આ 10 ફળ અને શાકભાજી 206 હાડકાને ભરી દેશે કેલ્શિયમ આજીવન શરીરમાં નહીં થાય કેલ્શિયમની ઉણપ
જેવી રીતે આપણા શરીર માટે પ્રોટીન અને આયર્ન જેવા પોષક તત્વો જરૂરી છે તેવી જ રીતે કેલ્શિયમ પણ શરીર માટે ખૂબ જ આવશ્યક તત્વ છે. કેલ્શિયમ દાંત, હાડકા અને સ્નાયુઓના સ્વાસ્થ્ય અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.
કેલ્શિયમની ઉણપના કારણે હાડકાનો દુખાવો જોવામાં આવતો હોય છે જેમકે હાથ-પગ નો દુખાવો, કમરનો દુખાવો, અથવા ગોઠણ નો દુખાવો વગેરે જેવા દુખાવા થતા હોય છે. હાડકાના સ્નાયુઓને સહારો આપવા માટે કેલ્શિયમની ખૂબ જ જરૂર હોય છે કેલ્શિયમ મગજ અને શરીરના દરેક અંગો વચ્ચે સંદેશ વાહન કરવાનો કામ પણ કરે છે. ઉમર થતા હાડકાનો દુખાવો એ સામાન્ય વાત છે પરંતુ જો નાની ઉંમરે અથવા તો યુવા અવસ્થામાં જો હાડકાનો દુખાવો જોવા મળે તો એ ગંભીર સમસ્યા બની શકે છે.
એવું માનવામાં આવે છે કે દૂધ અને ચીઝ જેવા ડેરી ઉત્પાદનોમાં વધુ કેલ્શિયમ જોવા મળે છે આ વાત સાચી છે પરંતુ દરરોજ ખાવામાં આવતા કેટલાક ફળો અને શાકભાજી પણ કેલ્શિયમના સારા સ્ત્રોત બની શકે છે તો આજે આપણે તેના વિશે વાત કરીશું કે જેમાં સૌથી વધારે કેલ્શિયમ મળી શકે. આજે આપણે એવા ફળ અને શાકભાજી વિશે વાત કરીશું કે જેમાં કેલ્શિયમની માત્રા સૌથી વધારે હોય જેથી કરીને તમારે અલગથી કેલ્શિયમ ની જરૂર ના પડે.
ઘણી વખત એવું થતું હોય છે કે યુવાનો જેમ કે જેમની ઉંમર 18 થી 30 વર્ષની છે તેવા લોકોને પણ કેલ્શિયમની ઉણપ એટલે કે હાડકાનો દુખાવો થતો હોય છે આવા લોકોને આગળ જતા ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડતો હોય છે એટલા માટે જ આપણે આજે જે વાત કરવાના છીએ તેના માટે આ લેખ અવશ્યથી વાંચવો અને જરૂરિયાત મંદ લોકો સુધી પહોંચાડવા માટે એક શેર જરૂર કરવી.
તો ચાલો હવે આપણે જાણીએ કે ક્યા એવા ફળ અને શાકભાજી છે જેમાં સારી માત્રામાં કેલ્શિયમ મળી રહે.
આ 10 ફળ અને શાકભાજી 206 હાડકાને ભરી દેશે કેલ્શિયમ આજીવન શરીરમાં નહીં થાય કેલ્શિયમની ઉણપ:
કિવિ :
ફ્રુટમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે અને કિવી થી આપણા શરીરને અનેક પ્રકારના ફાયદાઓ થતા હોય છે સાથે સાથે અનેક બીમારીઓ પણ દૂર રહેતી હોય છે. ટીવી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે અને તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો રહેલા છે પોષક તત્વોની સાથે સાથે તેમાં કેલ્શિયમ પણ જોવા મળે છે.
કેવી ફ્રુટમાં વિટામીન કે ભરપૂર માત્રામાં હોય છે અને તેમાં રહેલા વિટામિન ઈ, મેગ્નેશિયમ અને ફોલેટ બધા તત્વો સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે. કિવીમાં લગભગ 60 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે તેનો રસ પણ પી શકાય છે.
જરદાળુ:
જરદાળુ એ ઉચ્ચ કેલ્શિયમ ની યાદીમાં ટોચ પર છે. આ ફળજો નિમિતપણે ખાવામાં આવે તો શરીરમાં ક્યારેય પણ કેલ્શિયમની ઉણપ આવતી નથી તમારા હાડકાને મજબૂત બનાવી અને ઘોડા જેવી તાકાત આપશે.
