સોશિયલ મીડિયાના જમાનામાં બધાને સુંદર દેખાવું છે અને લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે જો આવા આધુનિક યુગમાં આપણે પોતાના શરીરને પૂરતું ધ્યાન ન આપીએ તો ઘણી તકલીફો થતી હોય છે. હોઠ કાળા પડી ગયા હોય, આંખ લાલ રહેતી હોય અથવા ચેહરાની કોઈ પણ સમસ્યા હોય તો આપણે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરવા મૂંઝાતા હોઈએ છીએ.
એમની મુખ્ય સમસ્યા જો ગણવામાં આવે તો એ વાળની સમસ્યા છે. વાળ ખરવાની સમસ્યા શરૂઆતમાં લોકોને નોર્મલ લાગે છે પણ સમય જતા જ્યારે વાળ ઓછા થાય જાય ત્યારે પછતાવો પણ થતો હોય કે પેહેલા કોઈ સારવાર કે સંભાળ લીધી હોત તો સારું હતું કારણ કે વાળ વગર યુવાનો પણ વૃદ્ધ લાગે છે અને જેટલી ગંભીર સમસ્યા પુરુષ માટે છે તેના કરતાં પણ વધારે સ્ત્રીઓ માટે છે.
મહિલાઓ માટે વાળ ઘરેણાં સ્વરૂપ છે અને આ સમસ્યા મહિલાઓમાં જ વધારે જોવા મળતી હોય છે એટલે આપણે આજે વાળ ખરતા કેમ અટકાવવા એના વિશે વાત કરીશું, વાળ ખરતાં અટકાવવા માટેના ઉપાયો પહેલા વાળ શા કારણોથી ખરે છે એ જાણવું અગત્યનું છે ત્યારબાદ જ વાળ ખરતાં નિયંત્રણમાં લાવી શકાય છે.
વાળ ખરવાના ઘણા કારણો હોય શકે છે. પોષણની કમીથી લયને તણાવ એટલે કે ટેન્શન અથવા પ્રદૂષણ.
વાળ ખરતાં અટકાવવા માટેના ઘરેલું ઉપચાર:
જ્યારે આપણે બજારમાંથી કે મેડિકલ સ્ટરમાંથી વાળ ખરવા માટેની દવા લઈએ તો તેમાં પણ કોઈ ગેરંટી નથી હોતી અને તેનો ઉપયોગ કરવાથી નુકસાન પણ થાય શક્તિ હોય છે. જ્યારે ઘરેલુ ઉપાયોમાં રાહત પણ મળતી હોય છે અને કોઈ નુકસાન પણ નથી થતું હોતું. તો ચાલો આપણે વાળ ખરતા અટકાવવાના ઘરેલુ ઉપાયો વિશે વાત કરીએ.
એલોવેરા જેલ:
એલોવેરાના ઘણા ફાયદાઓ છે જેમાં ત્વચા અને વાળ માટે ખુબજ ગુણકારી છે. એલોવેરા નબળા વાળ ને મજબૂત બનાવે છે અને વાળના વિકાસમાં મદદ કરે છે.
એલોવેરા નો ઉપયોગ આ રીતે કરી શકાય છે, સૌથી પહેલા એલોવેરાના તાજા પાન લઇ તેને વચ્ચેથી કાપી ને જેલ કાઢી લો અને તેને માથાની ચામડી પર બરોબર લગાવી દો. થોડા જ દિવસોમાં રિઝલ્ટ દેખાવા લાગશે.
નાળિયેર તેલ:
નાળિયેરનું તેલ વિવિધ વિટામિનો થી ભરપુર છે. વાળની વાત આવે એને નાળિયેરનું વાત ન આવે એવું શક્ય જ નથી. વાળ ખરતાં અટકાવવા નાળિયેર તેલ ને એક એક બાઉલમાં થોડું નાખો અને માથામાં લગાવો.
આ નાળિયેર તેલને ૨ કલાક સુધી માથામાં રેહવા દો ત્યારબાદ શેમ્પૂ અને પાણીથી ધોઈ નાખો.
મીઠો લીમડો:
લીમડાના ઉપયોગથી વાળનો ગ્રોથ વધે છે. વાળ મજબૂત બને છે અને જે લોકોના વાળ ખૂબ જ પાતળા હોય કે વાળ ખૂબ જ ખરતા હોય તો આવા લોકોએ પોતાના વાળમાં લીમડાનો ઉપયોગ કરવો જોઈએ.
15 જેટલા મીઠા લીમડાના પાન લો અને થોડું નાળિયેર તેલ લો અને આ બંનેને ગરમ કરી ઉકાળો, આ મિશ્રણને હવે ઠંડુ થવા દો, ઠંડુ થયા બાદ આ મિશ્રણને વાળના મૂળમાં મસાજ કરો.
ડુંગળીનો રસ:
પણ વાળની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તેથી જ ડુંગળીનો રસનો ઉપયોગ ઘણા હેર કેર પ્રોડક્ટમાં થાય છે ડુંગળીનો રસ લગાવવાથી વાળને લંબાઇ વધે છે અને વાળમાં મજબૂતાઈ આવે છે. વાળને ખરતા અટકાવવા માટે તાજા ડુંગળીના રસને લગાવો અને તેને 40 45 મિનિટ માટે વાળ પર રહેવા દો અને પછી તેને શેમ્પુ અને પાણીથી ધોઈ નાખો.
જો તમને આ માહિતી ઉપયોગી અને મહત્વપૂર્ણ લાગી હોય તો તમારા મિત્રો અને તમારા પરિવારજનો સાથે જરૂર થી શેર કરજો જેથી કરીને જો કોઈ વ્યક્તિ આવી સમસ્યાઓથી પીડાતું હોય તો તેને મદદ મળી શકે.