સાંજના નાસ્તા માટે અથવા કોઈ મેહમાન અચાનક આવી જાય તો પણ બનાવી શકાય એવા એકદમ ટેસ્ટી બટાકાવડા(Batata Vada).

Batata Vada બનાવવા માટેની  સામગ્રી:-

  • બટાટા 250 ગ્રામ,
  • 1 ઝીણી સમારેલી ડુંગળી,
  • લીલા મરચા – 4,
  • આદુ લસણની પેસ્ટ એક ચમચી,
  • લીલા ધાના 1 ટી સ્પૂન,
  • વરિયાળી એક ચમચી,
  • જીરુ એક ચમચી,
  • હળદર,
  • સ્વાદ મુજબ મીઠુ,
  • લાલ મરચુ 1 ચમચી,
  • બેસન 250 ગ્રામ,
  • લીંબુનો રસ બે ચમચી,
  • એક ચમચી ખાંડ,
  • બેકિંગ સોડા ચપટી

Batata Vada બનાવવાની રીત:-

  • બટાટાને બાફીને તેની છાલ ઉતારી લો. તેને સ્મેશ કરીને માવો બનાવી લો.
  • લીલા મરચાં, આદુ અને લસણને ગ્રાઈન્ડ કરીને પેસ્ટ બનાવી લો.
  • આ પેસ્ટને બટાટાના માવા સાથે મિક્સ કરો.
  • તેમાં ડુંગળી, લીલા ધાણા, ખાંડ, વરિયાળી, લીંબુનો રસ અને મીઠું ઉમેરો. 
  • હવે એક બાઉલ લો અને તેમાં બેસન, મીઠું, જીરુ, લાલ મરચાંનો પાવડર, બેકિંગ સોડા, 
    હળદર અને થોડું પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું બનાવો.
  • તેમાં એક ટેબલસ્પૂન ગરમ તેલ ઉમેરો.બટાટાના મિશ્રણમાંથી યોગ્ય કદના ગોળ વડા વાળી લો. 
  • દરેક વડાને ખીરાંમાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
  • ગરમા ગરમ બટાટા વડાને સોસ કે ચટણી સાથે સર્વ કરો.

હવે ઘરે બનાવો એકદમ ટેસ્ટી દૂધીના મૂઠિયા