જાણો ટામેટાના ફાયદા અને નુકસાન. ટામેટાના ઘરગથ્થુ ઉપાયો અને રીત. ટમેટા તંદુરસ્તીમાં ટોપ

 ટમેટાને કોણ નહિ ઓળખતું હોય હવે તો બહેનો સાડી લેવા સ્ટોરમાં જાય ત્યાં પણ ટમેટા કલરની સાડી બોલીને ટમેટાને એક યા બીજી રીતે યાદ કરી લેતાં હોય છે. પહેલા તો ટમેટા અમુક સીઝનમાં જ મળતા પણ હવે તો સસ્તા-મોંઘા પણ ટમેટા લગભગ બારે માસ મળે છે. તમારા ભોજનમાં આખા દિવસમાં ભોજન સામગ્રીમાં ક્યાંય તો ટમેટું આવતું જ હોય છે. દાળ-શાકમાં, કાં ચટણીમાં, કાં શાક સ્વરૂપે. હૉટલવાળા હવે સેવ-ટમેટાનું શાક ખાસ બનાવે છે અને લોકોને ભાવે છે. પણ એટલું જ, ક્યાંક આપણે રોજ ટમેટાનો સોસ વાપરીએ છીએ, તો ક્યાંય બ્રેડ સ્લાઈસીઝમાં, સલાડમાં ભરાવી ખાય લેતાં હોય છે. આમ આ પરદેશથી આવેલ ટમેટું આખી દુનિયામાં એટલુ બધું પ્રિય થઈ પડ્યું છે કે ઘણા લોકો તો મેં એવા જોયા છે કે જેઓને રોજ સેવ-ટમેટાનું શાક જોઈએ અને જો ન કર્યું હોય તો ઘણા કિશોર વયના બાળકો રિસાઈને તે દિવસે જમે નહિ. 

જાણો ટામેટાના ફાયદા અને નુકસાન. ટામેટાના ઘરગથ્થુ ઉપાયો અને રીત. ટમેટા તંદુરસ્તીમાં ટોપ

બીજા શાક કે સંતરા, મોસંબી ફળ કરતાંય જે છ પ્રકારના વિટામીન્સ હોય છે તેમાં પાંચ પ્રકારના વિટામીન્સો તો એકલા ટમેટામાં હુબહુ ભર્યા હોય છે. ટમેટામાં વિટામીન A , B  અને C  નો તો ખજાનો ભર્યો પડ્યો છે. એ ઉપરાંત ખનિજ તત્ત્વ પણ સારા પ્રમાણમાં છે. લોહ, ફોસ્ફેટ, કેલ્શિયમ, મેલિક એસીડ, કેલ્શિયમ, મેગ્નેશીયમ, સાઈટ્રીક એસીડ વિગેરે તત્ત્વો ટમેટામાં ઠાંસી ઠાંસીને એવા ભર્યા છે કે તે નાના બાળકો, કિશોરો, યુવાનોને, આધેડ લોકોને અને વૃદ્ધ ઉંમરનાને બહુ જ ઉપયોગી છે. બહેનો માટે પણ ઘણી જાતની તકલીફોમાં સારુ કામ આપે છે.

જેમ ઘણી વખત વ્યક્તિમાં સુંદરતા એટલી બધી ઊભરાતી હોય કે ન પૂછો વાત પણ તેમાં હોંશીયારીનો છાંટોય ન હોય તો એવું ટમેટામાં નથી. સુંદરતા તો ઊડીને આંખે વળગે એવી લાલ ચળકતી લીસી, મખમલી સપાટી એવી આકર્ષક હોય કે શાક માર્કેટની દુકાને જઈએ ત્યારે પહેલી નજર ટમેટા ઉપર પડે. આમ, ટમેટા એકલા રૂપાળા નથી પણ તેમાં ગુણોનો ભંડાર પણ કુદરતે ધરબી ધરબીને ભર્યો છે. આવો સમન્વય કુદરત ભાગ્યે જ મૂકે છે. એવા ટમેટાના ગુણોનો આજે આપણે વિગતવાર વિચાર કરીએ.

