ગણેશ ચતુર્થી પર Motichoor Ladoo ના બનાવવામાં આવે એવું તો બને જ નહી.

તમે બજારમાંથી ખરીદીને મોતીચૂરના લાડૂ ખૂબ ખાધા હશે. કેમ નહી આ વખતે ગણેશ ચતુર્થી પર ઘરે જ મોતીચૂરના લાડૂ બનાવવામાં ન આવે.

મોતીચૂરના લાડૂ બનાવવા ખૂબ સરળ છે અને તેને બનાવવામાં વધુ સમય પણ લાગતો નથી.

મોતીચૂરના લાડૂ બનાવવા માટે ફક્ત બેસનનો ઉપયોગ થાય છે જેમાં કેસરી રંગ મિક્સ કરવાની જરૂર હોય છે બસ. તો આવો મોતીચૂરના લાડૂ વડે ગણપતિ બાપ્પાનું મોઢું મીઠું કરીએ.

Motichoor Ladoo બનાવવા માટેની સામગ્રી:

 • બેસન,
 • બે કપ ખાંડ,
 • ત્રણ ચતુર્થાંસ કપ ખાવાનો કેસરી રંગ,
 • એક ચતુર્થાંસ ચમચી દેસી ધી,
 • બે કપ બદામ,
 • બે ચમ્ચી (વાટેલી) ઈલાયચીનો પાવડર,
 • અડધી ચમચી

Motichoor Ladoo બનાવવાની રીત:-

 • બેસનને પાણીમાં મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લો. તેમાં કેસરી રંગ નાખો.
 • કડાઇમાં ધી ગરમ કરો અને ઝારાની મદદથી તેમાં બેસન નાખીને બૂંદી તળી લો.
 • એક અલગ કડાઇમાં બરાબર માત્રામાં પાણી અને ખાંડ મિક્સ કરી એક તારની ચાસણી બનાવો.
 • તેમાં બૂંદી અને બદામ તથા ઈલાયચી પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો.
 • આ મિશ્રણ સામાન્ય ઠંડુ થઇ જાય ત્યારબાદ તેના લાડૂ બનાવી લો.
 • લાડૂને થાળીમાં શણગારીને સુકાવવા માટે અલગ રાખો. તમારા મોતીચૂરના લાડૂ તૈયાર છે.


2018 માં ચઢાવો ગણેશજીને ઈન્ટન્સ્ટ સોજી-માવા મોદક

આજે જ ઘરે બનાવો કાચા કેળાની બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર