બાળકોના સ્વાસ્થ્ય માટે ખાસ વાચવાં જેવી માહિતી. કોઈ પણ દવા લીધા વગર આ ઘરેલુ ઉપાયથી બાળકોના દરેક પ્રકારની બીમારીઓ થશે દૂર..
હવે બે બસ ના યુગમાં જો બાળક સામાન્ય માંદગીમાં પણ માંદું પડે તો પણ યુવાન મા-બાપના જીવ અદ્ધર થઈ જાય છે અને આવા મા-બાપ આવા સમયે વધારે હાંફળા-ફોકળા બની મૂંઝાઈને બિચારા દોડા દોડી અને ચિંતા કરતાં હોય છે. પચાસ વર્ષ પહેલાના યુગમાં એ વખતની પેઢીમાં સંયુક્ત કુટુંબના વડીલ માઓને બાળકોના રોગ વિશે અને તેની સારવાર માટે ઠીકઠીક જાણકારી હતી અને બાળકોની સામાન્ય માંદગીમાં આવું ડોશીવૈદું કુટુંબના પરિવારના બાળકો માટે તો ઉપયોગી થઈ પડતું પણ આસપાસના પાડોશી પરિવારના બાળકો પણ ઘણે ભાગે આવા ડોશી વૈદોથી મોટેભાગે સાજા થઈ જતાં.
એટલું જ નહિ પણ આવા ડોશીવૈદ્યની જાણકારી દરેક ગામડાંમાં આવા ચાર-છ માજીઓ તો હોય જ અને આવા માજીઓ પોતાના ડોશી વૈદાના નુસકાથી મોટા ભાગના ગામડાના બાળકોને અને ઘી વખત મોટી ઉંમરના બીમાર પડેલા સ્ત્રી-પુરુષોને સાજા કરી શકતા પણ વિભક્ત કુટુંબની ફૅશન પછી જે દીકરાની વહુઓમાં પરંપરાની રીતે આવું ડોશી વૈદાનું જ્ઞાન કે સમજ આવવી જોઈએ તે સમજ આવી વિભક્ત પરિસ્થિતિ થવાથી ક્રમે ક્રમે લુપ્ત થઈ ગઈ. હજુ ક્યાંક ક્યાંક ગામડાંમાં આજે માંડ દશેક ટકા જળવાય રહી છે.
જે ત્યાં ગામડાંમાં પણ દશ વર્ષ પછી આવું ડોશી વૈદું નિર્મૂળ થઈ જવાનું. મોટી ઉંમરની વ્યક્તિ તો પોતાના રોગની વાત બોલીને બતાવી શકે એટલે તેનું નિદાન કરવું સાવ સહેલું બની જાય પણ અબોલ નાના બાળકોના રોગનું નિદાન કરી તેના ડોશી વૈદાના નુસકા અજમાવી સાજા કરવા આ કામ વિશેષ અઘરું અને અનુભવનું હોવાથી એ અનુભવી માજીઓ અર્ધા ડૉક્ટર વૈઘ જેટલું એ જમાનામાં કામ આપતા. સ્વાતંત્ર્યતા પ્રાપ્ત પછી ગામડામાં વિશેષ સારવાર અને સુવિધા વધી ગઈ છે તેની ના નહિ પણ તોય હજુ ઘણું કામ કરવું બાકી છે. ત્યારે આવા ડોશી વૈદાની જાણકારી ગ્રામ્ય પ્રજામાં કે વિભક્ત યુવાન પેઢીને બહુ જ ઉપયોગી થઈ પડે એવું જરૂરી લાગતાં અહીં થોડાક બાળકોના રોગના એક એક બબ્બે નુસકા આપવાથી શહેરી અને ગ્રામ્ય સમાજને ઉપયોગી થઈ પડશે.
બાળકોના મુખ્ય રોગની વાત કરીએ તો શરદી, તાવ, ઝાડા, ઊલટી, વરાધ એટલે શરદીની હાંફ, પેટમાં ચૂંક, પેટ ચડવું, કબજિયાત, ડાહેરીયા, મરડો, ઓરી, અછબડા, બાળકોને કંગી એટલે રીકેટસણ, તાણ, કરમીયાં, ગુમડાં, ફટકીયાં ગુમડા, મોઢું આવવું, આંખો ઊઠવી વગેરે દર્દો ખાસ પ્રમાણમાં ઓછી દેખા દેતાં હોય છે. ઉપરાંત બાળકનું રડવું તે તો રોગના કોઈ કારણસર હોય છે.
પહેલાના યુગમાં બાળકની માને દોઢ બે વર્ષ સુધી ધોધમાર ધાવણ આવતું. આવી ધાવણની સરવાણી છેલ્લા ચાલીશ પીસ્તાલીશ ન થયા ધીમે ધીમે માથા માંડી છે અને છેલ્લા દશ વર્ષ થયાં આવી માના ધાવણની સરવાણી છે દેખા દે છે. અગાઉના યુગમાં કોઇક યુવાન માતાને ધાવણ ન આવતું તેથી યાદ લાગતી અને આ યુગમાં કોઇકને સરખું એકાદ બે વર્ષ ધાવણ આવે છે તો નવાઇ લાગે છે પણ તેની ચર્ચા અહીં કરવા માગતો નથી.
એ યુગમાં બાળક બીમાર પડતું તો મા ને દવા આપી મોટાભાગે સાજુ કરાતું કે જરૂર પડે તો જ બાળકને ઓષડ અપાતું પણ અત્યારે તો જ્યાં ઘાવશે જનની એટલે માને ઔષધ આપવાની વાત જ આવતી નથી. મોટું જમણવાર હોય તો નાના બાળકની માતા માટે ખાંડની નહીં પણ ગોળનું બનાવેલ મીશન્ન હતું અને મોટા ભાગે બાળક બીમાર ન પડે એટલે માતાના ખોરાક ઉપર અમુક જાતનો ખાવા-પીવા ઉપર મા કે સાસુ તરફથી કંટ્રોલ રખાતો.
હવે આપણે બાળકોના રોગ ઉપરની એક એક રોગ ઉપરના અનેક નુસખા છે તેમાંથી એક એક રોગ ઉપર એક અથવા બે નુસખા અહીં વિચારીશું.
(૧) શરદી સામાન્ય હોય તો તુલસીના પાનના રસના ત્રણ ટીપા સ્હેજ ગોળ અને ચપટી હળદર મીક્સ કરી એક ચમચી દૂધ સાથે મીક્સ કરી દિવસમાં બે કે ત્રણ વખત ચારથી છ દિવસ આપો. સામાન્ય શરદી-ઉધરસ મટી જશે. શરદીનો બીજો પ્રયોગઃ આદુના સ્વરસના ત્રણ ટીપાં-સ્હેજ ગોળ, એક લવીંગનું ટોપકું, એક વાટકી એક ચમચી નવશેકા દૂધમાં મીક્સ કરી દિવસમાં ત્રણ વખત ચારથી છ દિવસ આપો. ઉપરાંત સવાર-સાંજ ગોટાનો સામાન્ય શૈક છાતી ઉપર દશ-દશ મિનિટ કરવો,
(૨) વરાધ એટલે કે ભરાણી કે હાંફ જેવું દૃઢ થઈ ગયું હોય તો અરડુ સીના પાનનો સ્વરસ બે ટીપાં, શતાબના સ્વરસના બે ટીપાં, સહેજ ફુલાયેલો ટંકણખાર અને તે બધું એક ચમચી ગોળના નવસેકા પાણીમાં મીક્સ કરી દિવસમાં ત્રણ-ચારથી છ દિવસ આપવામાં આવે તો વરાધ એટલે હાંફણી કાબૂમાં આવી જાય છે.
(૩) બાળકના માથાના ગુમડા માટે કપિલો દશ ગ્રામ, કપુર દશ ગ્રામ. આ બંનેને કરંજના તેલમાં મેળવી તેનો મલમ બનાવી માથામાં ન મટે ત્યાં સુધી દિવસમાં બે વખત લગાડો અને રોજ લીમડાના ઉકાળેલા પાણીથી માથું ધોતા રહો એટલે માથાના (બાળકોના-મોટા બાળકોના) ગુમડા મટી જશે .
(૪) બાળકોને ઝાડા માટે બીલાનો ગર્ભ, અતિવિષની કળી, કેરીની ગોટલી, કાકડાશીંગી સરખે ભાગે લઈ ચૂર્ણ બનાવી ચણા જેટલું દિવસમાં ત્રણ વખત પાંચ દિવસ ગોળના પાણી સાથે આપવામાં આવે તો ડાહેરીયા ટાઈપના પાણી જેવા ઝડા કાબુમાં આવી જાય છે. મરડા જેવા ઝાડા માટે હરડેનો પાવડર ચણાની દાળ જેટલો એકથી અર્ધી ચમચી એરંડીયુ તેલ સાથે અને સ્ટેજ મધ નાખી દિવસમાં બેથી ત્રણ દિવસ આપવામાં આવે તો નાના-મોટા બાળકોનો મરડો મટી જાય છે.
Comments
Post a Comment