જાતિય દુર્બળતા સતાવતી હોય તો અપનાવો આ દેશી ઉપાય... જાણો ખજૂરના ફાયદાઓ અને રીત મળશે 100 ટકા રીજલ્ટ...
કબજિયાતની તકલીફ સતાવતી હોય તો ખજૂર રેસ માટે રામબાણ ઈલાજ પૂરવાર થાય છે. ખજૂરને સ્વચ્છ પાણીથી ધોઈ થોડાંક કલાક પાણીમાં પલાળી નરમ પડે એટલે તેનાં ઠળિયાં કાઢી તેનો ઘાટ્ટો રસ કાઢી સિરપ જેવું બનાવીને પીવાથી પેટ સાફ થાય છે.
વધુ પડતો દારૂ પીવાઈ ગયો હોય તે સમયે ખજૂર નશો ઉતારણ માટે ઉપયોગી છે. પીવાના પાણીમાં તાજા ખજૂરને મસળી પીવાથી તરત જ નશો ઊતરી જાય છે. ખજૂરને રાત્રે પાણીમાં પલાળી સવારે તેમાંથી બિયાં છૂટા કરી તે જ પાણીમાં એકરસ કરી પીવાથી નબળા પડેલા હૃદયને શક્તિ મળે છે. આ પ્રયોગ સપ્તાહમાં બે વાર કરવો.
ખારેકમાંથી બિયાં કાઢી સાધારણ ખાંડ નાંખી તેમાં બદામ, બે દાણા પિસ્તા, ચારોળી, દળેલી સાકર મિક્સ કરી મસાલો તૈયાર કરવો. ઘીને વઘારી આ મસાલાને તેમાં સાત-આઠ દિવસ રાખી આથો આવવા દેવો.
રોજ બે તોલા માત્રામાં આથાનું સેવન કરવું. જાતિય દુર્બળતા સતાવતી હોય તેવી વ્યક્તિ ખજૂરનો ઔષધી તરીકે ઉપયોગ કરે તો તે રામબાણ ઈલાજ સાબિત થાય છે. થોડું ખજૂર બકરીના દૂધમાં રાતે પલાળી રાખવું અને તેના ળિયાં કાઢી તે જ દૂધમાં વારી નાખવું. પટી એલચીનો ભૂક્કો અને મધ મેળવી તેનું સેવન કરવાથી કામોત્તેજના વધે છે તથા નપુંસકતા દૂર થાય છે.
બાળકને દાંત આવતા હોય ત્યારે બાળક ડાયેરિયા એટલે કે પાતળાં દસ્તથી પીડાતું હોય છે. આ સમય દરમિયાન ખજુરને પલાળી તે બિયાં કાઢી તેની પેસ્ટ બનાવી તેમાં મધ ભેળવી બાળકને પાવાથી રાહત થાય છે. આ પ્રયોગ દિવરામાં ત્રણ વખત કરવો. રક્તપિત્તની તકલીફથી પીડાતા દર્દીને મધ સાથે ખજૂર ખાવા આપવું.
લાંબા સમયથી ઝીણો તાવ રહેતો હોય તેને ખારેક, સૂંઠ, દ્રાક્ષ, સાકર અને ઘી દૂધમાં નાંખી દૂધ ઠારીને પાવું. પ્રદરની તકલીફ હોય તો ખારેકમાં બિયાં ખાંડી, ઘીમાં તળી તેમાં ગોપીચંદની ભૂકી નાંખીને આપવું. પ્રમેહ રોગમાં ખજૂર છાશ સાથે લેવામાં લાભપ્રદ છે.
ખજૂર રક્તની શુદ્ધિ તથા આંતરડાના દોષ દૂર કરે છે. ખજૂરમાં રહેલો મધુરરસ શરીરની તથા રક્તની ગરમી દૂર કરી રક્તને શીત તથા દોષ રહિત બનાવે છે. આમ તે જીવનશક્તિ વધારી શરીરને સુંદર સુદ્રઢ બનાવે છે.
ખજૂર ઉત્તમ મેવો-ટોનિક તથા ફળ હોવા ઉપરાંત જલદી પચી જતી હોવાથી અબાલવૃદ્ધ સર્વ માટે ઉપકારી છે. કફ પ્રકૃત્તિવાળા બાળકો માટે આ ઋતુમાં માપસર ખાવાથી તે ઉત્તમ લાભ આપે છે.
ખજૂરને રાત્રે પાણીમાં પલાળી કે દૂધમાં બરાબર પકાવી સવારે ખાવાથી વિશેષ પેટનાં દર્દમાં તથા કાયમી કબજીયાતવાળા માટે ઉપયોગી ઔષધ બને છે. - ખજૂર દૂધ કે ચોખ્ખા ઘી સાથે ખાવાથી શરીરનાં કોઈ પણ ભાગમાંથી થતો રક્તસ્ત્રાવ કે રક્તપિત્ત મટે છે,
અતિ મદ્યપાન કે ફેફસાં-આંતરડામાં પડેલ ચાંદાને ખજૂરના નિત્ય સેવનથી આવે છે.
ખજૂર અને છાશ સાથે લેવાથી વારંવાર થતી ખાટી ઉલટી તથા અમ્લપિત્ત (એસીડીટી) પણ મટે છે. – નિયમિત ખજૂર ખાનાર વ્યક્તિની ઊંચાઈ તથા મજબૂતાઈ વધતી હોવાથી નબળા તથા ઠીંગણા વ્યક્તિએ તેનો પ્રયોગ કરવા જેવો છે.
લાલ કરતાં જરા કાળાશ પડતી બજારમાં મળતી ખજૂરને પાણીથી ધોઈ સ્વચ્છ કરી સૂકવીને ગાય કે ભેંસનાં દૂધ કે ઘી સાથે ખાવાથી ઉત્તમ લાભ કરે છે.
Comments
Post a Comment