લાખો રોગોનો એક જ ઈલાજ છે આ વસ્તુ, નાગરવેલના પાન ખાવાથી થતાં ફાયદાઓ

 નાગરવેલ :

૪૬૦૦ વર્ષો પહેલાં હરપ્પાના લોકો પાન ખાતા હતા. દુનિયામાં રોજના ૬૦ કરોડ લોકો પાન ખાય છે. એશિયા અને દક્ષિણ એશિયાના અનેક લોકો પાન ખાય છે.

પાન કેન્સર વિરોધી છે. આ પાનનું પુરૃં નામ નાગરવેલનું પાન છે. તેને અંગ્રેજીમાં ‘બીટલ લીફ’ કહે છે. આમ તો પાન માત્ર આપણો મુખવાસ છે તેવું નથી. તે ઘણી બધી રીતે સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલ છે.તેમ છતાં તેની કદરૃપી બાજુને આપણે નજર અંદાજ ન કરી શકીએ.

પાન બીડું

નાગરવેલના પાનમાં ચૂનો, કાથો, સોપારી, કેસર, એલચી, કસ્તૂરી, જાયફળ, લવિંગ, ચણકબાબ, કપૂરનો ઉપયોગ કરવામાં આવતો. આ બધા સુગંધી પદાર્થોને કારણે પાન કફ વાયુને મટાડનાર, દીપન, પાચક, જંતુઘ્ન અને મોંને સુવાસિત કરનાર બની રહેતું હોય છે. 

પણ તંબાકુ સહિત નાગર વેલ પાનમાં નંખાતા અનેક રસાયણો કેન્સરકારક છે જે પાન બિડામાં વાપરવા ન જોઈએ


વૈજ્ઞાનિક સંશોધન

પાન દ્વારા દવાને પ્હોંચાડવાનું સરળ પડે છે. લાળમાં એવા પ્રોટીન હોય છે જે મુખમાં બેક્ટેરિયાની વૃદ્ધિનો સામનો કરે છે. તેના કારણે દાંત પર જે છારી બાજવી ક્રિયાને ઘટાડે છે. રસાયણો હોય છે જે તે હૃદયના ધબકારાનું નિયમન કરે છે અને રક્ત વાહિનીઓને વિરામ આપે છે. પાનમાં જે પોલીફીનોલ રસાયણો હોય છે તે માત્ર સુક્ષ્‍મજીવો સામે લડત આપીને રોગો સામે રક્ષણ આપવાનું કામ કરવા ઉપરાંત પીડાશામક અને શોથ વિરોધી ઘટક તરીકે પણ કામ આપે છે. ભારતના લોકોને તો પાનનો અલ્સર (ચાંદુ) વિરોધી ગુણ અને ઘાની રૃઝ લાવવાનો ગુણ આયુર્વેદના દિવસોથી માલૂમ છે કેટલાક પ્રાણીઓ પર પ્રયોગો કરીને પાનના અર્કનો આ ગુણ સાબિત કરી શકાયો છે. પાન ખાવાથી કેન્સર થવાનું જોખમ છે તેમાં તથ્ય નથી તેવું મુંબઇના કેન્સર ઇન્સ્ટિટયૂટના ડૉ.ભીડેના સંશોધનથી સાબિત થયેલ છે.

પાન પાંદડા વિટામિન સી, થિયામીન, નિઆસિન, રિબોફ્લેવિન અને કેરોટીન જેવા વિટામિન્સથી ભરેલૂ છે અને તેને કેલ્શિયમનું મુખ્ય સ્રોત માનવામાં આવે છે.

શ્વાસ – મુખ

નાગર વેલનું પાનથી તમારો શ્વાસ સ્વચ્છ અને મુખ ચોખ્ખું થાય છે. તેનું કારણ પાનમાં રહેલ મંદ ચેપવિરોધી ઘટક છે. વળી પાનમાંના રસાયણો લોહીમાં સીધે સીધા મુખ શ્લેષ્મિકા મારફતે ભળે છે.

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢાની દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.

