Farali Sabudana vada:  આજે જ બનાવો ફરાળી સાબૂદાણાની પૂરી.

Farali Sabudana Vada બનાવવા માટેની સામગ્રી:-

  • 200ગ્રામ સાબુદાણા,
  • 250 ગ્રામ બટાકા,
  • 100ગ્રામ સીંગદાણા,
  • લીલા મરચાં 5 થી 6 નંગ,
  • જીરું એક ચમચી,
  • ખાંડ બે થી ત્રણ ચમચી,
  • બે નંગ લીંબુનો રસ,
  • ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ,
  • મીઠુ સ્વાદ મુજબ
  • અને તળવા માટે તેલ

Farali Sabudana Vada બનાવવાની રીત:-

  • સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ.
  • સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો.
  • બટાકાને બાફીને છોલી લો.
  • હવે સાબુદાણાની અંદર બટાકાને મસળી લો. તેમા સીંગદાણાનો ભૂકો, લીલા મરચા ઝીણા સમારીને નાખો, જીરુ, ખાંડ, મીઠુ, લીંબુનો રસ અને ઘાણા નાખીને તેને સારી રીતે મસળી લો. 
  • હવે આ મિશ્રણના ગોળ વડા બનાવી તેને થોડા ડબાવી વચ્ચે ટચલી આંગળી વડે કાણું પાડી દો. બધા વડા આ રીતે બનાવી લો.
  • એક કઢાઈમાં તેલ લઈને તેને ખૂબ તપાવી લો. પછી ધીમા ગેસ પર બધા વડા તળી લો.
  • દહીં સાથે કે લીલી ફરિયાળી ચટણી સાથે આ વડાને ગરમા-ગરમ પીરસો.


નોંધ – જો આ વડા તેલમાં છૂટા પડતા હોય તો મિશ્રણમાં થોડો રાજગરાનો કે શિંગોડાનો લોટ ઉમેરીને પણ બનાવી શકાય છે.

ઉપવાસ માં બનાવા માટે ફરાળી ઢોકળા(Farali Dhokla)

આજે જ ઘરે બનાવો કાચા કેળાની બજાર જેવી જ ક્રિસ્પી અને ટેસ્ટી વેફર

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here