આમ તો મોટાભાગના લોકો શિવરાત્રિ આવશે એટલે શક્કારિયા બાફીને તેની ખીર બનાવી ખાય છે, પરંતુ આજે અમે તમારા માટે લાવ્યા છીએ શક્કારિયા નો શીરો કેવી રીતે બનાવવો એની સાવ સરળ રીત.

તો આ શિવરાત્રિના દિવસે બનાવો શક્કરીયાનો શીરો અને ઘરના સૌને કરી દો ખુશ ખુશ !!

શક્કરિયાનો શીરો બનાવવા માટે સામગ્રી:-

 • બાફેલા શક્કરિયા 500 ગ્રામ
 • ઘી 1 મોટી ચમચી
 • ખાંડ 2 ચમચી
 • ડ્રાયફ્રુટ 3 ચમચી
 • દૂધ ગરમ 1 કપ
 • એલચી પાવડર 1/2 ચમચી

Shakkariyano Sheero બનાવવાની રીત:-

 • સૌપ્રથમ શક્કરિયાને સ્ટીમર માં બાફી લો જેનાથી એની મીઠાસ ના જાયઃ એટલે શક્કરિયા બફાય જાયઃ એટલે એને છીણી લો.
 • પછી એક પેન માં ઘી મૂકી એમાં શક્કારિયાનુ છીણ એડ કરો અને હલાવો…એકદમ ધીમી આંચે નીચે ચોટે નહી એમ હલાવતા રહેવું સતત.
 • અને પછી એ સેકાય એટલે એમાં ગરમ દૂધ એડ કરો
Keep Navratri Fast Keeping Health Mind,Navratri Fast Health Tips,Shakkariyano Sheero
 • દૂધ એડ કરો ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી બધુ જ દૂધ બળી ના જાય.
 • પછી એમાં એલચી પાવડર અને ખાંડ એડ કરી મિક્સ કરી લો
 • પછી એને બરોબર હલાવતા રહો..ઘી છૂટ્ટુ પડે નહી અને ખાંડ ઓગળે નહી ત્યાં સુધી.
 • અને એમાં ડ્રાયફ્રુટ એડ કરી મિક્સ કરી લો બઉ ડ્રાય ના રઈ જાયઃ એનું ધ્યાન રાખજો. તો તૈયાર છે ફરાળી સાકરીયા નો સીરો જરૂર થી બનાવજો.
 • આ શિવરાત્રી તમારા ફેમિલિ ને બઉજ ભાવશે. રેસિપી કેવી લાગી જરૂર થી જણાવજો.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here