આ છે આંતરડા સાફ કરવા માટેનો અસરકારક ઉપાય, જિંદગીમાં ક્યારેય નહિ થાય પેટની તકલીફ
આજકાલની લાઈફ સ્ટાઈલમાં લોકો પોતાના ખાવા પીવા પર પૂરતું ધ્યાન નથી આપી શકતા જેના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાઈ રહેતી નથી. જંક ફૂડ અને બહારના તૈલી ખોરાક આપણા પેટને ખરાબ કરવા માટે જવાબદાર હોય છે. તેના માટે આપણે ખોરાક ખાતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ખોરાક આપણા સ્વાસ્થ્યમાં કેવો પ્રભાવ પાડે છે.
બહારનું વધારે પડતું ખાવાથી અથવા તો તૈલીક ખોરાક લેવાના કારણે પેટમાં ઘણી પ્રકારની સમસ્યાઓ ઊભી થતી હોય છે. જેમ કે આંતરડાની ગંદકી સવારમાં સાફ ન થાય તો તેનાથી આપણું આખો દિવસ પરેશાની ભર્યો રહેતો હોય છે. આની સિવાય અનેક પ્રકારની બીજી સમસ્યાઓ પણ થતી હોય છે જેમ કે અપચો, ગેસ થવો, ઉલટી થવી અથવા તો લુઝ મોશન થવું વગેરે જેવી સમસ્યાઓ થતી હોય છે.
આજના સમયમાં વધારે લોકોને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યા મુખ્ય સ્વરૂપે પૂરતો પાણી ન પીવું, ફાઇબર યુક્ત ખોરાક ન લેવો અથવા તો જંગ ફૂડ ખાવાને કારણે થતી હોય છે. તેના સિવાય ફ્રુટ ન ખાવા અને સલાડ ન ખાવાને કારણે આ બધી સમસ્યાઓ થવા લાગતી હોય છે.
તો આજે આપણે જાણીશું એવા ફ્રુટ્સના જ્યુસ વિશે જે તમારી પેટ સંબંધી અનેક સમસ્યાઓને ઠીક કરવા માટે અસરકારક સાબિત થશે. સાથે જ આ જ જ્યુસ ને પીવાથી તમારી પાચન ક્રિયા પણ સારી થશે અને સરળતાથી તમે આતરડા પણ સાફ કરી શકાશે.
પેટના આંતરડાને સાફ કરવા માટે ફ્રૂટ જ્યુસ:
આપણે જે કંઈ પણ ખાઈએ છીએ તે સારી રીતે પછી ત્યારે જ આપણને એનર્જી અને પૂરતું પોષણ મળતું હોય છે ખોરાકનું પચવું અને તેનું યોગ્ય રીતે બહાર આવવું એ ખૂબ જ આવશ્યક છે. જો પેટમાં કબજિયાતની ફરિયાદ થવા લાગે અથવા તો પેટમાં સોજો, ગેસ અને બવાસીર જેવી સમસ્યા થાય છે ત્યારે આપણે અનેક ઉપાયો અથવા દવાનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
સફરજનનું જ્યુસ:
સફરજનના જ્યુસમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જે આંતરડાની સાફ થવાની પ્રક્રિયાની ગતિ વધારે છે જેથી કરીને પેટ સાફ થવામાં ખૂબ જ મદદ મળે છે જો કોઈ વ્યક્તિને પેટ સાફ થવાની તકલીફ હોય તો તેવા લોકોએ નિયમિત રૂપે સફરજનના જ્યુસનું સેવન કરવું જોઈએ.
સફરજનના જ્યુસ થી પેટ સાફ થવામાં મદદ તો મળશે સાથે સાથે એનર્જી પણ મળી રહેશે કારણ કે તેમાં ફાઇબર, ખનીજ તત્વ અને વિટામિન નો પણ વધારે પ્રમાણ હોય છે.
દ્રાક્ષનું જ્યુસ:
દ્રાક્ષ તો આપણે અવારનવાર ખાતા હોઈએ છીએ પણ તમને જાણીને નવાઈ લાગશે કે દ્રાક્ષ એ પેટ માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. દ્રાક્ષના જ્યુસમાં થોડું સંચળ મેળવીને પીવાથી પેટ સાફ થવામાં ખૂબ જ મદદ થાય છે. દ્રાક્ષમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જે આંતરડાને સાફ રાખવા માટે ખૂબ જ ઉપયોગી બની જતું હોય છે.
નારંગીનીનું જ્યુસ:
નારંગીના જ્યુસમાં વિટામીન પ્રમાણમાં હોય છે જે આપણે સૌ જાણીએ છીએ. વિટામિન સી ત્વચા અને વાળ માટે ખૂબ જ લાભદાયી પોષક તત્વ છે. જો નારંગી નું જ્યુસ ગાળિયા વગર પીવામાં આવે તો તેમાં ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે જેથી તમારા આંતરડામાં જામેલી ગંદગી સરળતાથી બહાર નીકળી શકે છે આના સિવાય તમારા શરીરમાં પાણીની કમીને પણ આ દૂર કરે છે.
અનાનસનું જ્યુસ:
અનાનસ નો જ્યુસ પાચનતંત્રને મજબૂત બનાવે છે અને તે આંતરડાને સાફ કરવામાં પણ મદદરૂપ થાય છે તેથી જો અનાનસનો નિયમિત સેવન કરવામાં આવે તો આના સિવાય ઘણા ફાયદા પણ થાય છે.
લીંબુનું જ્યુસ:
લીંબુમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે જે કબજિયાતને દૂર કરી તમારું ઇમ્યુનિટી સિસ્ટમ પણ સારી કરે છે. લીંબુના રસમાં એક ચમચી મધ મેળવીને પીવાથી ડાયજેશન સિસ્ટમ સુધરે છે અને પેટની ચરબી પણ ઘટવા લાગે છે.
Comments
Post a Comment