ગણેશ ચતુર્થી આવે છે તો ઘણાં બધાંએ ઘરે ગણેશજી ની સ્થાપના કરી હશે તો ગણેશજી ના ભોગ કે પ્રસાદ માટે બનાવી શકાય તેવી એક રેસીપી શેર કરૂં છું. પીસ્તા રાજભોગ લાડુ(Pista Rajbhog Ladu). જે તમે પણ ઘરે બનાવી ગણપતિ બાપા ને ભોગ લગાવી શકો.

Pista Rajbhog Ladu બનાવવા માટેની સામગ્રી:-

પીસ્તા ના પડ બનાવવા માટેની સામગ્રી:-

 • 150g પીસ્તા પાવડર,
 • 50g માવો,
 • 200g ખાંડ,
 • રાજભોગ ના પડ માટે,
 • 75g કાજુ પાવડર, 
 • 75g ખાંડ,
 • 50g કાજુ બદામ પીસ્તા ના ટુકડા, 
 • થોડા ટીપાં રાજભોગ એસેન્સ, 
 • કેસર

અંદરના રોઝ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી:-

 • 100g માવો,
 • પાંચ ટેબલ સ્પૂન Ruhabza રુહાબઝા

Pista Rajbhog Ladu બનાવવાની રીત:-

 • સૌથી પહેલાં પીસ્તાના પડ માટે ખાંડ લઇને તેની કડક બે તારની ચાસણી બનાવી અંદર માવો નાખી ઘીમા તાપે મીક્સ કરી લો.
 • પછી અંદર પીસ્તા નો પાવડર નાખી મીક્સ કરી નીચે ઉતારી લો. 
 • રાજભોગ ના પડ માટે ખાંડ લઇને તેની કડક ચાસણી બનાવી  બે મીનીટ ધીમા તાપે તેમાં રાજભોગ એસેન્સ અને કેસર ના તાંતણા નાખી કાજુનો પાવડર અને ડ્રાયફૂટના પીસ નાખી મીક્સ કરી લો. હવે નીચે ઉતારી લો. 

રોઝ બોલ બનાવવા માટે:-

 • રુહાબઝામા માવો નાખી ઘીમા તાપે થોડી વાર હલાવો.
 • થોડું કડક થવા માડે એટલે નીચે ઉતારી લો.
 • હવે ઠંડુ થાય એટલે નાના નાના બોલ વાળીલો. 
 • આ બોલ કરતાં થોડું મોટું લૂવુ લઇને હાથ થી રાઉન્ડ શેઇપ પુરી જેવો આપી તેની અંદર રોઝ વાળો બોલ મૂકી બંધ કરી રાઉન્ડ શેઇપ આપી ને ઉપર પીસ્તા ના પડ નું સટફીગ લઇને તેનું પુરણ રાજભોગ ના પુરણ કરતા થોડું વધારે લઇને શેઇમ પુરી જેવો શેઇપ આપી ને અંદર પેલો રેડી બોલ મૂકી બંધ કરી રાઉન્ડ શેઇપ આપી દેવો.
 • આવી રીતે બધા લાડુ બનાવી લેવા.
 • પછી થોડા સૂકાઈ જાય એટલે ઉપર સીલ્વર વરખ લગાવીને પછી ઉપર ચાકાથી કટ કે આકા પાડી લો.
 • પછી થોડા કેસર ને પલાળી તે લાડુ ના કટ ઉપર લગાવીને ઉપર નાનું પીસ્તા નું પીસ લગાવીને સૂકાવા દેવા થોડી વાર.
 • હવે તમારા પીસ્તા રાજભોગ લાડુ તૈયાર છે.
 • તમે તેને વચ્ચે થી ચાર થી છ પીસ મા કાંપી શકો.
 • પીસ કાપશો એટલે અંદર ના ત્રણેય કલર દેખાશે.


ગનુંદાદાને ચઢાવો નોવેલટી yummy ગાજરના લાડુ

2018 માં ચઢાવો ગણેશજીને ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદક

2018 ની ગણેશ ચતુર્થી પર બનાવો સ્વાદિષ્ટ મોતીચૂરના લાડુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here