સાથે જરદાળુમાં અને પ્રકારના પોષક તત્વો પણ જોવા મળે છે જે શરીરને એને પ્રકારના ફાયદાઓ પણ કરે છે એટલે જરદાળુ નિયમિતપણે ખાવું જોઈએ.
નારંગી:
કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેણે નારંગી ના ખાધી હોય નારંગી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે સૌથી વધારે જો કોઈ ફ્રુટમાં વિટામિન સી આવતું હોય તો એ નારંગી છે. એટલા માટે જ સાયન્ટિફિકલી પ્રૂફ છે કે નારંગીમાં સૌથી વધારે વિટામીન સી હોય છે.
વિટામીન એસી ની સાથે સાથે તેમાં વિટામિન ડી પણ જોવા મળે છે જે કેલ્શિયમના શોષણ અને વધારે છે એટલા માટે જો કોઈ વ્યક્તિને હાડકાને લગતી કોઈ સમસ્યા હોય તો તેમને નિયમિતપણે નારંગી નું સેવન કરવું જોઈએ.
પાઈનેપલ:
સ્વાદમાં ખાટો મીઠું લાગતું પાઈનેપલ શરીર માટે ઘણા ફાયદાકારક સાબિત થતું હોય છે પાઈનેપલ વિટામીન સી થી ભરપૂર ફળ છે વારસદાર ફળમાં અન્ય વિટામિન્સ અને મિનરલ્સ પણ હોય છે તે કેલ્શિયમનો મજબૂત સ્ત્રોત ગણવામાં આવે છે જો કોઈ વ્યક્તિના હાડકા અથવા તો દાંત મજબૂત બનાવવા માંગતા હોય તો તેને નિયમિતપણે પાઈનેપલનો સેવન કરવું જોઈએ.
બેરી:
બેરી, બ્લેકબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી એવા કેટલાક ફળો છે જે કેલ્શિયમ માટે સારા એવા સ્ત્રોત ગણવામાં આવે છે તેને તમે સલાટ તરીકે ખાઈ શકો છો. આ બધા ફળ ખાવામાં ખાટા મીઠા લાગતા હોય છે એટલે તેનો સેવન કરવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવતી પણ જો આ ફળને નિયમિત રીતે સેવન કરવામાં આવે તો ઘણા વિટામિન્સ ની ઉણપ દૂર કરી શકાય છે.
બ્રોકોલી:
આ શાકભાજીમાં અનેક પ્રકારના પોષક તત્વો હોય છે જેમ કે વિટામીન સી, ઝીંક, કોપર, વિટામીન બી, પ્રોટીન, પોટેશિયમ અને અન્ય ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર શાકભાજી છે.
આ સિવાય બ્રોકોલી એ કેલ્શિયમનો નોન ડેરી સ્ત્રોત છે. સલાડ અથવા તો સુપ તરીકે પણ આહારમાં લઈ શકાય છે.
ભીંડો:
ભીંડો એ મોટાભાગના લોકોનું મનપસંદ શાકભાજી હોય છે પરંતુ શું તમે જાણો છો કે ભીંડામાં કેલ્શિયમનો પણ મોટાભાગનો સ્ત્રોત હોય છે. ભીંડાની સિંગમાં લગભગ 65 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
સલગમ :
કદમાં નાની પણ પોષક તત્વોથી ભરપૂર સલગમ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સલગમ એક શાકભાજી છે જેમાં સલ્ફર, ખનીજ ક્ષાર અને અન્ય વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે.
આ શાકભાજીનો ઉપયોગ મોટી સંખ્યામાં લોકો સામાન્ય બળતરા, દાંતનો દુખાવો, અસ્થમા અથવા તો હાડકાના દુખાવા માટે પણ કરે છે સાથે સાથે શરીરમાં સડો, ઉધરસ શરદી અને શ્વાસનળીમાં સોજો જેવી બીજી ઘણી બધી બીમારીઓ માટે ફાયદાકારક સાબિત થાય છે.
કોલાર્ડ ગ્રીન્સ:
એક કપ રાંધેલા અને સમારેલા કોલાડ ગ્રીન્સ તમને લગભગ 350 મિલીગ્રામ કેલ્શિયમ પૂરું પાડે છે તેને તમે સલાડ તરીકે ખાઈ શકો છો. કેલ્શિયમની સાથે સાથે આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે.
જો આ માહિતી તમને યોગ્ય અને અસરકારક લાગી હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહિ જેથી કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિ સુધી પહોંચી શકે અને મદદ થઈ શકે.
Comments
Post a Comment