આ ઘરેલુ ઉપાયથી એસીડીટીથી તાત્કાલિક છુટકારો, તીખું તળેલું ખાવાથી પણ નહિ થાય એસીડીટી

એસીડીટી એક મેડિકલ કન્ડિશન છે જે વધારે માત્રમાં શરીરમાં એસિડ બનવાથી થાય છે આ એસિડ પેટની ગ્રંથિ થી બને છે. આજકાલની જિંદગીમાં લોકો બારણું ખાવાનું વધારે પસંદ કરે છે જેનાથી આવી ઘણી બધી સમસ્યાઓ ઉભી થતી હોય છે.

એસિડિટી, જેને ઘણીવાર એસિડ રિફ્લક્સ અથવા હાર્ટબર્ન તરીકે ઓળખવામાં આવે છે.

એસિડિટી ક્યારે અને કોને થાય છે?

વધારે વજન વાળા લોકોને , વધારે તેલ વાળું હવા વાળા લોકોને , મસાલેદાર ખાવાનું , ચા , કોફી , વધારે પડતું ખાવાથી , ઓછા ફાયબર વાળું ભોજન ખાવાથી એસીડીટી જોવા મળતી હોય છે. 

અત્યારના લોકોને ઘર કરતા બારનું ખાવાનું વધારે પસંદ હોય છે ને વધારે સ્વાદિષ્ટ પણ લાગતું હોય છે. આવી પરિસ્થિતિમાં લોકોને ઘણી શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.

જેમકે એસિડિટીના કારણે પેટમાં બળતરા, હોજરીમાં સોજો , હાર્ટ બર્ન અને અપચો જેવા લક્ષણો જો મળતા હોઈ છે. આ બધી સમસ્યા અનિયમિત ખાવાની પેટર્ન, શારીરિક રમત-ગમત ઓછી હોવી, દારૂનું સેવન, ધુમ્રપાન, તણાવ, ખાવાની ખરાબ આદત જેવા ઘણા કારણો થી થતી હોય છે. વધારે પડતું માંચ, મસાલેદાર અને તેલ વળી વસ્તુનું સેવન કરવાથી પણ એસીડીટી નો ખતરો વધારે છે.

છાતીમાં બળતરા થવાનું મુખ્ય કારણ પેટનું એસિડ અન્નનળી માં પાછું જવાથી છાતીમાં દુખાવો કે બળતરા થતી હોય છે. ખાતા ઓડકાર આવવા આ બધા લક્ષણો એસિડિટીના હોય છે.

એસીડીટી એટલે કે છાતીમાં થતી બળતરાને ચપટી વગાડતા જ દૂર કરવા ઘણા ઘરેલુ ઉપાય છે તેમના બેસ્ટ ઉપાય આજે આપણે જાણીશું.

આપણી પાસે આયુર્વેદ છે જયારે બીજા દેશો પાસે દવા સિવાય બીજા ઉપાયો હોતા નથી. કહેવાય છે ને કે આપણું રસોડું જ આપણું દવાખાનું છે એટલે કે આપણા રસોડામાં વપરાતી વસ્તુઓ જ આપણા માટે દવા નું કામ કરે છે જો તેનો ઉપયોગ ને સાચી રીતે કરીયે તો, આપણા ઘરે વપરાતી અને આસ-પાસ માં ઉપયોગમાં લેવાતી ચીજ વસ્તુઓ જ આપણા માટે દવા કરતા પણ વધારે ગુણકારી છે.

તો ચાલો આપણે હવે એસિડિટીના ઘરેલુ ઉપાયો વિષે વાત કરીએ.

એસિડિટીના ઘરેલુ ઉપાયો

જો સૌથી પહેલા અને ફાયદાકારક વાત કરીયે તો લીલા શાકભાજી આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક છે તો આવા શાકભાજીનું સેવન વધારે કરવું જોઈએ

ઉપાય ૧. એક ચમચી જીરું અને અજમા લઇ તેને બરોબર પીસી ને પાણીમાં નાખી ઉકાળી નાખો ત્યારબાદ ઠંડુ કરીને તેમાં સાકર નાખીને પીવાથી છાતીમાં થતી બળતરા એટલે કે એસિડિટીમાં રાહત થાય છે.

ઉપાય ૨. છાતીમાં બળતરા થતી હોય ઓ આદુ ચાવી શકાય જેનાથી તાત્કાલિક રાહત થાય છે. અથવા આદુ વાળી ચા પણ પીય શકાય છે.

ઉપાય ૩. વરિયાળી સાકર અને ધાણા સરખે ભાગે મિક્સ કરીને તેને પીસી તેનો ઉપયોગ કરો.

ઉપાય ૪. એલોવેરા જ્યુસ પીવાથી પણ ઘણી રાહત મળે છે.

ઉપાય ૫. દરરોજ થતી એસીડીટી અંતે દરરોજ સવારે નાસ્તામાં એક કેળું ખાવાથી એસીડીટીની સમસ્યા રહેતી નથી.

આવા ઘરેલુ ઉપાય કરવાથી એસીડીટી જેવી સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

Comments

Popular posts from this blog

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે