આ બીજને ધરતી પર ની સંજીવની તરીકે ઓળખવામાં આવે છે, 20 થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ...

 આજે એક સામાન્ય રીતે બહુ ઓછું જાણીતું છે અને ઘણાએ નામ પણ સાંભળ્યું નહી હોય, ઉપયોગમાં પણ બહુ ઓછું લેવાતું એવું એક સામાન્ય છતાં ઔષધકીય રીતે ઘણા જૂના રોગ ઉપર અસરકારક ઔષધ વિશે તમારી પાસે આજે વાત કરીશ. આ ઔષધ વિશે બહુ ઓછું લખાણ છે. ચાલીસેક વર્ષ પહેલાં આ ઔષધનો ઉપયોગ બહેનોના રોગમાં કોઈ કોઈ જગ્યાએ કે ડોશીવૈદા તરીકે ગ્રામ્ય સમાજમાં કરવામાં આવતો પણ આ ડોશીવૈદા સાથે આ ઔષધની જાણકારી અને ઉપયોગીતા પણ ચાલી ગઈ કે સાવ ઘટી ગઈ છે.

આ બીજને ધરતી પર ની સંજીવની તરીકે ઓળખવામાં આવે છે, 20 થી વધુ રોગોનો રામબાણ ઈલાજ છે આ વસ્તુ...
આ ઔષધને આપણા સમાજમાં તકમરીયા તરીકે ઓળખવામાં આવે છે. આ ઔષધ તુલસીના છોડના જાતના છોડ જેવો સુગંધી છોડ થાય છે. સુગંધ પણ તુલસીના છોડ જેવી આવે અને તેના બારીક કાળા સાવ જીણા બીને આપણે તકમરીયા તરીકે ઓળખીએ છીએ. ઔષધમાં તેને સ્વીલલેસીલ અને સંસ્કૃતમાં તેને બર્બરી તરીકે ઓળખવામાં આવે છે.

આપણે ઔષધમાં આ તકમરીયાનો ઉપયોગ કરીએ છીએ. આ તકમરીયા ઠંડા, મધુર, સ્નિગ્ધ, ધાતુપૌષ્ટિક, વિકૃતખીલ કૃમિઘ્ન, લોહી સુધારનાર, જ્વરઘ્ન, તાકાતજન્ય, મુતલ, રક્તસ્થંભક, વ્રણ રોપણ, હૃદયરોગ નિવારક, ભૂખ લગાડનાર, વેદના મટાડનાર, માથાના રોગ નિવારક, વાળ વધારનાર, સ્થંભન ગુણ ધરાવનાર, પીત્તશામક, બળતરામાં ફાયદાકારક, આર્તવરોગ અને ગર્ભાશયના રોગમાં અસર કારક, આંખની અને મગજની ગરમીના રોગમાં ઉપયોગી વગેરે અનેક રોગ આ સામાન્ય ઔષધ બહુ અસરકર્તા માલુમ પડ્યું છે.

આ ઔષધનો જો થોડોક વિસ્તૃત રીતે વિચાર કરીએ તો જે બહેનોને બીજા કોઈ ખાસ કારણ વિના અતિમાસિક આવતું હોય અને માસિક ખૂબ અને લાંબો વખત ચાલતું હોય, માસિક થોડું થોડું આવી પંદર-વીસ દિવસ લંબાતું હોય અને કોઈને મહિનામાં બે વખત આવતું હોય એ માટે અને જે બહેનોને સફેદ પાણીનો એટલે કે કાંઈ બીજા કોઈ ખાસ કારણ વિના પ્રદરરોગ લાંબો વખત થાય જૂનો મટતો ન હોય અને તેને લઈને અતિ નબળાઈ, કમ્મર ફાટવી, કળતર થવી, ચક્કર આવવા આવી બધી લાંબો વખત ચર્ચા ફરિયાદ હોય, મટતી ન હોય અને અતિ પ્રમાણમાં માસિકના હિસાબે શરીર ફિક્કું અને નબળું પડી ગયું હોય, આવા બહેનો બે ચમચી તકમરીયા, બે કપ જેટલા પાણીમાં રાત્રે પલાળી તેમાં બે ચમચી સાકરનો ભૂકો સાથે નાંખી રાતભર રાખી રોજ સવારે નરણા ત્રણથી છ મહિના પીવામાં આવે તો આ બંને જાતના બહેનોના છાના અને હઠીલા રોગમાં બહુ જ સારો ફાયદો થઈ જાય છે.

જે બહેનોને ધારીએ એ રીતે સ્ત્રીબીજ ઉત્પન્ન થતું ન હોય, કાં નબળું હોય, કાં સમયસર ફૂટતું ન હોય એટલે કે સ્રીબીજની ખામી હોય, કેલોપીન ટ્યુબ નબળી હોય, ગર્ભાશય તાકાત વિનાનું હોય, વારંવાર કસુવાવડ થતી હોય, ગર્ભનો વિકાસ થતો ન હોય, યોનીમાર્ગમાં આળાશ કે ગર્ભાશયમાં આળાશ હોય કે નાના નાના ચાંદા પડઘા હોય, સ્ત્રીબીજ અને વીર્યના સ્પર્મનો સમયસર મેળાપ થતો ન હોય તો આવા જાતની બધી તકલીફમાં રાત્રે બે ચમચી તકમરીયા પલાળી સાથે બે ચમચી સાકર નાંખી સવારે નરણાં પીતાં પહેલાં કમરકાકડીના મિંજ અને શતાવરીનો સરખે ભાગે કરેલા ચૂર્ણની નાની એક ચમચી મીક્સ કરી, હલાવી તુરત જ પી જવું. તે પછી એક કલાક સુધી કાંઈ ખાવું-પીવું નહી. આ પ્રયોગ છ માસથી એક વર્ષ કરવો. આ પ્રયોગ વખતે મરચું, ખટાશ અને રાયવાળી ચીજો તદ્દન બંધ કરી. આ સિદ્ધ પ્રયોગ છે.

જે વ્યક્તિઓને અમ્લપિત એટલે કે એસીડીટીના હિસાબે મોળ, છાતી કે પેટમાં બળતરા થતી હોય, ખાટા ઓડકાર આવતાં હોય, એસીડીટીના હિસાબે બેચેની અને છાતીમાં ગભરામણ અને દુઃખાવો રહેતો હોય, આવી વ્યક્તિઓને અને જે લોકોને આખા શરીરમાં પિત્તવિકૃતિથી બળતરા થતી હોય, પેશાબમાં બળતું હોય, મોઢામાં ચાંદા પડતા હોય, વારંવાર પેશાબમાં પસ થઈ આવતું હોય, પેશાબ ટીપે-ટીપે આવતો હોય, શરૂઆતની પૌરુષગ્રંથી એટલે કે પ્રોસ્ટેદારની તક લીફ હોય, અવાર-નવાર ઉનવા કે પેશાબમાં લોહી પડતું હોય, અવાર-નવાર નાકોળી ફૂટતી હોય કે હરસમાંથી લોહી પડતું હોય, હાડમાં કાંઈ કારણ વિના હાડીતાવ રહેતો હોય, જૂની કબજીયાત રહેતી હોય, કાયમ પિત્તની વિકૃતિના હિસાબે કે ગરમીના કારણે કે કબજીયાતને કારણે માથાનો દુઃખાવો રહેતો હોય, ઝાડે જતી વખતે કાયમ જોર કરવું પડતું હોય, વારંવાર શરીરમાં ગુમડા કે ચામડીના રોગ થતા હોય, આવી વ્યક્તિએ બે ચમચી તકમરીયાને સવારે એક કપ પાણીમાં પલાળી, બપોરે તેમાં એક કપ દૂધ ઉમેરી તેની સાથે એક ચમચી ગુલકંદ મીક્સ કરી ત્રણેક મહિના આ પ્રયોગ એકધારો ચાલુ રાખે અને પરેજીમાં મરચું-તમામ ખટાશ, તળેલા પદાર્થો અને મીઠાઈ બંધ કરે તો ચમત્કારિક ફાયદો થઈ જાય છે.

જે પુરુષો કે યુવાનોને વીર્યની ખૂબ ઓછપ હોય, ધાતુ ઓછી બનતી હોય, વારંવાર પેશાબમાં ધાતુ ચાલી જતી હોય, વારંવાર સ્વપ્નદોષ થવાથી પરેશાનીથી બધી રીતે નબળાઈ ભોગવવી પડતી હોય, વીર્યના કણ નહિવત્ હોય કાં નોરમલ કરતાં ઓછા રહેતા હોય અને આવા કારણથી ઘેર પારણુ બંધાતું ન હોય, જાતિયતા સાત મંદ પડી ગઈ હોય, વૃષણ સાવ નબળા હોય અને તેમાં સ્પર્મને ઉત્પન્ન કરવાની તાકાત ઘટી ગઈ હોય, શિઘ્ર પતનની ફરિયાદ કાયમ રહેતી હોય, આવા કે આવી જાતની ફરિયાદ હોય તેવી પુરુષ વ્યક્તિએ બેક ચમચી તકમરીયા, એક ચમચી શુદ્ધ માખણ, એક ચમચી સાકર, એક ચમચી ચ્યવનપ્રાશ અવલેહ-બધું 

સવારે જ મીક્સ કરી નરણા કોઠે ચાટી જવું અને ઉપર એકથી બે કપ મલાઈવાળું દૂધ પીવું અને ખોરાકમાં દૂધ, લીલોતરી શાક, પાકા કેળા, અડદની દાળ, સારુ કઠોળ, કાચા શાકભાજી, ગાજર વગેરેનો છૂટથી ઉપયોગ કરવો. બજારુ હલકી ચીજ અને વાસી ખોરાકનો ત્યાગ કરવો. આ પ્રયોગ કરવા જેવો છે.

જે બહેનોને માથામાં ખોડો ન હોય અને બીજા કોઈ કારણ ન હોય અને છતા માથાના વાળ રોજ ગુંચળાને ગુંચળા ભરી ખરીને એકદમ પાંખા બની ગયા હોય, વાળ બટકી જતાં હોય, વાળની સુંવાળપ ઘટી ગઈ હોય અને કાં રફ થઈ ગઈ હોય, ચમક ઘટી ગઈ હોય, આવા બહેનો રોજ બે ચમચી તકમરીયા રાત્રે પલાળી તેમાં સવારે બે ચમચી સાકર અને એક ચમચી આમળાનું ચૂર્ણ ઉમેરી હલાવી, ઉપર બે કપ એલચીવાળું દૂધ પીવાનું. આ પ્રયોગ નિયમિત છ માસથી નવ માસ કરવામાં આવે તો વાળ ખરતાં બંધ થઈ જઈ વાળનો જથ્થો વધી જાય છે. આ પ્રયોગ કરવા જેવો છે. આ પ્રયોગ વખતે સાત્ત્વિક ખોરાક, દૂધ, સલાડ, માખણ અને લીલોત્તરી શાકનો સરખો મારો રાખવો.

આંતરડામાં કે હોજરીમાં અલ્સર પડ્યું હોય અને કોઈ કોઈ વખત લોહીની ઊલટી કે ઝાડામાં લોહી પડતું હોય અને આ હુમલો અવાર-નવાર હેરાન કરતો હોય, આવા લોકોએ રાત્રે બે ચમચી તકમરીયા બુડાબુડ પાણીમાં પલાળી તેમાં સવારે માત્ર સાકર વિનાનું દૂધ ઉમેરી હલાવી નરણા પી જવું. એવી રીતે સવારે પલાળી સાંજે પી જવું. તો આવી જૂની અલ્સરની બીમારી મટી શકે છે અને લોહીના ઝાડા કે લોહીની ઊલટી પણ બંધ થઈ જાય છે. આ પ્રયોગ એકધારો એક વર્ષ કરવો. આ બીમારીમાં મરચું, રાય, દહીં, છાશ, તમામ ખટાશ, મીઠાઈ, મિષ્ટાન, ફરસાણ, બજારુ ચીજ, ખાટા ફૂટ, ગરમ ખોરાક તદ્દન બંધ કરવો અને મોળું દૂધ ચાર વખત અને બે વખત પોપૈયું અચુક લેવું. આ પ્રયોગ પણ સિદ્ધ થઈ ચૂકેલો છે.

એટલું જ નહિ. આ સામાન્ય અને સમાજમાં બહુ જ ઓછું જાણીતું આ સામાન્ય ઔષધ હૃદયની દીવાલ અને તેની લોહીની નળીઓને મજબૂત બનાવે છે મગજની રક્તવાહિનીને મજબૂત બનાવે છે. શરીરની રક્તવાહિનીઓને પણ શક્તિ આપે છે. વીટામીન ‘C'ની ખામીને હિસાબે શરીરમાં પડતા લીલા ચકામા તે રક્તવાહિનીની દીવાલો નબળી હોવાથી ફાટી જાય છે અને લીલા ચકામા પડે છે આવી નબળી રક્તવાહિનીની દીવાલોને મજબૂત કરવાનો અને શરી૨ના અવયવોન દીવાલોને મજબૂત કરવાનો મોટામાં મોટો ગુણ છે એટલે આ રીતે હૃદય, મગજન રોગમાં પણ બહુ જ ફાયદાકારક માલુમ પડ્યું છે. બીજા પણ ઘણા રોગ ઉપર કામ આપે છે.

Comments

Popular posts from this blog

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે