બાળકો ઘણીવાર ઢોસા કે ઈડલીની જીદ કરતા હોય છે, પરંતુ ખીરુ બનાવવામાં બહુ વાર લાગતી હોવાથી તેમની જીદ પૂરી કરવી મુશ્કેલ થઈ જતી હોય છે.

અહીં ઈન્સ્ટન્ટ ઢોસાની રેસિપિ બતાઈ છે જેમાં. ખીરુ બનાવવા માટે નહીં પલાળી રાખવી પડે દાળ.

માત્ર 15 જ મિનિટમાં તૈયાર થઈ જશે ક્રિસ્પી અને ટેસ્ટી મસાલા ઢોસા. નોંધી રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

Instant Crispy Dosa બનાવવા માટેની સામગ્રી:

 • 1 કપ ઘઉંનો લોટ,
 • અડધો કપ ઝીણી સોજી,
 • પા કપ ખાટું દહીં,
 • 2 મોટી ચપટી બેકિંગ સોડા,
 • 1 ચમચી મીઠું,
 • 1 ટી સ્પૂન દળેલી ખાંડ,
 • બટર,
 • પનીર

Instant Crispy Dosa બનાવવા માટેના સ્ટફિંગની સામગ્રી:

 • 3 બાફેલાં બટાકાં છોલીને ક્રશ કરેલાં,
 • 1 મોટી ડુંગળી ઝીણી સમારેલી
 • 2 ટેબલસ્પૂન તેલ
 • 1 ચમચી મીઠું
 • 1 ચમચી લાલ મરચું
 • અડધી ચમચી હળદર
 • 1 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
 • 1 ટેબલસ્પૂન સાંભાર મસાલો
 • 1 ચમચી આદુની પેસ્ટ
 • 1 ચમચી રાઇ
 • અડધી ચમચી ગરમ મસાલો
 • 1 ચમચી આમચૂર પાવડર
 • 1 ચમચી શેકેલા જીરુંનો પાવડર
 • 8-10 મીઠા લીમડાનાં સૂકાં પાન
 • 1 ઝીણું સમારેલું લીલું મરચું
 • 1 ટેબલસ્પૂન કોથમીર
 • 1 ચમચી ચણાદાળ
 • 1 કપ ધોયેલી અડદની દાળ

Instant Crispy Dosa  બનાવવાની રીત:-

 • સૌપ્રથમ એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લો.
 • ત્યારબાદ અંદર સોજી, ખાંડ, મીઠું અને દહીં નાખો.
 • અને પછી બેકિંગ સોડા નાખી બરાબર મિક્સ કરી લો.
 • પછી થોડું-થોડું પાણી ઉમેરતા જાઓ અને ઢોસાનુમ ખીરું તૈયાર કરો..
 • ખીરું થોડું પાતળું રાખવું, કારણ કે તે થોડું જાડું થશે. ખીરું બની જાય એટલે ઢાંકીને એકબાજુ મૂકી દો.
Instant Crispy Dosa

હવે ઢોસા માટે સ્ટફિંગ બનાવો.

 • એક કઢાઇને ગરમ કરી અંદર બે ચમચા તેલ નાખો.
 • તેલ ગરમ થઈ જાય એટલે અંદર રાઇ નાખો.
 • રાઇ ફૂટવા લાગે એટલે અંદર ચણાની દાળ અને અડદની દાળ નાખો.
 • બન્ને દાળ ગોલ્ડન થાય એટાલે અંદર મીઠો લીમડો અને ડુંગળી નાખો.
 • પછી અંદર આદુ અને લીલું મરચું નાખો.
 • ડુંગળી સંતળાઇ જાય એટલે અંદર હળદર, લાલ મરચું, ધાણાજીરું, સાંભાર મસાલો, જીરું, આમચૂર પાવડર અને ગરમ મસાલો નાખી થોડીવાર ચડવો.
 • મસાલાની થોડી સુગંધ આવે એટલે અંદર બટાકું નાખી મિક્સ કરો.
 • બટાકું થોડું ડ્રાય લાગે તો બે ચમચી પાણી નાખી મિક્સ કરી દો.
 • પછી અંદર સ્વાદાનુસાર મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. સ્ટફિંગને એકાદ મિનિટ માટે ચઢવા દો અને ઉપર કોથમીર ભભરાવી દો.
 • ઢોસાના ખીરા પર નાના-નાના બબલ થઈ ગયા હશે, એટલે ખીરું તૈયાર છે.
 • હવે ઢોસાનો નોનસ્ટિક તવો ગેસ પર ગરમ કરવા મૂકો.
 • ત્યારબાદ તવા પર થોડું પાણી છાંટી તવાના ટેમ્પરેચરને ઓછું કરો અને ખીરાને તવા પર લઈ ઢોસાની સ્ટાઇલમાં ફેલાવી દો ઢોસો શેકાવા લાગે એટલે ઉપર અને આસપાસ બટર નાખો અને ફેલાવી દો.
 • ઢોસો શેકાઇ જાય એટલે ઉપર સ્ટફિંગ નાખી પનીરને છીણી લો અને કોથમીર ભભરાવી ઢોસાને ફોલ્ડ કરી સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here