જે બહેનોને ગર્ભ રહ્યા પછી ગર્ભનો વિકાસ અટકી પડે અને સાતમો મહિનો બેઠા પછી પણ ગર્ભ માંડ અઢી મહિનાનો સુકાઈ ગયેલો લાગે અને દવા કર્યા પછી પણ ગર્ભનો વિકાસ થતો ન હોય. આવું એક વખત નહી પણ ઉપરા ઉપર બે-ત્રણ વખત આવી જ પરિસ્થિતિ થાય. આવા બહેનોએ અગાઉથી જ ગર્ભ રહ્યા પહેલા જ રોજ પાંચ ટમેટાનો સુપ કાઢી તેમાં ત્રણ-ચાર ચમચી ગ્લુકોઝ નાંખી રોજ
પીધું અને ત્રણ-ચાર મહિના બિધિત સેવન કરવાથી ગતિ પોષણ આપનાર તો કામ કરવા માંડી જાય છે અને ગર્ભ રહ્યા પછી ૫૪ સુપ એ જ રીતે ચાલુ રાખો અને તેમાં હવે માખણની બે ચમચી ઉમેરતાં જાવ. આ સુખ નતે ના મહિના ગાલુ રાખો એટલે ગર્ભનો વિકારા નોર્મલ રહી બાળકે પણ તેમ્સ જન્મી. જેઓનું શરીર કાયમ હિબ્રુ અને પીળું પંચક રહે છે અને દવા જોઇએ તેવું કામ કરતી નથી તેવા લોકોએ ટમેટાના સુપમાં બે ચમચી વનપ્રાશ અવલેહ મીમ કરી સવાર-સાંજ ચારથી છ મારા પીનું શરીર ટમેટા જેવું લાલઘૂમ બની જી.

જે વ્યક્તિની ભૂખ મંદ પડી ગઇ હોય, પાચક રસો જોઇએ તે પ્રમાણે ઉત્પન્ન થતા ન હોય અને શરીર ઘસાતું જતું હોય અથવા લોકોએ માફક આવે એટલા ટમેટાના બટકા કરી તેના ઉપર નિમક, મરીની ભૂકી, ધાણાજીરું સહેજ સાકર છાંટી સવારે નરણા અને સાંજે પાંચ વાગ્યે ચારથી પાંચ માસ ખાવાનો નિયમ રાખવો. ધીમે ધીમે ભૂખ ઊઘડશે અને એકાદ મહિને તમને નોર્મલ ભૂખ લાગવા માંડશે..

જે લોકોની પુરુષો કે બહેનોની કે યુવાન-યુવાતીઓની સુંદરતા ઝાંખી પડવા માંડી હોય, શરીર અને ચહેરો કાળો પડવા માંડ્યો હોય, ચહેરા ઉપર યુવાન વયે કડચલી પડવા માંડી હોય, શરીર અને ચહેરાનો પ્રભાવ ઘટી જઈ ઓજસ વિનાનું ઝાંખુ પડતું હોય તેવા લોકોએ અઢીસો-ત્રણસો ગ્રામ ટમેટાના સાવ જીણાં બટકાં કરી તેમાં બે ચમચી માખણ, બે ચમચી મધ મીક્સ કરી ઉપર નિમક, મરીનો પાવડર ભભરાવી રોજ સવાર અને સાંજ છ મહિના ખાય તો ફરી અગાઉની સુંદરતા ધીમે ધીમે આવતી જાય છે અને છ મહિનામાં મૂળ જેવા જ સૌન્દર્યવાન બની પ્રભાવશાળી બની શકો છો. આ ઉપરાંત દરેક વ્યક્તિ ટમેટાના રસમાં ચોખ્ખા તલના તેલની બે ચમચી મીક્સ કરી સવારે સ્નાન કર્યા પહેલા અર્ધો કલાક શરીરે માલીસ કરવાથી વધારે વેગ મળશે.

જે બાળકો નબળા રહેતા, ધાવણની અછતમાં બે મહિનાની ઉંમરથી જ મીલ્ક પાવડર ઉપર ઉછરેવા પડતા હોય તેને લઈને પેટ ડબા જેવું બની જઈ, હાથ-પગ દોરડા જેવા લાગતા હોય.તેવી મોટી ઉંમરના બાળકો એકથી ચાર-પાંચ વર્ષના બાળ કોનો તેની ઉંમરના હિસાબે તેના શરીર અને બુદ્ધિનો વિકાસ ઘણો જ મંદ દેખાતો હોય અને વજન પણ ઘણું ઓછું અને ઘણી વખત આવા બાળકોને અવાર-નવાર અજીર્ણના ઝાડા કે ઊલટી થઈ જતાં હોય આવા અવિકસિત અને માંદલા દેખાતા બાળકોને પા પા કપ ટમેટાનો જ્યુસ, મધ, માખણ સાથે સવાર-સાંજ ચાર-પાંચ મહિના પીવડાવવામાં આવે અને મોટા બાળકોને અર્ધાથી એક કપ પીવડાવવામાં આવે તો બાળક બધી રીતે રૂષ્ટપુષ્ટ બની શકે છે અને રોગીષ્ટ બાળક તંદુરસ્ત બને છે.

જે બાળકોની, કિશોરોની કે યુવાન કે મોટી ઉંમરના આધેડ વૃદ્ધ લોકોની યાદ શક્તિ નબળી થવા માંડે કે યાદશક્ત પહેલેથી જ નબળી હોય તેવા લોકોએ ટામેટાનો જ્યુસમાં એકથી અર્ધી ચમચી બ્રાહી ચૂર્ણ અને બે ચમચી માખણ મીક્સ કરી સવાર-સાંજ ચારથી છ માસ શેયને કરવાથી તીવ્ર યાદશક્ત બની શકે છે.
વાળ વૃદ્ધિમાં પણ ટમેટા ક્રમ નથી. જે બહેનો કે ભાઇઓના વાળ ખરતા હોય, વાળ ટૂંકા અને પાંખા હોય તેવા લોકોએ ટમેટાના જ્યુરામાં બે ચમચી તલનું તેલ અને બે ચમચી વનપ્રાસ અવલેહ મીરા કરી તેમાં સહેજ નિમક, મરી અને ધાણાજીરુંની પાવડર મેળવી સવાર-સાંજ નિયમિત ચાર-છ માસ પીવામાં આવે તો લોહી વર્તન કરનારી નળીઓ વધારે કાર્યરત બને છે અને વાળને જરૂરી તત્ત્વો પણ એટલા જ મળવાથી વાળની મજબૂતાઈ વધે છે અને વાળ ઘાટા બને છે. વાળની તકલીફવાળા વ્યક્તિઓ તો માફક આવે તો રોજ ટમેટાનું શાક ખાય તો જ વાળ માટે વિશેષ ઉપયોગી બનશે.

ઘણાને કાયમ કબજિયાતની તાસિર હોય છે. કોઈ દિવસ તેઓ સંતોષ કારક રીતે પેટ સાફ ન આવ્યું એમ કહે, જુદી જુદી રીતે જુલાબ લાગે તેવી દવાઓ ખાતા હોય છે. અને થોડાક દિ' એક જુલાબની ગોળી અનુકૂળ આવે તે પછી. તે હથિયાર પણ બુઠું થઈ જાય છે. આવા જૂની કબજિયાતના બંધાણીઓ જો નિયમિત ટમેટાનું બે વખત સવાર-સાંજ સૂપ પીવે તો તેનામાં જૂની કબજિયાતનો દોષ મટાડીને કાયમ સરખી રીતે પેટ સાફ લાવવાનો ગુણ છે. અને કાયમ ફાકી, ગોળી ઓમાંથી મુક્ત થવાય છે, તમે કદાચ નહીં માનો! પણ ટમેટાનો સૂપ એક ગ્લાસ રોજ સાંજે જમવા સાથે પીવામાં આવે તો અનિદ્રાનો રોગ મટી શકે છે. જે લોકોને કાયમ ઊંઘ માટેની ગોળીઓ લેવી પડતી હોય તેવા લોકો આ પ્રયોગ જરૂર અજમાવે. અને ધીમે ધીમે આઠ-આઠ દિવસે ગોળીનું પ્રમાણ પોણી અર્ધી અને પા ઘટાડતાં કાઢી નાંખે અને પછી ટમેટાનું સૂપ પણ ચાર-છ મહિને ઘટાડતાં ઘટાડતાં રૂપમાંથી પણ નીકળી જવાશે અને તમે કાયમ મીઠી ગાઢ નિદ્રા મેળવી શકશો.
ઘણાના પેટમાં નાની-મોટી વાત એટલે કે કરમિયા જોવા મળે છે. ટમેટાના આવા કરમિયાના રોગમાં ફાયદો કરવાનો મોટામાં મોટો ગુણ છે. આવી કરમિયાવાળી વ્યક્તિને ટમેટાનું રોજ એક વખત શાક બનાવીને ખવડાવવાથી પેટના કરમિયાનો રોગ નાબુદ થાય છે.

ટમેટાના રસમાં એક ચમચી લીંબોળીનું તેલ મિક્સ કરી સવારે સ્નાન કર્યા પહેલા અધિ કલાક વહેલા શરીરે ચોળીને પછી નહાવાથી શરીરમાં આવતી ખુજલી, ખસ, દાદર નાબુદ થઈને મટી જાય છે.

ટમેટાનું રોજ બપોરે શાક કરી નિયમિત ત્રણ-ચાર મહિના ખાવાથી દાંતના પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે. દાંતના પેઢા મજબૂત બને છે અને દાંત સ્વચ્છ બને છે.

એક કપ ટમેટાનો જ્યુસ વધારી તેમાં અર્જુનારિષ્ટની એક ચમચી અને દ્રાક્ષાસવની એક ચમચી મિક્સ કરી દિવસમાં બે વખત પીવાથી શરીરમાં કાયમ
રહેતી નબળાઈ દૂર થઈ શરીરમાં એક અજબ જોમ અને શિક્ત આવે છે. આવું પ્રવાહી હૃદયરોગવાળાને પણ આપવાથી ફાયદો થાય છે.

જુઓ, આમ ટમેટામાં માણસ જાત માટે અતિ ઉપયોગી અને ઘણા રોગ ઉપર કામ કરતા હોવા છતાંય અમુક રોગમાં આ ટમેટા લેવાની અમારા આયુર્વેદમાં ના પાડી છે. જે લોકોને અમ્લપિત્ત રહેતું હોય એટલે કે એસીડીટી, જે લોકોને પથરી હોય, જે લોકોને સોજા રહેતા હોય, શરીરમાં સાંધા જલાઈ જતા હોય કે શરીરમાં વા હેરાન કરતો હોય, જેઓને પેટમાં ગમે ત્યાં અલ્સર થતું હોય કે ઊલટીઓ થતી હોય કે જેઓને અવારનવાર વિકાર કે શિળશ નીકળતું હોય. આવા દર્દીઓને ટમેટા કોઈ પણ સ્વરૂપે ખાવા જોઈએ નહી.

આમ આ સિવાય ટમેટા પોતે ઘણા રોગ ઉપર ઉત્તમ ફાયદો કરે છે. ટમેટાનો જ્યારે ઉપયોગ કરો ત્યારે બે-ચાર વખત સારા પાણીથી ટમેટાને નવડા વીને ઉપયોગ કરવો.

કપાળે ટીલું લીલુને, ચૂંદડી ઓઢેલી લાલ, આમ રૂપાળા દેખાવને, મખમલી માથે ટાલ, મોઢામાં એવું પાણી છૂટે, જ્યારે નજરે ચડે એ ફાલ, બીમાર સૌ ખાવા માંડે તો બનાવે લાલ ગાલ

Comments

Popular posts from this blog

શરીરની નબળાઈ દૂર કરવાથી લઈને સાંધાના દુખાવા દૂર કરે છે આ વસ્તુ, મફતમાં મળી જશે કોઈ પણ જગ્યાએથી.

શું તમે જાણો છો ઔષધીય ગુણોથી ભરપૂર કારેલાના ફાયદા? ફાયદા જાણીને તમે પણ ખાવા લાગશો કડવા કરેલા...

આવા લોકોએ ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ, ખાતા પહેલા જરૂરથી જાણીલો, જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે