મિત્રો આવી અવનવી માહિતી મેળવા માટે અમારું ફેસબુક પેજ GujaratiMahiti ને  Like કરવાનું ના ચૂકશો.

‘કેદારનાથ’ ફિલ્મથી સારા અલી ખાન બોલિવુડ ડેબ્યૂ કરી રહી છે.સેફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારાના બોલિવુડ ડેબ્યૂની સૌ રાહ જોઈ રહ્યા હતા.

અભિષેક કપૂરના નિર્દેશનમાં બનેલી ફિલ્મમાં સુશાંત સિંહ રાજપૂત સારાની ઓપોઝીટ રોલમાં છે. તો ચાલો જાણીએ કે, સારાની આ પહેલી ફિલ્મ કેવી છે.

ફિલ્મની વાર્તા એકદમ એવરેજ છે. તેમજ ફિલ્મની જરૂરિયાત અનુસાર તેમાં ગીતો પણ મુકવામાં નથી આવ્યા. 

સ્ટોરી અને ક્લાઈમેક્સ એકદમ પ્રેડિક્ટેબલ છે. ટૂંકમાં કહીએ તો, સારાને માટે એકવાર ચોક્કસથી આ ફિલ્મને થિયેટરમાં જોવા જઈ શકાય.

ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, ‘કેદારનાથ’ એક એવી ફિલ્મ છે, જે બોલિવુડની એ જ લવ સ્ટોરી રજૂ કરે છે, જે મોટાભાગે દર બીજી ફિલ્મમાં જોવા મળે છે.

Amazon Daily Discount On Redmi 6A

 તેને ‘કેદારનાથ’માં 2013માં આવેલા પ્રલય સાથે જોડી દેવામાં આવી છે. છોકરો, છોકરી, પ્રેમ, ઈકરાર, ઈનકાર અને પછી એકરારની સાથે સ્ટોરીમાં બે પરિવારોની વચ્ચે થતુ યુદ્ધ પણ છે. 

‘કેદારનાથ’ની સ્ટોરી એક હિંદુ પંડિતની દીકરી મંદાકિની ઉર્ફ મુક્કુ (સારા અલી ખાન)થી શરૂ થાય છે, જે ખૂબ જ જિદ્દી, ખુશમિજાજ અને અલ્હડ છે. 

મુક્કુને એક મુસ્લિમ પિટ્ઠુ (તીર્થયાત્રીઓને ખભા પર ઊંચકનાર) મંસૂર (સુશાંત સિંહ રાજપૂત) સાથે પ્રેમ થઈ જાય છે.

બે અલગ ધર્મના લોકો વચ્ચેનો પ્રેમ લોકોને પસંદ નથી પડતો અને પછી પ્રેમ શરૂ થાય છે બે જૂથ વચ્ચે યુદ્ધ. 

આ સ્ટોરીમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે બે જૂથ વચ્ચેના યુદ્ધમાં કુદરત પણ પોતાનો કહેર વરસાવે છે. ફિલ્મમાં સારાની એક્ટિંગ ખૂબ જ જોરદાર છે. 

Buy Oppo R17 Pro Online at Amazon India

તેને જોઈને લાગશે જ નહીં કે તેની આ પહેલી ફિલ્મ છે અને કેટલાક સીનમાં સારામાં તેની માતા અમૃતાની ઝલક જોવા મળશે. 

આ ઉપરાંત, સુશાંત સિંહ રાજપૂતે પણ ફિલ્મ માટે ઘણી મહેનત કરી છે. 

ફિલ્મના અંતમાં તમારા મગજ પર એક જ વ્યક્તિ છાપ છોડશે અને એ છે સારા.

રેટિંગ્સ

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા- 3 સ્ટાર

ઈન્ડિયન એક્સપ્રેસ- 2 સ્ટાર

નવભારત ટાઈમ્સ- 3 સ્ટાર

આજતક- 3.5 સ્ટાર

ફિલ્મ- કેદારનાથ

ડિરેક્ટર- અભિષેક કપૂર

સ્ટાર કાસ્ટ- સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન, પૂજા ગૌર, નિતીશ ભારદ્વાજ

ટ્રેલરઃ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here