આ શાકભાજીનું તેલ માથામાં લગાવીદો, 7 જ દિવસમાં સફેદ વાળ કાળા થઈ જશે અને માથાની ગરમી ફેંકી દેશે
કાળા વાળ સફેદ થવા એ નોર્મલ છે અને કુદરતી પ્રક્રિયા છે પરંતુ જો ઉંમર પહેલાં અથવા નાની ઉંમરે જો વાળ સફેદ થવા લાગે તો એ એક સમસ્યા છે. આમ જોઈએ તો સામાન્ય રીતે ૪૦ વર્ષની વયે વાળ સફેદ થવા લાગવા એ નોર્મલ અને કુદરતી પ્રક્રિયા છે.
પરંતુ હાલના સમયમાં યુવાનો ને પણ વાળ સફેદ થવાની સમસ્યા થઈ રહી છે. ૪૦ વર્ષથી નીચેના લોકોને પણ વાળ સફેદ થવાની તકલીફ જોવા મળે છ. આજકાલ ૨૦ વર્ષની વયે પણ વાળ સફેદ થવા લાગે છે. આ સમસ્યા સમગ્ર વિશ્વમાં યુવાનોને પરેશાન કરી રહી છે.
નાની ઉંમરે વાળ સફેદ થવા એ ઘણી સમસ્યાનો સંકેત હોય શકે છે. આપણે ઘણા લોકો ને જોતા હોઈએ છીએ જેને નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગ્યા હોય.
નાની ઉંમરે વાળ સફેદ થવાના કારણો:
હવે આપણે વાત કરીએ અને જાણીએ કે નાની ઉંમરે સફેદ વાળ થવાના શું કારણો હોય શકે. તો ચાલો હું તમને જણાવી દવ, ઘણીબધી શારીરિક સમસ્યાઓનું મુખ્ય એક જ કારણ હોય છે અને એ મુખ્ય કારણ છે ખરાબ જીવનશૈલી, અને બીજા કારણો પર વાત કરીએ તો તણાવ, માનસિક દબાણ અથવા તકલીફ, ધૂમ્રપાન, દારૂ, પોષણની ઉણપ અને પ્રદૂષણ જેવા કારણો વાળ સફેદ થવા માટે જવાબદાર છે.
આવા કારણોસર આજકાલના યુવાનોમાં આવી તકલીફો જોવા મળે છે. જો કોઈ વ્યક્તિ પહેલા ખરાબ જીવનશૈલીને કારણે અથવા અન્ય કારણોસર આવી તકલીફ થતી હોય તો અહી આપણે આજે ઘણા ઘરેલુ ઉપાયો વિશે વાત કરીશું.
સફેદ વાળને કાળા કરવા માટેના ઘરેલું અને દેશી ઉપાયો:
તમે ભીંડાનું શાક તો ખાધું જ હશે, પરંતુ શું તમે સાંભળ્યું કે ભીંડાના બીજમાંથી તેલ બને છે અને તેનો ઉપયોગ સફેદ વાળ ને કાળા કરવા માટે થાય છે. આ તેલનો ઉપયોગ કરી ઘણી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.
ભીંડા નું તેલ વાળ માટે જેટલું ફાયદાકારક છે એટલુજ તે ત્વચા માટે પણ છે તે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. અને ખીલના ડાઘ, ત્વચાની લાલાશ અને બળતરા જેવી તકલીફોથી રાહત આપે છે.
ભીંડાના તેલથી વાળમાં ચમક આવે છે અને વાળ સફેદ થતાં અટકાવે છે સાથે જ સફેદ થયેલા વાળ ને કાળા કરવાનું કામ કરે છે. આની સિવાય જો વાત કરીએ તો ભીંડાનું તેલ નિર્જીવ વાળને જીવનદાન આપે છે. વાળમાં રહેલાં ખોડાની સમસ્યામાં પણ રાહત આપે છે. ભીંડાનું તેલ વાળની સાથે સાથે ત્વચામાં પણ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.
સફેદ વાળને કાળા કરવા માટે લીંબુ અને નાળિયેર તેલનો ઉપયોગ પણ ફાયદાકારક છે. એક વાટકીમાં નાળિયેર તેલ લો અને તેમાં લીંબુનો રસ નાખી આ બને વસ્તુને બરોબર મિક્સ કરી લો. આ મિશ્રણને વાળ પર અને વાળના મૂળ માં બરોબર લગાવી દો. ૧ કલાક સુધી વાળ પર રહેવા દો ત્યારબાદ વાળને સાદા પાણીથી ધોઈ લો અને ધ્યાન રહે શેમ્પૂનો ઉપયોગ કરવો નહિ.
જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહિ.
Comments
Post a Comment