ઘરમાં રહેલી આ એક વસ્તુ દાંતને એક રાતમાં મોતી જેવા સાફ કરી દેશે, પેઢાનો દુખાવો પણ થશે ગાયબ
આપણે કોઈ સામે સ્માઇલ કરીએ અને આપણા દાંત પીળા હોય તો આપણી ઇમ્પ્રેશન સારી નથી પડતી અને આપણે લોકો સામે સ્માઇલ કરતા પણ શરમ આવે છે. આપણે ફોટા પડીએ તો પણ દાંત પીળા દેખાય છે અને કોઈ સાથે વિડિયો કોલ પર વાત કરીએ તો એ પીળા દાંત દેખાતા હોય છે. જે આપની ઈમેજ ને નબળી પાડે છે.
પીળા દાંત ને કારણે દેખાવમાં જ નહિ પરંતુ શરીર માટે પણ હાનિકારક છે. તેનાથી ઘણા રોગો પણ થતાં હોય છે. દાંત પર પીળી પરત જામી જાય છે જેના કારણે પાયેરિયા, ઠંડુ કે ગરમ ખાવા પર દાંત કળવા, મોં માંથી દુર્ગંધ આવવી, પેઢાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ ઊભી થતી હોય છે.
આમ કહીએ તો પીળા દાંત સુંદરતામાં તો દાગ લગાવે જ છે સાથે દાંત અને પેઢા સાથે સંકળાયેલી ઘણી સમસ્યાઓ પણ થાય છે. ખાવા પીવાની ખરાબ આદતો અને દાંતની બરાબર સાફ સફાઈ ન થવાને કારણે આ ગંદકી જમાં થાય છે, જેને ટાર્ટર કહેવાય છે. હકીકતમાં આ ગંદકી જ દાંત ને પીળા કરવાનું કામ કરે છે.
ટાર્ટરની સફાઈ ન કરવા પર તે દાંત અને પેઢામાં જમાં થવા લાગે છે જેનાથી દાંત કમજોર થવા લાગે છે અને ત્યાર બાદ દાંતમાંથી લોહી નીકળવું, પેઢામાં દુખાવો થવો વગેરે જેવી દાંતની સમસ્યા ઉભી થાય છે.
ટાર્ટરની સફાઈ કેવી રીતે કરવી અને દાંત સફેદ કરવા માટેના આયુર્વેદિક ઉપાયો:
દાંતને સફેદ કરવા માટે બાવળ એક ઉત્તમ આયુર્વેદિક જડીબુટ્ટી ગણવામાં આવે છે. આ માટે જ ઘણા ટૂથ બ્રશ માં બાવળની ડાળીઓ નો ઉપયોગ કરવામાં આવે છે. બાવળ માં મળી આવતું ટેનિન દાંત ને સફેદ કરવામાં ઉપયોગી છે.
બાવળના ઉપયોગ સિવાય પણ ઉપાય છે જે તમે કરી શકો છો.
પવિત્ર માનવામાં આવતા તુલસીના છોડ ના પાંદડા લઇ તેને સૂકવી નાખો અને તેનો પાવડર બનાવી નાખો અને દાંત પર બ્રશથી ઘસો. દાંતમાંથી કે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા દૂર કરે છે. અને દાંત મજબૂત બનાવી સફેદ પણ કરે છે.
લીંબડાની કુણી ડાળીઓ ભારતમાં ઘણી જગ્યાએ દાંતણ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે, તેનાથી મોં ની દુર્ગંધ અને દાંતના સૂક્ષ્મ જીવોને નષ્ટ કરવા અને દાંત ને મજબૂત બને છે.
મોં ના છાલા અને દાંતને સફેદ કરવા ત્રિફળાનો ઉપયોગ ખુબજ ગુણકારી સાબિત થાય છે. તેમજ ત્રિફળા ને પાણીમાં ઉકાળી અને ઠંડુ થવા દો અને ત્યારબાદ આ પાણી થી કોગળા કરો.
આ મુખ્ય રસ્તાઓથી તમે દાંત અને પેઢાને મજબૂત રાખી શકો છો અને આના સિવાય વાત કરીએ તો દરરોજ બે વાર બ્રશ કરો, ભોજન કર્યા બાદ કોગળા કરો અને વિટામિન સી વાળા ફ્રૂટ નું સેવન કરો.
જો આ માહિતી યોગ્ય અને અસરકારક લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો.
Comments
Post a Comment