આ ઉપાય કરી લો ફેફસાની ગંદકી દૂર કરી ફેફસાને કાચ જેવા ચોખ્ખા કરી નાખશે

જે આપણે શરીરના બહારના ભાગોને કાળજી લેવી જરૂરી છે તેવી જ રીતે શરીરના અંદરના ભાગોની પણ કાળજી લેવી જરૂરી છે શરીરના આંતરિક અવયવોમાં આજે આપણે ફેફસા વિશે વાત કરવાના છીએ.

જો આપણે આપણા ફેફસાની સારી દેખરેખ રાખીએ તો એ જિંદગીભર સ્વસ્થ રહે છે અને તેને કોઈપણ જાતનું નુકસાન થતું નથી. જો ફેફસા પર બહારથી કોઈ હુમલો ન થાય તો તે ઘણાં સ્વસ્થ રહે છે કોઈ અપવાદ સિવાય આપણા ફેફસા ત્યાં મુસીબત નથી આવતી જ્યાં સુધી આપણે તેને હાની નથી પહોંચાડતા.

ફેફસાનું મુખ્ય કાર્ય આપણે સૌ જાણીએ છીએ. બધાને ખબર છે કે ફેફસાનું મુખ્ય કાર્ય વાતાવરણમાંથી હવા ખેંચીને તેમાંથી ઓક્સિજનને ફિલ્ટર કરી અને તેને લોહીના પ્રવાહમાં પહોંચાડે છે સાથે જ ફેફસા શરીરને અંદર ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડ ને શરીરને બહાર કાઢવાનું પણ કાર્ય કરે છે.

આના સિવાય પણ ફેફસા ઘણું કાર્ય આપણા શરીર માટે કરે છે જો ફેફસામાં હવા ન હોય તો કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ બોલી શકશે નહીં. આટલા કીમતી અને ઉપયોગી આપણા ફેફસાને આપણે સ્વચ્છ રાખવા જોઈએ અને તેને કાળજી લેવી ખૂબ જ જરૂરી છે.

ફેફસાને સ્વસ્થ રાખવા માટે શું કરી શકાય?

જો આપણે આપણા બહારના અંગોનું એટલું કાળજીપૂર્વક ધ્યાન રાખતા હોઈએ તો આપણી ફરજ બને છે કે આપણે આપણા આંતરિક અવયવોને પણ સ્વચ્છ અને તેને પણ કાળજી રાખવી જોઈએ.

જો આપણે આંતરિક અવયવો ની કાળજી લઈએ તો આપણે લાંબુ અને સ્વચ્છ જીવન જીવી શકીએ છીએ આપણા શરીર માટે મુખ્ય સ્વરૂપે ફેફસાનું કાર્ય ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે તો ચાલો આપણે જાણીએ કે આપણા ફેફસાને આપણે કેવી રીતે સ્વચ્છ રાખી શકીએ અને એક નિરોગી જીવન જીવી શકીએ.

સૌપ્રથમ તો આપણે વાયુનો પ્રદૂષણ ટાળવું જોઈએ વાયુના પ્રદૂષણથી શ્વસન સંબંધી ઘણા રોગોની શક્યતા વધી જતી હોય છે ફેફસાને નુકસાન કરતું મુખ્ય કારણ જો ગણવામાં આવે તો તે વાયુનું પ્રદૂષણ છે જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં વાયુનો પ્રદૂષણનું સ્તર ઓછું છે તો ઘરની બહાર નીકળતા પહેલા માસનો ઉપયોગ કરવો માસનો ઉપયોગ કરીને તમે તમારા ફેફસાને સુરક્ષિત કરી શકો છો.

વાયુના પ્રદૂષણની વાત તો અલગ છે પરંતુ જો તમે તમારી જાતે જ ધૂમ્રપાન કરો છો અથવા તો સિગરેટ કે બીડી જેવા ધુમ્રપાનનો ઉપયોગ કરો છો તો તેને આજે જ ટાળવો જોઈએ ધુમ્રપાન તમારા ફેફસાને ખૂબ જ નુકસાન પહોંચાડે છે અને શ્વસન સંબંધી રોગોનું જોખમ પણ વધી જાય છે તમારા ફેફસાને સ્વચ્છ અને નિરોગી રાખવા માટે ધૂમ્રપાનને રોકવું જોઈએ.

ફેફસાને મજબૂત રાખવા માટે નિયમિત રીતે વ્યાયામ કરવો જરૂરી છે જો નિયમિત રીતે વ્યાયામ કરવામાં આવે તો ફેફસાની સક્ષમતા ને મજબૂત કરી શકાય છે અને શ્વસન સંબંધી રોગોની શક્યતામાં પણ ઘટાડો થાય છે આના માટે ઝડપી ચાલવું દોડવું કે સાયકલ ચલાવવા જેવી કસરત ફેફસા માટે ખૂબ જ ઉપયોગી છે.

ફેફસાના સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે ઊંઘ પણ મહત્વની હોય છે જો રોજે પૂરતી ઊંઘ લેવામાં આવે તો શ્વસન સંબંધી રોગોમાં ઘટાડો જોવા મળે છે દરરોજ 7 થી 8 કલાક સુધીની ઊંઘ લેવી જરૂરી છે.

આના સિવાય જો આપણે વાત કરીએ તો લીલા શાકભાજી અને ફ્રૂટ્સ ખાવા એ ફેફસા માટે જરૂરી છે અને તે ફેફસાને સ્વસ્થ રાખે છે કારણકે લીલા શાકભાજી અને ફ્રૂટ્સ એ પોષક તત્વોથી ભરપૂર હોય છે.

માહિતી તમને પસંદ આવ્યું હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર થી શેર કરજો જેથી કરીને કોઈ જરૂરીયાત મંદ સુધી આ માહિતી મળી રહે.

Leave a Comment