રિલાયન્સ જિયોએ ફરી એકવાર ઈન્ડસ્ટ્રીમાં કોમ્પિટિશન વધારી દીધું છે. એરટેલ અને વોડાફોન-આઈડિયા દ્વારા બીજા નેટવર્ક પર ફ્રી કોલિંગનાં જવાબમાં રિલાયન્સ જિયોએ પોતાનાં 98 રૂપિયા અને 149 રૂપિયાવાળા પ્લાનને ફરીથી ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવ્યા છે.

કંપનીઓ દ્વારા ટેરિફ રિવાઈઝ કર્યા બાદ યુઝર્સ માટે ડેટા તો મોંઘો થઈ જ ગયો છે, પણ પહેલાં મળતી અનલિમિટેડ ફ્રી કોલિંગ પર લગાવેલી FUP લિમિટે યુઝર્સને ખુબ જ નિરાશ કર્યા હતા.

યુઝર્સની મુશ્કેલીને જોતાં કંપનીએ હવે પોતાના પ્લાનમાં બદલાવ કરતી જોવા મળી છે. તો આવો જાણીએ રિલાયન્સ જિયોનાં 98 રૂપિયા અને 149 રૂપિયાવાળાં પ્લાનમાં યુઝર્સને કયા બેનિફિટ્સ કરવામાં આવ્યા છે.

ટેરિફ રિવાઈઝ થયા બાદ જિયોનાં પોર્ટફોલિયોમાં રોજનાં 1 જીબી ડેટાવાળો પ્લાન ખતમ થઈ ગયો હતો. અનેક યુઝર્સને તેનાથી ખુબ જ પરેશાની થવા લાગી હતી. જિયોએ યુઝર્સની જરૂરતને સમજતાં 149 રૂપિયાવાળો પ્લાન ફરીથી ઉપલબ્ધ કરાવી દીધો છે.

શિયાળામાં વાળ રુક્ષ થઇ જાય છે, તો રાખો ધ્યાન આ બાબતોનું ધ્યાન

149 રૂપિયાવાળો પ્લાન: આ પ્લાનમાં યુઝર્સને 24 દિવસની વેલિડિટી સાથે રોજ 1 જીબી ડેટા ઓફર કરવામાં આવ્યો છે. આ પ્લાનમાં ડેઈલી 100 ફ્રી એસએમએસ સાથે આવે છે. પ્લાનને સબ્સ્ક્રાઈબ કરાવનાર યુઝર્સને જિયો ટુ જિયો કોલિંગ ફ્રી મળે છે. તો બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે તેમાં 300 FUP મિનિટ મળે છે. યુઝર્સને આ પ્લાનની સાથે રિલાયન્સ જિયોના એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

98 રૂપિયાવાળો પ્લાન: 98 રૂપિયાવાળા પ્લાનમાં 28 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં સમગ્ર વેલિડિટી પીરિયડ માટે કુલ 2 જીબી ડેટા ઓફર કરવામાં આવ્યો છે. આ પ્લાન એ યુઝર્સ માટે ખુબ જ કામનાં છે કે જેઓને કોલિંગ વધારે પસંદ છે. પ્લાનમાં જિયો ટુ જિયો કોલિંગ ફ્રી છે.

98 રૂપિયાવાળા પ્લાનમાં જિયો નેટવર્કથી બહાર કોલ કરવા માટે યુઝર્સને IUC વાઉચરથી રિચાર્જ કરાવવું પડશે. આઈયુસી વાઉચર્સની શરૂઆત 10 રૂપિયાથી થાય છે. પ્લાનને સબ્સ્ક્રાઈબ કરાવનાર યુઝર્સને ડેઈલી 100 ફ્રી એસએમએસ મળે છે.

555 રૂપિયાવાળો પ્લાન: 555 રૂપિયાવાળા પ્લાનમાં 84 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં સમગ્ર વેલિડિટી પીરિયડ માટે કુલ 126 જીબી ડેટા(1.5 GB/Day) ઓફર કરવામાં આવ્યો છે. આ પ્લાન એ યુઝર્સ માટે ખુબ જ કામનાં છે કે જેઓનો ઈન્ટરનેટ વપરાશ વધારે હોય છે. પ્લાનમાં જિયો ટુ જિયો કોલિંગ ફ્રી છે.તો બીજા નેટવર્ક્સ પર કોલ કરવા માટે તેમાં 3000 FUP મિનિટ મળે છે. યુઝર્સને આ પ્લાનની સાથે રિલાયન્સ જિયોના એપ્સનું ફ્રી સબ્સ્ક્રિપ્શન પણ મળે છે.

કેવી રીતે કરશો Financial Planning – નાણાકીય આયોજન 2020માં?- ચાલો શીખીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ગુજરાતી માહિતી સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

કોઈ સવાલ કે સુજાવ હોય તો Comment કરીને જણાવશો. 👍💞👫

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here