હવે માત્ર ૩૦ મીનટમાં જ તમારું પેટ થઈ જશે સાફ, ગરમ પાણી સાથે એક ચમચી પીઓ આ વસ્તુ, પેટનો વર્ષો જૂનો કચરો નીકળી જશે બહાર...
માત્ર ૩૦ મીનટમાં વર્ષો જુનો કબજીયાત દુર કરવા માટેની આયુર્વેદિક રીત .
મિત્રો આજે અમે તમારી સમક્ષ એક એવી આયુર્વેદિક દેશી દવાનો ઉપયોગ બતાવીશું કે જેનાથી તમારા પેટ માં વર્ષો થી ગમે તેવો કબજીયાત હશે માત્ર ૩૦ મીનટ માં તમને રાહત મળશે અને પૂરેપૂરી આયુર્વેદિક રીત હોવાથી કોઈપણ આડઅસર થશે નહિ.આયુર્વેદ કહે છે કે બધા રોગોનું મૂળ એ પેટ છે.જો તમારું પેટ સારું હશે તો તમને રોગો થવાના નથી માટે જો પેટ સાફ તો તમારી જીંદગી માંથી રોગો સાફ અને રોગો સાફ તો તમારી જિંદગી સાફ માટે આજે અમે તમને તમારી જિંદગીમાંથી રોગો ને કાયમી દુર કરવા માટે નો આયુર્વેદિક ઈલાજ જણાવીશું.જો મિત્રો રોજે રોજ આપડું પેટ સાફ ના થાય અને આંતરડાની અંદર કચરો જમા થાય ત્યારે આગળની જિંદગી માં ભયંકર રોગો થવાનું કારણ બને છે.
મિત્રો આયુર્વેદ ત્રણ સિદ્ધાંતો પર ચાલે છે (1) વાત (2) પિત્ત (3) કફ. આ વાત,કફ અને પિત્ત ત્રણ માંથી ગમે એનું બેલન્સ વિખાય એટલે આપણા શરીર માં રોગ દેખાય છે.એમાં જો આપણે આજે કબજીયાત વિશે જાણવાનું છે તો કબજીયાત ૯૦ ટકા વાયુ ના લીધે થાય છે.કબજીયાત વાયુ કુપિત થવાથી થાય છે.આયુર્વેદ એવું કહે છે કે કફ નું સ્થાન મોઢામાં છે. પિત્ત નું સ્થાન આપણી હોજરી માં છે અને વાયુ નું સ્થાન આપણા આંતરડા માં છે.જયારે જયારે વાયુ પોતાના સ્થાન પરથી ચલિત થઇ ને કુપિત થાય છે ત્યારે આપણને બધાને અનુભવ છે કે પંખા નીચે સુકવેલા કપડા સુકાય જાય છે એવી રીતે મોટા આંતરડા માં રહેલા પાણી ને સુકવી નાખે છે.અને આપણો મળ પથ્થર જેવો કઠણ થઈ જાય છે.એના લીધે આપડું પેટ રોજે રોજ સાફ થતું નથી એના લીધે મોટું આંતરડું બ્લોક થાય એટલે નાના આંતરડા ને સીધી અસર થાય એટલે એનું હલનચલન ઓછુ થાય એટલે એમાં ગેસ ઉત્પન્ન થાય છે અને એ ગેસ પાછો ઉપર આવે છે અને તે હોજરી માં આવે છે અને ઘણા બધા રોગો ઉત્પન્ન થાય છે.બીજું આપણે જોઈએ છીએ કે દરિયામાં મોજા અવાવનું કારણ પવન એટલે કે વાયુ છે એવી રીતે આપણા નાના આંતરડા ની હલનચલન એટલે કે આંકોચન સુકોચન પ્રકિયા જે ખોરાક ને આગળ ધકેલવાનું કામ કરે છે તે વાયુ કરે છે. જો આ પ્રક્રિયા ધીમી પડી જાય તો અને ત્યાં ગેસ બને છે જે હોઝરી માં આવે છે. ૨૪ કલાક માં નાના આંતરડા અને મોટા આંતરડા માંથી ખોરાક પસાર થઇ મળ રૂપે બહાર નીકળી જવો જોઈએ એ તંદુરસ્ત વ્યક્તિ ની નિશાની છે.પરંતુ આજે ૯૦ ટકા લોકો કબજીયાત થી પીડાય છે તો આજે આપણે એવી રીતે જણાવીશું કે જે દરેક માણસ ને ઉપયોગ માં આવે તો જાણીએ કબજીયાત કેવી રીતે દુર કરવો.
કબજીયાત દુર કરવાની સરળ આયુર્વેદિક રીત.
1. કબજીયાત દુર કરવાની આયુર્વેદિક રીત નંબર - 1 .
- ગરમ દૂધ લેવાનું છે અને બની શકે તો તેમાંથી મલાય કાઢી લેવાની છે.એવું એક કપ દૂધ લો.અને એ દૂધ માં એરંડીયુ આપણે જેને દેશી ભાષામાં દીવેલિયું કહીએ છીએ તે શુધ્ધ એરંડીયુ એક ચમચી નાખવાનું છે.તમને જાણીને નવાઈ લાગશે કે એરંડીયા ને ચરકે અને વાઘભટ્ટ જેવા આયુંર્વેદો એ એરંડિયાને એટલું બધું મહત્વ આપ્યું છે કે ૮૦ પ્રકાર ના વાયુના રોગો ને નાશ કરવાની તાકાત આ એરંડીયા માં છે.અને ઉપર કહ્યા પ્રમાણે કબજીયાત નું મૂળ કારણ કુપિત થયેલો વાયુ છે.એ વાયુ ને એના સ્થાન પર લાવવા માટે આ એક એરંડીયુ જબરદસ્ત એક અમૃત છે.
- આ ગરમ કરેલા દૂધ માં એરંડીયુ નાખી સવારે નરણા કોઠે પીવાનું છે.૩૦ મીનટ માં તમને એનો જુલાબ આવશે આવા ૪ થી ૫ જુલાબ થશે થોડા ર્થોડા અંતરે આવશે.અને આ રીત નો પ્રયોગ અઠવાડિયા માં એક વખત જ કરવાનો છે.
2. કબજીયાત દુર કરવાની આયુર્વેદિક રીત નંબર - 2 .
- ઘણા લોકો ને દૂધ ના ભાવતું હોઈ તો તેમના માટે આ બીજી રીત ખુજ ઉપયોગી છે. તપેલી માં એક ગ્લાસ પાણી લો અને તેમાં ત્રિફળા નું એક ચમચી ચૂર્ણ નાખો અને તેને ગરમ કરો. એને ત્યાં સુધી ગરમ કરો કે પાણી અડધું થઇ જાય.
- હવે તે અડધા પાણી માં એક ચમચી એરંડીયુ નાખીને સવારે નરણા કોઠે પીવાનું છે.૩૦ મીનટ માં જ બધા આંતરડા સાફ થઇ જશે.
Comments
Post a Comment