મોઢાના કેન્સરથી બચાવ


પાનના પત્તાને ચાવવાથી મોઢાના કેંસરથી બચી શકાય છે. પાનના પાંદડામાં રહેલા એબ્સકોર્બીક એસીડ અને બીજા ઓક્સીડેંટ મોઢામાં જળવાઈ રહેવાથી નુકશાનકારક કેન્સર ફેલાવવા વાળા તત્વોનો નાશ કરે છે.

માઉથ ફ્રેશનર

નાગરવેલના પાનનો આમતો માઉથ ફ્રેશનરની જેમ ઉપયોગ કરવામાં આવે છે. પાનના પત્તામાં એવા અનેક યૌગિક હોય છે જે શ્વાસની દુર્ગંધને ખતમ કરે છે. આ ઉપરાંત પાનમાં લવિંગ, વરિયાળી ઈલાયચી જેવા વિવિધ મસાલા મળવાથી આ એક સારુ માઉથ ફ્રેશનર પણ બની જાય છે.

મોઢામાં ચાંદા

પાનમાં કાથો લગાવી દિવસમા બે થી ત્રણ વાર ખાવાથી ચાંદામા રાહત થાય છે.

મોઢામાં છાલાં

મોઢામાં છાલા થાય તો પાનને ચાવો અને ત્યાર પછી પાણીથી કોગળા કરી લો. આવું દિવસમાં 2 વખત કરો. રાહત મળશે તમે ધારો તો વધુ કાથો લગાવીને પાન ખાઈ શકો છો.

ગળાનો દુઃખાવો

ગળામાં દુખાવો થતો હોય તો પાન ખાવાથી અથવા તેનું પાણી પીવાથી ફાયદો થાય છે.

શ્વાસની નળી પર સોજો

શ્વાસની નળી પર સોજો આવી જતો હોય તો નાગરવેલના 7 પાનને 2 કપ પાણીમાં ખાંડ નાખીને ઉકાળો.જ્યારે પાણી અડધુ થઈ જાય તે બાદ 3-4 વખત આ પાણી પીવાથી ફાયદો થાય છે

પેઢામાં લોહી

2 કપ પાણીમાં 4 પાનના પાંદડા નાખીને ઉકાળી લો. તે પાણીથી કોગળા કરો. પેઢામાંથી લોહી આવવાનું બંધ થઇ જશે.

સેક્સ પાવર

પાનને સેક્સનુ સિંબોલ પણ માનવામાં આવે છે. સેક્સ સંબંધ પહેલા ખાવાથી આ ક્રિયાનુ વધુ સુખ લઈ શકાય છે. તેથી નવા જોડાને પાન ખવડાવવાની પરંપરા ખૂબ જુની છે. તેથી તેને ખાવા માટે આપવામાં આવે છે.


મસૂઢામાંથી આવતુ લોહી બંધ કરે

 મસૂઢોમાં ગાંઠ, સૂજન કે પછી લોહી નીકળી રહ્યો છે તો તે માટે પાનના પત્તાને પાણીમાં ઉકાળીને તેને મેશ કરી લો. તેમણે મસૂઢા પર લગાવવાથી લોહી વહેવુ બંધ થઈ જાય છે.

મસૂઢામાંથી લોહી આવે છે તો બે કપ પાણીમાં 8-9 પાન ઉકાળી લો. આ પાણીથી કોગળા કરો. આવુ થોડા દિવસો કરશો તો લોહી આવતુ બંધ થઈ જશે. આ ઉપરાંત મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર કરવાનો પણ આ સારો ઉપાય છે.

ગૈસ્ટ્રિક અલ્સર

પાનના પત્તાનો રસને ગૈસ્ટ્રોપ્રોટેક્ટિવ ગતિવિધિ માટે પણ ઓળખવામાં આવે છે. જેનાથી ગૈસ્ટ્રિક અલ્સરને રોકવામાં મદદ મળે છે.

કબજીયાત – મસાનો ઉપચાર

પાનના પત્તાથી કબજિયાત દૂર થાય છે. પાનની દંડીને દિવેલના તેલમાં ભેળવીને ખાવાથી કબજીયાતથી રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત પાનના પત્તા સાથે ફ્લૈક્સીડ, ત્રિફળા અને લીંબુનું સેવન કરવાથી પણ કબજીયાતની સારવાર કરી શકાય છે.

કબજીયાત વખતે પાનના પાંદડા ઉપર એરંડીનું તેલ લગાવીને ચાવવાથી કબજીયાતમાં રાહત મળે છે.

મસાને સંપૂર્ણ રીતે સુધારી શકાય છે.

વાળ તોડમાં મદદરૂપ

પાનનો ઉપયોગ આયુર્વેદમાં બાલ તોડ, ગુમડા ફોલ્લીની સારવાર માટે થાય છે. પાનને ગરમ કરીને તેમા દિવેલનુ તેલ લગાવીને ફોલ્લા પર લગાવવાથી આરામ મળે છે.

ડાયાબિટીસ

પાન પર અભ્યાસ બતાવે છે કે તેમા ડાયાબીટિસ વિરોધી ગુણ હોય છે અને આ તેની સારવારમાં મદદ કરે છે.

કફ

કફની સમસ્યા છે તો પાનના પત્તાનું પાણી પીવો. આસરે ૧૫ થિ ૧૬ પાનને પાણીમાં ઉકાળીલો. આસરે ૪ ગ્લાસ જેટલું પાણી લો. પાણીને એટલું ઉકાળો કે અડ્ધું રહે. આ પાણીનું સેવન કરવાથી કફથી છુટકારો મળે છે.

4 ગ્લાસ પાણીમાં 16 પાનના પત્તા નાખો. પાણીને ઓછામાં ઓછુ અડધો કલાક સુધી ઉકાળો. અને પછી થોડુ ઠંડુ થાય ત્યારે આ પાણીનું સેવન કરશો તો કફની સમસ્યાથી છૂટકારો મળી જશે.

ખાંસી દૂર કરે

પાનના પત્તામાં મઘ લગાવીને ખાવાથી ખાંસીમાં આરામ મળે છે. આ ઉપરાંત તેનાથી છાતીમાં કફ દૂર કરી શકાય છે.

પાનના 15 પાંદડા ને 3 ગ્લાસ પાણીમાં નાખો. ત્યાર પછી તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી ઉકળીને 1/3 ભાગનું રહી જાય. તેને દિવસમાં 3 વખત પીવો.

માથાનો દુ:ખાવો


પાનના પત્તાની એનાલ્જેસિક અને ઠંડી વિશેષતાઓને કારણે પત્તાને માથા ઉપરથી લગાવવાથી આ તીવ્ર માથાના દુ:ખાવાથી રાહત અપાવવામાં મદદરૂપ છે. પાનનો લેપ લમણા પાસે લગાવવાથી માથાનો દુ:ખાવો મટે છે. પાનમાં રહેલ એનાલજેસિક તત્વ માથાના દુ:ખાવામાં આરામ અપાવે છે. પાનમાં રહેલા એનાલજેસિક (દર્દ દૂર કરનારો) ગુણ માથાના દુ:ખાવામાં આરામ આપે છે.

ઘા ભરવામાં મદદરૂપ.

પત્તાનો રસ વાટીને ઘા પર લગાવવામાં આવે અને પાનના પત્તુ મુકીને પટ્ટી બાંધવામાં આવે તો ઘા 2-3 દિવસમાં સારો થઈ જાય છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે. તેમા અનેક પ્રકારના એન્ટિસેપ્ટીક ગુણો રહેલા છે.

મહિલાને દૂધ લાવવા

બાળકોને દૂધ ધવડાવવાની સમસ્યા હોઇ તો એ પણ દુર કરી શકાય. પાનના પતાને નાળીયેરનું તેલ લગાવી થોડું ગરમ કરો. પાનના પત્તાને સ્તનની આસપાસ મુકો. સોજો દૂર થઈ જશે અને સ્તનપાન કરાવવામાં સમસ્યા નહીં આવે. સુવાવડી સ્‍ત્રીને ક્યારેક ધાવણનો વેગ ચડી જતાં, કોઈ વાર સ્‍તનને સોજો આવે છે અને વેદના થાય છે. તેના પર નાગરવેલનું પાન ગરમ કરી બાંધવાથી એકઠું થયેલું ધાવણ છૂટું પડી જાય છે અને સોજો ઊતરી જાય છે ને પીડા મટે છે.

થાક કે નબળાઇ

પાનના પત્તાના રસમાં મધ ભેળવીને પીવાથી થાક અને નબળાઇ દુર થાય છે. સાથે જો તાવ હોઇ તો એક લવીંગ નાખી ખાવાથી રાહત થશે.


પાતળા થવા મોટાપો દુર કરવા

પાનના પત્તામાં કાળા મરીના બે દણાં નાખી ખાવ તો આઠ અઠવાડીયામાં વજનમાં ઘટાડો થાય છે. કાળા મરી શરીરમાથી મુત્ર અને પરસેવો બહાર કાઢે છે. તેના વાટે વધરાનું પાણી અને ગંદ્કી નિકડી જાય છે.

વજન ઓછું કરવા પાનના પાંદડા ચાવવા ખુબ ફાયદાકારક હોય છે, પાનના સેવન શરીરનું મેટાબોલીજ્મ આશ્ચર્યજનક રીતે વધે છે. જેનાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે ,તેના સેવનથી શરીરમાં આંતરિક વસા પણ નષ્ટ થાય છે.

નસકોરી ફુટવી

ઉનાળાના દિવસોમાં નાક માંથી લોહી આવે ત્યારે પાનના પત્તાને વાટીને સુંઘો, તેનાથી જલ્દી રાહત થશે.

પાચનમાં સુધાર

ચાવવાથી લાભકારે હોઈ શકે છે. જ્યારે તેને ચાવીને ખાઈએ છીએ ત્યારે લાર ગ્રંથિ પર અસર પડે છે. જેનાથી સલાઈવ (saliva) લાર બનવામાં મદદ મળે છે. જે આપણા પાચન તંત્ર માટે ખૂબ જરૂરી છે. જો તમે ભારે ખોરાક પણ ખાધો છે તો ત્યારબાદ તમે પાન ખાઈ લો. તેનાથી ભોજન સહેલાઈથી પચી જશે.

ખીલને દૂર કરો

નાગરવેલનું પાન ખીલ પણ દૂર કરે છે. આ માટે સૌ પ્રથમ પાનને વાટી લો અને પાણીમાં મિક્સ કરી તેને બરાબર ઉકાળો. ત્યારબાદ ઘટ્ટ મિશ્રણને ફેસપેકની જેમ લગાવો. 20 મિનીટ રાખ્યા પછી તમારો ફેસ ધોઇ લો.

શરીરમાંથી દુર્ગંધ દૂર કરે

શરીરમાંથી દુર્ગંધ વધારે પ્રમાણમાં આવતી હોય તો પાનના પત્તા નાખીને ઉકાળેલું પાણી પીવો. થોડા જ દિવસોમાં બોડી ઓર્ડરની સમસ્યામાંથી છુટકારો મળી જશે.

બળતરા ઓછી કરે

દાઝ્યા પછી થતી બળતરાને દૂર કરવા પાનને વાટીને લેપ બનાવીને લગાવો, અને 20-25 મિનિટ પછી ધોઈ નાખો. ત્યારબાદ ઉપરથી મઘ લગાવો. બળતરા શાંત થઈ જશે.

વાગવા પર


વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે. પાનના પાંદડાને વાટીને દાઝેલી જગ્યા ઉપર લગાવવાથી ઘા સારો થશે. પેસ્ટને ધોઈ દો અને ત્યાં મધ લગાવો.

બ્રોકાઈટીસ

7 પાંદડા ને 2 કપ પાણીમાં રોક શુગર સાથે ઉકાળો. જયારે પાણી એક ગ્લાસ રહે તો તેને દિવસમાં ત્રણ વખત પીવો. બ્રોકઈટીસમાં લાભ થશે.

આંખો પર

5-6 નાના પાનના પાંદડા અને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો તે પાણીથી બળતરા કે લાલ આંખો ઉપર છંટકાવ કરવાથી આંખોને ઘણો આરામ મળશે.

ખંજવાળ

૨૦ પાંદડા ને પાણીમાં ઉકાળો. સારી રીતે ઉકાળ્યા પછી તે પાણીથી નાહી લો. ખંજવાળની તકલીફ દુર થઇ જશે.

