આ ઘરેલુ ઉપાય કરી લ્યો, જીવનભર નહિ થાય કબજિયાત અને બીજા ૧૦૦ જેટલા રોગ

આજની લાઈફસ્ટાઈલ અને ખાવામાં અનિયમિતતા અને પોષ્ટિક આહાર ન લેવાથી ઘણી સમસ્યાઓ થતી હોઈ છે જેમાંની ખુબજ મોટી સમસ્યા ગણાતી કબજિયાતની આજે આપને વાત કરીશું અને જાણીશું કે કેવી રીતે ઘરેલું ઉપાયથી આપણે આ સમસ્યાનું નિવારણ કરી શકીએ.

આજકાલની ભાગદોડ ભરી જીંદગીમાં રોજ સવારે પેટ સાફ કરવામાં મુશ્કેલીઓ આવે છે અને આ મુશ્કેલીઓ આખો દિવસ હેરાન કરતી હોય છે. જો આ સમસ્યાઓ આપણા શરીરમાં ઘર કરી જાય તો મુશ્કેીઓ વધી જતી હોય છે.

આ સમસ્યા આજકાલ મોટી ઉંમરના લોકોને જ નહિ પરંતુ બાળકો થી લઈને વૃદ્ધ લોકો સુધી જોવા મળે છે. જેનું કારણ છે વધારે પડતું બહારનું ખાવાનું, તીખું, તળેલું અને અપોષ્ટિક આહાર. જેના કારણે પેટમાં ગેસ થવો, એસિડિટી, પેટનો દુખાવો અને છાતીમાં બળતરા તથા કબજિયાત જેવી સમસ્યાઓ થતી હોય છે.

જો આ બધી સમસ્યાઓ નું તાત્કાલિક ધોરણે સારવાર અથવા ઉપાય કરવામાં ન આવે તો આ સમસ્યાઓ લાંબા ગાળાની સમસ્યાઓ બની જતી હોય છે. એના માટે તેને ઘરેલુ ઉપાય કરી શકો છો જેથી તમારા શરીરમાં કોઈ આડઅસર વિના ફાયદો થશે. અને જો આ તકલીફ ના હોય તો પણ તમે આયુર્વેદનો ઉપાય કરી શકાય છે.

જો પેલેથી કાળજી લેવામાં આવે તો આવી તકલીફો આપનાથી કોસો દૂર રહે છે અને આપણે તંદુરસ્ત અને નિરોગી જીવન જીવી શકીએ છીએ.

કબજિયાત ૧૦૦ થી પણ વધારે રોગોનું મૂળ કહેવાય છે જો કબજિયાત ના થાય તો ૧૦૦ જેટલા રોગ આપણાથી દૂર રહે છે, જેમકે પેટનો દુખાવો, ગેસ, એસિડિટી, અપચો વગેરે.

કબજિયાત શું છે?

જો કબજિયાત ને સીધી અને સરળ ભાષામાં સમાવી હોય તો ખોરાક તેના મૂળ સ્વરૂપે પચે નય અને મોટા આંતરડામાં પડ્યો રહે અને પેટની સમસ્યાઓ થાય તો અને એ ખોરાક મળ વડે બહાર ના નીકળે તો તેને કબજિયાત કહેવાય છે.

સામાન્ય રીતે ખોરાક જઠર, નાના આંતરડામાં અને ત્યાર બાદ મોટા આંતરડામાંથી પસાર થઈને મળ સ્વરૂપે અંતે બહાર નીકળે છે.

જો આ પ્રક્રિયા બરોબર ના થાય તો કબજિયાત કહી શકાય છે.

આ પરિસ્થિતિ સામાન્ય રૂપે ઓછું પાણી પીવાથી આંતરડામાં વલોવાની પ્રક્રિયા થતી હોય છે તે બરોબર થતી નથી અને ખોરાક પચતો નથી.

કબજિયાત માટે ઘરેલુ ઉપાય

કબજિયાતની સમસ્યા માટે ક્રિફળા ચૂર્ણ બેસ્ટ ગણવામાં આવે છે, જે આમળા, બહેડા અને હરડેના મિશ્રણથી બને છે એટલે જ આને ત્રિફળા કેહવાય છે. કારણ કે આ ત્રણ ફાળો થી બનેલું હોય છે. તેમાં રહેલું ગ્લાઈકોસાઈડ તત્વ રહેલું હોય જે જે પાચન કરવામાં મદદ કરે છે.

એ ચમચી ત્રિફળાને ત્રાંબાના લોટમાં પાણી સાથે મિક્સ કરીને મૂકી દો અને સવારે ઊઠીને આ પાણી પી જાઓ. આ પ્રક્રિયા કરવાથી કબજિયાત દૂર રહેશે અને તમારું પેટ ખુશ રહેશે. એટલે કે કહેવાય છે ને કે પેટ ખુશ તો તમે ખુશ. એનું કારણ છે કે જો કોઈ તકલીફ પેટ માં હોય તો કામમાં માં નથી લાગતું.

પેટની સમસ્યાથી આખો દિવસ તમારો પેટની સમસ્યા માં જ જતો રહે છે. તમે બરોબર રીતે કામ નથી કરી શકતા અને જો ક્યાંય બાર જવાનું થાય તો તેમાં પણ મૂંઝવણ અનુભવીએ છીએ.

આના સિવાય જો કોઈ ઉપાય અને બેસ્ટ રસ્તો હોય તો એ છે ખૂબ જ અને પુષ્કળ પાણી પીઓ અને વધારે માત્રામાં પાણી વાળા ફળ ખાઓ જેમકે મોસંબી, સંત્રા, તરબૂચ અને પપૈયું, જેથી તમે આવી સમસ્યાઓથી તો દૂર રહેશો અને બીજા પણ ઘણા ફાયદા તમારા શરીરને થશે.

ફેક્ટરી માં બનેલો ખોરાક ખાવાથી અથવા બારનું ફાસ્ટ ફૂડ ખાવાથી આવી સમસ્યાઓ વધતી હોય છે.

ઈસબગુલને ચૂર્ણ કબજિયાત માટે રામબાણ ઈલાજ ગણાય છે જેનો ઉપયોગ પાણી અથવા દૂધ સાથે કરવાથી કબજિયાત દૂર રહે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો અને પરિવાર જનો સાથે શેર કરો જેથી આ સમસ્યાઓ નો સામનો તમારા મિત્રો કે પરિવારજનો એ ના કરવો પડે. અને જો સ્વાસ્થ્ય સારું અને તંદુરસ્ત રહેશે તો કામ કરવામાં પણ માં વધારે લાગશે અને તમે સારી જિંદગી જીવી શકશો.

Leave a Comment