Dal બનાવવા માટેની સામગ્રી:-

  • 1 કિલો ચણાની દાળ(મોટા દાણાવાળી) 
  • દોઢ ચમચી મીઠું
  • અડધી ચમચી સંચળ 
  • દોઢ ચમચી લાલ મરચું 
  • દોઢ ચમચી ગરમ મસાલો 
  • તળવા માટે તેલ

Chana Dal બનાવવા માટે જોઈશે :-

Chana Dal બનાવવાની રીત:- 

  • દાળને 3-4 કલાક માટે પલાળી દો. સારી રીતે ધોઈને પાણી નિતારી લો. 2 લીટર ઉકળતા પાણીમાં દાળ નાખીને તરત જ કાઢી લો.
  • ચોખ્ખા કપડાં પર ફેલાવીને થોડીક સુકાવી લો. કડક ઉકળતા તેલમાં થોડી-થોડી કરીને તળતા જાવ. તળેલી દાળને કાગળ લગાવેલ ટોપલીમાં નાખતા જાવ, તેથી વધારાનું તેલ સૂકાઇ જાય.
  • તેલ નીતરી જાય કે બધા મસાલા સારી રીતે ભેળવી લો. ત્યારબાદ એક એરટાઇટ ડબ્બામાં ભરી લો. આ દાળ એક મહિના સુધી નહીં બગડે.
  • જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ડુંગળી, ટામેટાં અને કોથમીર ઝીણી સમારી ઉપર ભભરાવો અને લીંબુ નીચોવી મજા લો.


સાંજના નાસ્તા માટે બનાવો ટેસ્ટી: બટાકાવડા(Batata Vada)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here