Home Made Butter: નહીં જરૂર પડે કોઇપણ જાતના મશીનની, બટર બનશે ડિલિશિયસ

આપણા બધાંના ઘટે માખણ તો બનતું જ હોય છે, પરંતુ બાળકોને અમૂલ બટર જેવું માખણ વધારે ભાવતું હોય છે, એટલે બાળકો માટે બજારમાંથી બટર લાવવું પડે છે.

આજે અમે તમારા માટે લાવ્યા છીએ અમૂલ બટર જેવું જ બટર ઘરે બનાવવાની સરળ રેસિપિ. તો નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

Home Made Butter બનાવવા માટેની સામગ્રી:-

  • ક્રિમ (ઘરની મલાઇ)
  • પા ચમચી મીઠું
  • પા ચમચી હળદર
  • એકદમ ઠંડુ પાણી

Home Made Butter બનાવવાની રીત:-

  • સૌપ્રથમ એક મોટી તપેલી અને મોટા બાઉલમાં મલાઇ લો.
  • મલાઇ એક કલાક પહેલાં ફ્રિજમાંથી કાઢી લેવી. ત્યારબાદ એક ચમચીથી મલાઇને ફેંટવી.
  • મલાઇમાં ચપટી હળદર અને પા ચમચી મીઠું નાખવું. ત્યારબાદ એક ચમચીથી ફેંટવાનું શરૂ કરવું.
  • પાંચ મિનિટ સુધી પાણી કે કઈંજ ઉમેર્યા વગર જ ફેંટવું. એકજ ડિરેક્શનમાં સતત ગોળ-ગોળ ફેંટ્યા કરવું.
  • ધીરે-ધીરે અંદરથી દૂધ બહાર આવવા લાગશે. હળદર થોડી ઓછી લાગે તો એક ચપટી હળદર ઉમેરવી અને ફેંટવું. ત્યારબાદ અંદર એકદમ ઠંડુ પાણી નાખો.
  • અડધો કપ ઠંડુ પાણી નાખવું અને ફરી ફેંટવાનું શરૂ કરવું.
Home Made Butter
  • ત્યારબાદ બીજું થોડું પાણી અને બે-ત્રણ આઇસ ક્યુબ નાખી હલાવવું. જેટલી સ્પીડમાં ફેંટશો એટલું જ જલદી બટર છૂટું પડશે.
  • બટર છૂટું પડી જાય એટલે હાથથી છાસ નિચોવી-નીચોવીને બટરનો ગોળો બનાવો.
  • મલાઇ 3-4 દિવસ કરતાં વધારે જૂની હોય અને ખાટી સ્મેલ આવતી હોય તો બટરને એક-બેવાર પાણી ધોઇ પાણી નીતારી લેવું. બટરમાં જરા પણ પાણી ન રહેવું જોઇએ.
  • ત્યારબાદ કોઇ પ્લાસ્ટિકના ડબ્બા કે એલ્યુમિનિયમની પ્લેટમાં બટર પેપર પાથરી હાથથી બટરને પ્રેસ કરીને ફેલાવી દો અને શેપ આપી દો.
  • ત્યારબાદ બટરને એક કલાક માટે ફ્રિજરમાં મૂકી દો. એક કલાક બાદ સેટ થઈને તૈયાર થઈ જશે અમૂલ બટર.
  • ફ્રિજમાં આ બટરને 4-5 દિવસ સુધી રાખીને વાપરી શકાય છે. ફ્રિજરમાં આ બટર 8-10 દિવસ સુધી નહીં બગડે.
  • અને હજુ પણ બટર બચી જાય તો આ બટરમાંથી ઘી બનાવી શકાય છે.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here