સાંધાના દુખાવાથી 7 જ દિવસ છુટકારો મેળવવા ખાલી આ એક ઘરેલુ ઉપાય કરો

સમયની સાથે સાથે ઉંમર પણ વધે છે અને વધતી ઉંમરની સાથે સાથે સમસ્યાઓ પણ વધે છે. જેમકે ઓછું દેખાવું, સાંભળવામાં તકલીફ, ત્વચા ઢીલી પડી જવી અને મુખ્ય સમસ્યા ગણીએ તો સાંધાનો દુખાવો. તો આજે આપણે સાંધાના દુખાવો વિશે વાત કરીશું. સાંધાના દુખાવામાં સમસ્યા પહેલા મોટી વયના લોકોને જોવા મળતી હતી પરંતુ હવે આ સમસ્યા યુવાનોમાં પણ જોવે મળે છે.

હાડકાનો દુખાવો અને સાંધાના દુઃખાવાને સંધિવા પણ કહેવામાં આવે છે અને આ સમસ્યામાં અસહ્ય દુખાવો થતો હોય છે. જેના માટે દવાઓનો ઉપયોગ કરવો પડે છે અથવા સર્જરી જેવા ઉપાયો કરવા પડતાં હોય છે. સાંધાના દુઃખાવા માટે ઘરેલુ ઉપાયો પણ છે જે ઉપયોગમાં લઈ શકાય છે અને રાહત પણ મેળવી શકાય છે.

સાંધાના દુખાવામાં કમરનો દુખાવો, હાથ અને પગનો દુખાવો જેવા દુખાવા થતાં હોય છે વધારે પડતી આ સમસ્યા શિયાળાની ઋતુમાં જોવા મળતી હોય છે કારણ કે શિયાળામાં તાપમાન ઓછું હોવાથી રક્તવાહિનીઓ સંકોચાઈ જતી હોય છે અને સ્નાયુઓના અકડવાની સમસ્યા થવા લાગે છે.

સાંધાના દુઃખાવા માટેના ઘરેલુ અને આયુર્વેદિક ઉપાય:

દરેક દુખાવાની એક જ દવા ગણાતા મેથીના લાડુ ખુબજ ફાયદાકારક છે. મેથીના લાડુથી રોગપ્રતિારક શક્તિ વધે છે. મેથીના લાડુ થી હાડકાંના દુખાવા જેમકે કમરનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત થાય છે. મેથીના લાડુ માં નાખવામાં આવ્યો આદુનો પાવડર શરીરને ગરમ રાખે છે અને પાચનતંત્ર ને બજબુત બનાવે છે અને પાચનતંત્ર ને લગતી અનેક સમસ્યામાં રાહત આપે છે.

સંધિવાના દુખાવા માટે આદુ પણ એક સારો ઉપાય છે અને ફાયદાકારક છે. દુખાવો દૂર કરવા માટે આદુના રસમાં જીરું અને કાળા મરીનો પાવડર મિક્સ કરીને જે જગ્યા પર દુખાવો થતો હોય ત્યાં લગાવી દો તેનાથી તમને દુખાવામાં રાહત થશે.

બીજા ઉપાયની વાત કરીએ તો લસણ પણ બેસ્ટ ઉપાય છે. તેના માટે સવારે ખાલી પેટ લસણનું સેવન કરો તેનાથી તમને થોડા જ દિવસોમાં હાડકાંના દુખાવામાં રાહત દેખાશે, લસણને શેકી ને પણ ઉપયોગમાં લઇ શકાય તેના માટે લસણની ૩-૪ કળી ઘીમાં નાખી થોડું મીઠું ઉમેરો અને આ શેકેલી કળી નું સેવન કરી શકાય છે.

માંચપેશીના દુખાવા માટે શિયાળામાં કસરત કરવી જોઈએ અને વધારે પડતી ચરબીયુક્ત આહાર ન લેવો જોઈએ અને ખાવા પીવા પર ધ્યાન આપવું જોઈએ.

જો આ માહિતી તમને યોગ્ય લાગે તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહિ અને હા અહી આપેલી કોઈપણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોકટર ની સલાહ લેવી જરૂરી છે કારણ કે બધા લોકોની તાસીર અલગ અલગ હોઈ છે.

Leave a Comment