દુઘેલી ના ગુણો
અસ્થમા:
દૂધેલીમાં એન્ટીવાયરલ ગુણ હોય છે, જેના કારણે તેનો અસ્થમા અને પેરોનીકિયા રોગ માટે લાભ દાયક છે. અસ્થમાના રોગમાં આ છોડ ઉપયોગી છે માટે અસ્થમા કે દમની તકલીફ ધરાવતા લોકોએ તેનો ઉકાળો બનાવીને સવારે અને સાંજે ગરમ કરીને પીવો જોઈએ.
ખાંસી:
ખાંસીથી પરેશાન છો તો 2 કપ પાણીમાં એક ચમચી દુધેલી ઘાસનું ચૂર્ણ જે ઉકાળતા ઉકાળતા અડધું વધે ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ આ પાણી ઉતારી લઈને ઠંડું પડવા દો. જ્યારે ઉતારેલું પાણી પીવાલાયક ઠંડું બને ત્યારે પીવાથી ખાંસી મટે છે. દૂધેલી ઘાસના પાવડરમાં તુળસી, કાળા મરીનો ઉકાળો બનાવીને પીવાથી ખાંસી બંધ થઈ જશે.
ડાયાબીટીસ :
દુધેલીમાં એન્ટીહાઈપર ગ્લાઈસેમીક પ્રોપેર્ટીઝ હોય છે, જે ડાયાબીટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ડાયાબીટીસમાં આરામ મેળવવા માટે દુધેલી ઘાસના પાંદડા, મૂળ, ડાળખી વગેરે ખુબ જ ઉપયોગી અંગ છે. તેને ખાંડીને તેનો રસ કાઢવામાં આવે છે અને પછી તેને ઉકાળીને તેનો ઉકાળો બનાવી શકાય છે. ડાયાબીટીસમાં 2 થી 4 ચમચી એક વખતમાં લેવાથી એમ વારંવાર કરવાથી ડાયાબીટીસમાં ફાયદો રહે છે.
શ્વાસના રોગ:
નાની દૂધેલીના તાજા ફળ, ફૂલ, મૂળ, બીજ, પાન, ડાળખી વગેરેને લાવીને તેનો કલ્ક બનાવીને થોડા ગરમ પાણીમાં ભેળવીને પીવાથી શ્વાસનો વેગ શાંત થાય છે. તેના રસ 10 મિલીમાં એક ચમચી મધ ભેળવીને સેવન કરવું લાભ દાયક છે.
વાળની સમસ્યા:
ઘણા લોકોને વાળ ખરવાની તકલીફ હોય છે. વાળ ખરતા ખરતા જ્યારે એક સમય એવો આવે છે જ્યારે માથામાં ટાલ પડી જાય છે. આ વાળ ખરવાની સમસ્યા દુર કરવા માટે દુધેલીના રસમાં કરેણના થોડા પાંદડાને વાટીનાખો અને આ લેપને 2 કલાક સુધી માથા પર બાંધી દો. આ ઉપાય કરવાથી વાળ ખરવાની પરેશાની દુર થાય છે. આ ઉપાયમાં આંખોમાં આ રસ ન પડે તેની કાળજી રાખવી.
નપુસંકતા:
જે વ્યક્તિઓને નપુસંકતા અને શીઘ્રપતનની ફરિયાદ રહે છે તેને 100 ગ્રામ દુધેલી ઘાસના પાવડરમાં બરાબર માત્રામાં સાકર મેળવીને સવારે અને સાંજે એક-એક ચમચી સેવન કરવાથી લાભ મળે છે અને ધાતુ જન્ય રોગ દુર થાય છે. જે મહિલાઓને વાંઝપણની સમસ્યા છે તેવા લોકોએ દૂધેલીના પાવડરનું સેવન કરવું જોઈએ. આ સેવન સવારે અને સાંજે કરવાથી ગર્ભધારણની ક્ષમતા વધે છે.
કુતરા કરડવા:
દૂધેલીના પાંદડા, ફળ, ફળ, મૂળ, ડાળખી વગેરેનો પંચાંગ 20 ગ્રામ, કાળા મરી 6 નંગને પાણી સાથે ઘુંટીને પીવરાવવાથી ઝેરનો પ્રભાવ ઓછો થાય છે. કુતરૂ કરડ્યું હોય તે સ્થાન પર તેનો લેપ પણ કરો. 20 ગ્રામ દૂધેલીના ક્લ્કમાં 20 ગ્રામ મધ ભેળવીને સેવન કરવાથી કુતરાના કરડવામાં સહાયક ઔષધીના રૂપમાં તેનું સેવન કરવામાં આવે તો ફાયદો રહે છે.
તાવ:
દુધેલી ઘાસનો પાવડર 30 ગ્રામ, કાળા મરી અને લીંડી પીપર 10-10 ગ્રામ લઈને ત્રણેયને વાટીને દુધેલીના રસમાં ઘૂંટીને કાળા મરી જેવી ગોળીઓ બનાવી લો. એક-એક ગોળીઓ સવારે અને સાંજે મધ સાથે સેવન કરાવો. તેનાથી બધાં પ્રકારના તાવના નાશ થાય છે.
કેન્સર:
દુધેલીના છોડમાં આવેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણ ફ્રી- રેડિકલ્સને દુર કરીને રોગ પ્રતિકારક શક્તિને મજબુત બનાવવામાં મદદ કરે છે. તે એન્ટીઓક્સીડેન્ટ ફ્રી- રેડિકલ્સને બિનઅસરકારક કરીને કોલન કેન્સરના વિકાસને રોકવામાં મદદ કરે છે.
પાચનશક્તિ:
પાચનશક્તિ માટે તેને માખણ સાથે ભેળવીને આપવાથી પાચન શક્તિ બરાબર થાય છે અને ક્બજીયાત મટે છે. દુધેલી ઘાસના મૂળમાં ઘણા એવા પદાર્થ હોય છે જેના કારણે તેને ગોનોરિયા રોગમાં ઉપયોગમાં લેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ દુધેલીનો રસ ધાધર રોગના ઈલાજ માટે થાય છે. સાપ અને બીજા નાના જીવજંતુના ડંખ માટે દુધેલીનો રસ ઉપયોગી માનવામાં આવે છે. દુધેલીના છોડનો ઉપયોગ વા ના ઈલાજમાં થાય છે. જેમાં એવા ઘણા તત્વો હોય છે જે વાના લક્ષણોને ઓછા કરવામાં ખુબ જ ઉપયોગી છે. દુધેલીના છોડના ફૂગનાશક ગુણોને કારણે ધાધર જેવા ફુગથી થતા રોગોના ઈલાજમાં ઉપયોગી છે.
આમ, દૂધેલી ખુબ જ ઉપયોગી છે, તે અનેક રોગોમાં ઉપયોગી થતું હોવાથી આયુર્વેદમાં આ ઘાસનું મહત્વ ખુબ છે, જે કોઈ પ્રકારની ઝેરી અસર કરતું નથી તેથી તેની આડઅસર પણ થતી નથી. આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.
સરસ માહિતી આપી.