દાંત

દાંતમાં જનજનાટી થતી હો, તો પાન તે માટે ફાયદાકારક છે. પાનમાં મધ મિશ્રણ કરીને અને પછી તેનું સેવન કરશો તો ચોક્કસ તમને જનજનાટીથી છુટકારો મળશે.

મગજ

જ્યારે મગજમાં સોજો અથવા ગાંઠ હોય ત્યારે પણ પાન ખાવાથી તે પીડા દૂર થાય છે. પાનમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી સંયોજનો હાજર હોય છે. જે દુ:ખાવો દૂર કરવામાં મદદ કરે છે.

ઘીને લાંબો સમય રાખવા

ઘીની બરણીમાં નાગરવેલનું પાન મૂકવાથી ઘી લાંબા સમય સુધી બગડતું નથી.

પૂજા દરમિયાન પાનનો કઈ રીતે ઉપયોગ કરવો

ધાર્મિક વીધીમાં ઉપયોગ

નાગવેલના પાનને ખૂબ શુભ પણ માનવામા આવે છે. કોઈપણ શુભ કામ હોય અથવા તો પૂજા પાઠ હોય તો તે સમયે પાનનો ઉપયોગ અચૂક થાય છે. અને સ્કંદ પુરાણ અનુસાર સમુદ્ર મંથન સમયે દેવતાઓએ પાનના પત્તાનો ઉપયોગ કર્યો હતો.

હિન્દુ ધર્મની અંદર કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ભગવાન ગણપતિની સ્તુતિ કરવામાં આવે છે, અને ભગવાન ગણપતિની પૂજા અર્ચના કરવા માટે હંમેશાં એ માટે નાગરવેલના પાનનો ઉપયોગ કરવો જોઈએ. આવું કરતી વખતે નાગરવેલના પાન ઉપર કેસર રાખી અને ત્યારબાદ તેના ઉપર ભગવાન ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરાય છે. આમ કરવાથી તમારું કાર્ય પૂર્ણ થાય છે.

પૂજામાં ઉપયોગ કરાતા પાનમાં હંમેશાને માટે એક બાબતનું ધ્યાન રાખવું કે તે પાન કોઈપણ જગ્યાએથી ખંડિત ન હોવું જોઈએ, જો પાનની અંદર કોઈપણ જગ્યાએ હોલ હોય અથવા તો કોઈ પણ જગ્યાએથી સડો પડી ગયો હોય તો તેવા પાનનો પૂજા કરવા માટે ઉપયોગ ન કરવો જોઈએ.

જે વ્યક્તિને નજરદોષ અથવા તો કોઈ પણ વ્યક્તિની ખરાબ નજર હોય તો તેવા વ્યક્તિઓએ નાગરવેલનાં પાનની અંદર ગુલાબની સાત પાંખડીઓને રાખી અને ખવડાવવાથી કોઈપણ વ્યક્તિને ખરાબ નજર માંથી છુટકારો મળે છે.

ઘરના મુખ્ય દરવાજાની બાજુમાં હંમેશાને માટે નાગરવેલનું પાન રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને આમ કરવાથી ઘરની અંદર નકારાત્મક ઉર્જાઓ પ્રવેશતી નથી અને ઘરમાં કાયમી માટે સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.

પૂજામાં પાન નો ઉપયોગ કરતી વખતે રાખો આ બાબતોનું ધ્યાન, થઈ જશો માલામાલ

સામાન્ય રીતે માણસો ભગવાનની સામે ત્યારે જ હાથ જોડતા હોય છે કે જ્યારે તે કોઈ પણ સંકટ ની અંદર હોય. મોટાભાગના લોકો પોતાના ઘરમાં રહેલી ગરીબીને દૂર કરવા માટે ભગવાન સામે પ્રાર્થના કરતા હોય છે, અને તેના માટે પૂજા અર્ચના કરતા હોય છે. ઘણા લોકો ની પૂજા સફળ થતી હોય છે, અને આથી જ તે કાયમી માટે ગરીબી માંથી મુક્તિ મેળવી શકતા હોય છે. હિન્દુ ધર્મની અંદર અનેક એવા પૂજાપાઠ વિશે કહેવામાં આવ્યું છે કે જેના દ્વારા તમે પણ ધનવાન બની શકો છો.

