સામાન્ય રીતે વજન ઘટાડવા માટે ઘણા કુદરતી ઘરેલું ઉપચાર છે અને જેનામાં કેટલાક ખુબ જ અસરકારk ઉપાયો આજે આ લેખમાં આપવામાં આવ્યા છે. જો તમે વજન ઘટાડવાના પ્રયાસોથી થાકી ગયા હોવ તો તમે અહી નીચે આપેલ ઉપાયો કરી શકો છો.
કેટલાક કુદરતી ઉપચારો છે કે જેનાથી તમે ઘરે બેઠા જ માત્ર એક અઠવાડિયામાં જ વજન ઘટાડી શકશો. તો જાણીલો આ ઉપાયો તમેપણ…
મેથીના દાણા લાંબા સમય સુધી પેટ ભરી રાખવામાં મદદ કરે છે અને આ સિવાય સુતા પહેલા મેથીનું પાણી પીવાથી તમારું વજન જલ્દી જ ઘટશે. આ સિવાય તમે વજન ઘટાડવા માટે જીરાનું પાણી પણ પી શકો છો.
જો મિત્રો તમે પણ તમે વજન ઓછું કરવા અને સ્વસ્થ શરીર રાખવા માંગતા હોવ તો સવારે ઊઠીને લસણની 1-2 કળી ખાઈલો. આનાથી તમારું વજન આરામથી ઘટાડી શકાય છે.
આ સાથે સાથે પાણી તમારો શ્રેષ્ઠ કહી શકાય. તે તમને માત્ર પતલા જ નહીં બનાવે પરંતુ આ સાથે સાથે તમારી ત્વચા અને વાળને પણ સુધારે અને સુંદર બનાવે છે.
આ સાથે સાથે વધુ પાણી પીવાથી તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે, ભૂખ લાગે છે. આમ જ્યારે તમે પહેલાથી જ તમારા પેટમાં પાણી ભરેલું હોય તેથી ભૂખ પણ ખુબ જ ઓછી લાગે છે.
પાણી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં પણ મદદ કરે છે, જે ચરબી બાળે છે અને તમારું વજન તમે ઘટાડી શકો છો.ઉપરાંત, તેમાં શૂન્ય કેલરી છે, તેથી તમે ઇચ્છો તેટલું પી શકો છો.
સવારે પહેલા ઉઠીને તરત જ નરણા કોઠે ગરમ પાણીમાં લીંબુ નીચોવીને પી જવાથી તમારું વજન તમે સડસડાટ ઘટાડી શકશો. આદુનું નિયમિત સેવન કરવાથી પણ તમે વજન ઘટાડી શકો છો. આદુ અને મધની ચા પણ તમે પીય શકો છો.
લીંબુમાં વિટામિન સી અને સાઇટ્રસ હોય છે જે ચરબી ઘટાડવામાં તમને મદદ કરે છે. તેનાથી ભૂખ ઓછી થાય છે, અને આ સાથે સાથે જ પાચનશક્તિ વધે છે.
સરખું વજન એ સારા શરીર માટે મહત્વનું તત્વ છે. તમે કેટલું ખાઓ છો અને તમે શું ખાઓ છો તે વજન ઘટાડવામાં ખુબ જ જરૂરી છે. માટે હમેશાં શરીર માટે સારો રહે તેવો જ ખોરાક ખાવો જોઈએ.
ગ્રીન ટી પણ તમને વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ થઇ શકે છે. ગ્રીન ટીમાં લીંબુનો રસ નાખીને પણ તમે પી શકો છો, આનાથી ચરબી ખુબ જ ઘટે છે. આમ ગ્રીન ટી પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.
આમ ગ્રીન ટી પોષક તત્ત્વો અને છોડના ઘણાબધા સંયોજનોથી ભરેલી હોય છે માટે એક ખુબ જ વાત એ પણ છે કે તેનાથી શરીરને કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી.
મીઠો લીમડો તમે સૌએ જોયો જ હશે, આનું સેવન કરવાથી પણ તમે વજન ઘટાડી શકો છો. આ સાથે સાથે જ તે પાચનમાં પણ મદદ કરે છે અને જો તમને હૃદય રોગ અને ડાયાબિટીસની સમસ્યા હોઈ તો પણ મીઠો લીમડો મદદ કરે છે
વજન ઘટાડવા માટે તમે તજનું સેવન પણ કરી શકો છો કેમ કે તે વજન ઘટાડવામાં મદદ કરે છે.
એવું પણ કહેવામાં આવે છે કે ગ્રીન ટી આ લોહીના પ્રવાહમાં ચરબીને મુક્ત કરે છે. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે ગ્રીન ટી અનેક બીજા ઘણા રોગોના જોખમને ઘટાડવામાં ખુબ જ મદદ કરી શકે છે.
નોંધ : કોઈપણ ઉપાય લાગુ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ જરૂર લો.