મેથીની રામબાણ દવાઓ,વજન ઘટાડવાથી લઈને હાડકા પણ મજબુત કરે છે આ વસ્તુ જાણો મેથીના ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત

 મેથી ગુણમાં ગરમ છે તથા ચીકણી છે તેથી વાયુના રોગો જેમ કે સંધિવાત, આમવાત વગેરેમાં લાભપ્રદ છે. આમ પાચક હોવાથી તે આમવાતને મટાડે છે. જેમાં સૂંઠ-દિવેલ સાથે મેથીનો ઉકાળો લેવાથી ફાયદો થાય છે. પોષક તત્ત્વોની દૃષ્ટિએ વિચારીએ તો મેથીના દાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહતત્ત્વ, સોડિયમ, પોટેશિયમ અને અનેક વિટામિન્સ રહેલા છે. તેના પાનમાં પણ અનેક પોષક તત્ત્વો હોય છે. શિયાળામાં ઘણા કુટુંબોમાં મેથીપાક બનાવીને રોજિંદો ખાવામાં ઉપયોગ કરવાનો નિયમ હોય છે. મેથી ગરમ અને ભૂખ લગાડનારી છે. તેથી અરૂચિને દૂર કરી ભૂખ લગાડે છે. કડવા રસને કારણે લાંબા સમયથી આવતા તાવને દૂર કરે છે. અપાચનથી થતા ઝાડાને દૂર કરે છે.

Fenugreek is hot and sticky in quality so it is beneficial in diseases of the air like rheumatism, rheumatism etc. Thus being a digestive it cures rheumatism. In which boiling fenugreek with ginger-castor oil is beneficial. In terms of nutrients, fenugreek seeds contain calcium, phosphorus, iron, sodium, potassium and many vitamins. Its leaves also contain many nutrients. In winter, many families have a rule to make fenugreek and use it in everyday food. Fenugreek is hot and appetizing. So it removes anorexia and makes you hungry. Eliminates long-term fever due to bitter juice. Eliminates diarrhea caused by indigestion.

પગની એડીમાં કળતર થતી હોય તેવી વ્યક્તિઓ જો રોજ મેથીનું ચૂર્ણ હુંફાળા પાણી સાથે નરણા કોઢે ૧ ચમચી માત્રામાં લે તો ખૂબ ફાયદાકારક નીવડે છે. પ્રસૂતાને મેથી ખવડાવવાથી તેના કમરના દુઃખાવો, નબળાઈ, વજન ઘટવું, લોહી ઘટવું, ભૂખ ઓછી લાગવી, ઊંઘ ઓછી આવવી, ચક્કર આવવા, શરીર દુઃખવું વગેરે ફરિયાદો દૂર થાય છે અને સ્તન્ય (માતાનું દૂધ)માં પણ વધારો થાય છે. મેથીની ભાજી કાચા સ્વરૂપમાં ખાવી, સૂપ પીવો, ઢેબરા, ઢોકળા, શાક બનાવી વધુમાં વધુ ઉપયોગ કરવો.

Individuals who have tingling in the heel of the foot, if they take 1 teaspoon of fenugreek powder with warm water daily, it is very beneficial. Feeding fenugreek to pregnant women relieves back pain, weakness, weight loss, loss of blood, loss of appetite, lack of sleep, dizziness, body aches, etc. and also increases breast milk. Eat fenugreek in raw form, drink soup, make dhebra, dhokla, vegetables and use it as much as possible.

અથાણામાં મેથી લેવી. શિયાળામાં મેથીના લાડુ કે પાક બનાવી ખાવો. વઘારમાં મેથીના દાણાનો અવશ્ય ઉપયોગ કરવો. મેથીનો પાવડર ૧ ચમચી લઈ ૨ પ્યાલા પાણી મેળવી, ઉકાળી અડધો પ્યાલો પાણી બાકી રહે ત્યારે ગોળ નાંખીને પીવાનું રાખવું. મેથીને રાત્રે પલાળીને નરણા કોઠે સવારે પાણી પીવું અને પલળી ગયેલ મેથી ચાવીને ખાવી. વધારે મૂત્રપ્રવૃત્તિ થતી હોય તો મેથીનો રસ ૧૦૦ મિ.લી. કાઢી, તેમાં ૧/૨ ચમચી સાકર નાખીને પીવો.

Take fenugreek in pickles. Make and eat fenugreek ladu or crop in winter. Must use fenugreek seeds in addition. Take 1 teaspoon of fenugreek powder and get 2 cups of water. Soak fenugreek at night and drink water in the morning at Narana Kothe and eat soaked fenugreek with a fork. In case of excessive urination, add 100 ml of fenugreek juice. Remove, add 1/2 teaspoon of sugar and drink.

જૂના મરડાથી પરેશાન હો તો ૧/૨ ચમચી મેથીનો પાવડર, ૧ ચમચી દહીંમાં મેળવી દિવસમાં એક વખત લેવું. ઉનાળામાં લૂ લાગી હોય ત્યારે, મેથીની સૂકાયેલી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી, સારી રીતે પલળ્યા પછી મસળી તે પાણી ગાળી લેવું, અને તેમાં મધ મિશ્ર કરી દિવસમાં એક વખત પીવું. શરીરમાં કોઈ એક જગ્યા પર સોજો આવ્યો હોય તો મેથીનો પાવડર, ગરમ પાણીમાં મેળવી જાડો લેપ કરવો. સૂકાયા પછી હુંફાળા પાણીથી કાઢી નાખવો. આ પ્રમાણે કરવાથી સોજો ઊતરી જશે અને દુઃખાવો પણ ઓછો થઈ જશે.

If you are bothered by old disease, take 1/2 teaspoon fenugreek powder, 1 teaspoon yogurt once a day. When summer is hot, soak dried fenugreek leaves in cold water, strain the water after soaking well, and mix honey in it and drink it once a day. If there is swelling in any part of the body, apply fenugreek powder in warm water. After drying, remove with warm water. Doing this will reduce the swelling and also reduce the pain.

Leave a Comment