સવારે ઉઠીને તરત પાણી પીવાથી શરીરમાં થતા ફાયદાઓ વિશે જાણીને ચોંકી જશો
આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીર માટે જો કોઈ સૌથી આવશ્યક તત્વોમાંથી એક હોય અને શરીરને સ્વસ્થ રાખવા હોય તો એ પાણી છે. શરીર માટે પાણી કેટલું ઉપયોગી છે એ આપણે સૌ જાણીએ છીએ. જો આપણા શરીરને પૂરતું પાણી ન મળી રહે એટલે કે ઓછા પ્રમાણમાં જો પાણી પીવામાં આવે તો ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જતી હોય છે.
શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું પાણી પીવું જરૂરી છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા શરીરમાં લગભગ 70% જેટલું પાણી હોય છે એટલે કે આપણું શરીર 70% પાણીનું બનેલું છે. જો આ વાત જાણવા છતાં પણ આપણે પૂરતું પાણી ન પીએ તો આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
એવું કહેવાય છે કે કોઈ એક સ્વસ્થ વ્યક્તિ જો ખાધા વગર રહે તો તે એક મહિનો જીવી શકે છે અને બીજી બાજુ જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પાણી વગર રહે તો દસ જ દિવસ તે જીવિત રહી શકે છે. મતલબ કે ભોજન વિના આપણે ૧ મહિનો રહી શકીએ અને પાણી વગર ૧૦ જ દિવસ રહી શકે.
આનાથી આપણને ખ્યાલ પડી જાય કે પાણી આપણે શરીર માટે કેટલું ઉપયોગી છે એટલા માટે કહેવાય છે કે દરરોજ સામાન્ય વ્યક્તિએ ઓછામાં ઓછું ૭ થી ૮ ગ્લાસ એટલે કે ૨ થી ૨.૫ લીટર પાણી પીવું જોઈએ. પાણીની કમીના કારણે માથાનો દુખાવો, કબજિયાત, સાંધાનો દુખાવો વગેરે જેવી બીમારીઓને આમંત્રણ મળતું હોય છે.
તો આજે આપણે જાણીશું કે આપણા શરીર માટે કેટલા પ્રમાણમાં પાણી પીવું જરૂરી છે સાથે સાથે શું કામ આપણે થોડી થોડી વારમાં પાણી પીતા રહેવું જોઈએ.
પાણી પીવાના ફાયદા:
શરીરને ફીટ અને તંદુરસ્ત રાખવા માટે પાણી મુખ્ય ભૂમિકા ભજવે છે. માનવ શરીરમાં પાણીનું પ્રમાણ 60 થી 70 ટકા જેટલું હોય છે પાણી શરીરના અંગો તેની પેશીઓનું રક્ષણ કરે છે.
જો કોઈ વ્યક્તિ ઉપવાસ રાખતા હોય અને ખાલી પેટે પાણી પીતા હોય તો તમારે મેટાબોલીક રેટ વધી શકે છે જેથી તમારું પાચનતંત્ર પણ સારું થાય છે, મજબૂત બને છે અને કબજિયાત ગેસ જેવી બીમારીઓથી છુટકારો પણ મળે છે.
જો આપણે દિવસમાં વારંવાર પાણી પીએ તો તેનાથી વધારે ભૂખ લાગવાની સમસ્યાઓ થી છુટકારો મળે છે જો કોઈ વ્યક્તિને વજન ઘટાડવામાં મદદ જોઈતી હોય તો તેના માટે પાણી એક સારો ઓપ્શન બની શકે છે. સાથે સાથે વારંવાર યુરીન પણ જવું પડતું હોય છે જેના કારણે આપણી શરીરમાં રહેલા ઝેરી પદાર્થો યુરિન દ્વારા બહાર નીકળી જતા હોય છે.
જો કોઈ વ્યક્તિને શરીરમાં કમજોરી કે થાક જેવી સમસ્યા રહેતી હોય તો તેવા લોકો માટે પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. યોગ્ય પ્રમાણમાં પાણીનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે જેના કારણે એનર્જી મળે છે.
જો કોઈ વ્યક્તિ ડિપ્રેશન અથવા તો તણાવ જેવી સમસ્યા હોય તો તેવા લોકો માટે પાણીને સારો ઉપાય બની શકે છે. સમય સમય પર પાણી પીતા રહેવા છે ટેન્શન જેવી બીમારીઓ દૂર રહે છે.
પાણીની કમી થી વાળ પાતળા અને નાજુક થવા લાગે છે અથવા તો વાળ નિર્જીવ થવા લાગે છે જે પાણીની કમીની સમસ્યાને કારણે આ બધી તકલીફ જોવા મળતી હોય છે જો સમયસર ખાલી પેટે પાણી પીવામાં આવે તો આ સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે અને વાળના વિકાસમાં વૃદ્ધિ થાય છે.
સવારે જાગ્યા બાદ તુરંત જ એક ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ અને ભોજન કર્યાના અડધા કલાક સુધી પાણી ન પીવું જોઈએ. પાણી પીધા બાદ ૩૦ કે ૪૦ મિનિટ સુધી નાસ્તો કરવો જોઈએ નહીં.
નોંધ: અહીં આપેલી કોઈપણ માહિતી ઇન્ટરનેટના માધ્યમ આધારિત હોય છે જેથી કરીને કોઈ પણ ઉપાય કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે
જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો થી શેર કરવાનું ભૂલશો નહિ તે કરીને કોઈ જરૂરિયાત મંદ સુધી આ માહિતી પહોંચી શકે.
Comments
Post a Comment