પરંતુ સામાન્ય રીતે પૂજા કરતી વખતે હંમેશાંને માટે અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઇએ. આપણે દરેક લોકો જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારની પૂજા કરતી વખતે હંમેશાં ને માટે તેની અંદર નાગરવેલના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

નાગરવેલના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે, અને આથી જ પૂજા દરમિયાન તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે


પ્રત્યેક નાગરના ઘરમાં પાંચ વસ્તુ અવશ્ય જોવા મળતી. ૧. પાટિયું – હીંચકો ૨. પાટલો – ભોજન અને પૂજા માટે. ૩. પીતાંબર – (રેશમી વસ્ત્ર) ૪. પારણું અને ૫. પાન – અર્થાત્ પાનપેટી – જેમાં કાથો ચૂનો સૂડી ને સોપારી હોય. નાગરો પાન જાતે બનાવીને ખાત. અને મહેમાનોને મોજથી ખવરાવતા. નાગરવેલના પાન અને નાગરોનો સંબંધ આ રીતે જોડાયેલો છે. આજે આ પાનની પંચાત માંડવી છે.

ભગવત ગો મંડલ

ભગવત ગોમંડલમાં પાનના ૨૨ અર્થો આપ્યાં છે. પાન એટલે દાર બનાવનાર અને વેચનાર કલાલ, પગરખાની એડી પાછળ નંખાતો રંગીન ચામડાનો કટકો, હાથ, નદીમાં થતું ઘાસ, પગની પાની, ગંજીફાના ચાર માંહેનો એક પ્રકાર. પાન આકારનું ઘરેણાંમાં નંખાતું ચગદુ, નહેર, વેગ, પ્રાણ, બ્રહ્મા અને નાગરવેલનું પાન. આ પાન ઉપરથી બનેલા શબ્દો પણ એટલા જ રસપ્રદ છે.

પાન ભારતમાં આજકાલનું નથી. દસ્તાવેજી પ્રમાણ સાથે કહી શકીએ કે તે દસમી સદી પહેલાંનું છે. બાણભટ્ટની કાદંબરીમાં રાજાને તાંબૂલ આપનારી તાંબૂલવાહિનીનો ઉલ્લેખ છે. પાન એટલે માત્ર પ્રેમરસ નહીં.

ખેતી

ચોરવાડી નાગરવેલની ખેતી છે. સૌરાષ્‍ટ્રમાં ચોરવાડમાં તથા દક્ષિ‍ણ ગુજરાતમાં નવસારી-વલસાડ તરફ નાગરવેલ (નાગવલ્લી, તામ્બુલ પત્ર)ની બહુવર્ષાયુ અને પ્રસરણશીલ વેલ થાય છે. આપણે પાનવાળાની દુકાને જઈ, જે ‘તાંબુલ’ પાન ખાઈએ છીએ, તે નાગરવેલના . પાન એટલે નાગરવેલનું પાન. જેને તાંબૂલ પણ કહે છે. પાન સ્વાદે તીખું, કડવું અને તુરૂ છે. તાસીરે ગરમ, સ્વભાવે લુખું, પચવામાં હલકું, અગ્નિદીપક અને આહારપાચક, વાત કફનાશક અને પિત્તકર છે.

શિરાને બુદ્ધિવિનાશિની કહે છે

આયુર્વેદ પ્રમાણે નાગરવેલ તીખી અને કડવી, ગરમ, તીક્ષ્‍ણ, રુચિકર, અગ્નિદીપક, અવાજને સુધારનાર અને મુખ શુદ્ધિકર છે. નાગરવેલનું નવું કે અર્ધપક્વ પાન ત્રિદોષકર, બળતરા કરનાર, રક્તદુષ્ટિકર, અરુચિકર અને ઊલટી કરાવનાર છે.

મોં માટે 

નાગરવેલના પાનમાં એવા તત્વો છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછા કરવામાં મદદરૂપ થાય છે. જે લોકોને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે.

તાવ : તાવ આવતો હોય તો પાનમાં લવિંગ નાખીને ખાવ ફાયદો થશે.

Leave a Comment