શરદી, ઉધરસ, આતરમા ચાંદી, યકૃતમાં સોજો જેવી અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે હળદર

હળદર પેટની શક્તિ વધારનાર, ભૂખ ઉઘાડનાર અને શારીરિક પાચન અગ્નિ વધારનાર ટોનિક છે. તેનાથી લોહીનું શુદ્ધિકરણ થાય છે. વ્યક્તિના ચહેરાની ખીલવણી અને બીલ નાબૂદ કરવા હળદરનો લેપ કરવામાં આવે છે. હળદરમાંથી લોહતત્ત્વ પૂરા પ્રમાણમાં મળે છે તેથી લોહીની ઊણપ ધરાવતા લોકો માટે અતિ મહત્ત્વનું ઔષધ છે. લોહીના લાલકોની ઊણપ જ્યારે વ્યક્તિમાં વધી જાય છે ત્યારે કાચી હળદરનો રસ કાઢી એક ચમચા રસને મધ સાથે ઘોળીને પીવાથી ઉત્તમ ફળ મળે છે.

શરદી, ઉધરસ, આતરમા ચાંદી, યકૃતમાં સોજો જેવી અનેક બીમારીઓનો રામબાણ ઈલાજ છે હળદર

ફેફસાના અસ્થમા, જૂની કે જિર્ણ ફેફસાંની ખાંસીનો આ એક પ્રકાર છે. ઘરગથ્થુ દવા તરીકે ખાંસીમાં હળદર આરામ આપે છે. હળદરનો ભૂકો ૧ ચમચો, દૂધ સાથે દિવસમાં બેથી ત્રણ વાર લેવાથી ઉધરસમાં ભારે રાહત રહે છે. બને ત્યાં સુધી પેટ ખાલી હોય ત્યારે લઈ લેવું.નાકમાંથી પાણી કે પ્રવાહી ટપકતું હોય ત્યારે હળદરના ગાંઠિયાને સળગાવીને એનો ધૂમાડો દર્દીએ સૂંઘવો. એથી બનશે તેટલું વધુ પ્રવાહી વહેશે અને ગળફા નીકળીને નાક અને ગળા તથા ફેફસાંને રાહત પહોંચશે.

હળદરમાં જીરું કે અજમો ભેળવીને તાવમાં નાના બાળકને આપવાથી આવતા તાવમાં રાહત થાય છે. ઉકળતા પાણીમાં આની એક ચમચી ભરીને હળદરનું ચૂરણ તથા ચોથા ભાગે અજમો નાંખીને ઠંડું થવા દો. ૩૦ મિ.ગ્રા.ના આ કાઢાને મધમાં ભેળવીને બાળકને દિવસમાં ત્રણ વખત આપવાથી નાના બાળકને શરદીમાં ભારે રાહત મળે છે. શરદી, કફ નાબૂદ થઈ જાય છે. પેટમાં કૃમિ હોય ત્યારે એ કૃમિ કાઢવા માટે હળદર એક અકસીર ઔષધનું કામ કરે છે. કાચી હળદરનો રસ કાઢી રસના ૨૦ ટીપામાં એક ચપટી મીઠું નાંખીને રોજ વહેલી સવારે નરણાં કોઠે લેવાથી રાહત મળે છે.

આંતરડાના રોગમાં હળદરનો ગાંઠિયો અકસીર ઈલાજ છે. હળદરના ગાંઠિયાને વાટીને એનું સૂકું ચૂરણ છાશ અથવા પાણીમાં મેળવી દેવાથી જૂના મરડા જેવી સમસ્યાઓમાં ફાયદો થાય છે. પેટમાં ગેસના ગોળા ચડતા નથી. હળદરના છોડમાંથી કાઢેલો રસ તાજો હોય ત્યારે સગર્ભાવસ્થામાં સ્ત્રીઓને આપવાથી ઊલટી માટે અને ઘણી વ્યાધિમાં રાહત આપે છે. ફોલ્લા કે ફોલ્લી શરીરની ચામડી પર પડે ત્યારે ઘસેલી હળદર ચોપડવાથી ફોલ્લી સૂકાઈને નાશ પામે છે. ફોલ્લા તાજા નીકળ્યા હોય તો હળદરના છોડને એટલો શેકો કે એની રાખ બની જાય. આ રાખને થોડા પાણીમાં પલાળો અને લેપને ફોલ્લા, ફોલ્લી પર લગાવો. તે તરત જ પાકીને ફૂટી જશે. રાહત મળશે.

આંખો ભારે પ્રમાણમાં દુઃખતી હોય ત્યારે વાટેલી હળદર ફાયદો કરે છે. માત્ર છ ગ્રામ હળદરને વાટીને અડધા લિટર પાણીમાં ઉકાળો. ઉકાળો અડધો રહે ત્યારે ઉતારીને ઠંડું પાડો. પછી આ પાણીનાં ટીપાં દિવસમાં ત્રણથી ચાર વખત આંખોમાં નાંખો. આંખો સ્વચ્છ અને દુઃખાવો ગાયબ. ઘણીવાર આંખના કંજેકટી વાઈરસ અને ઓપ્થેલિયાના રોગમાં પણ આ પાણીનાં ટીપાં નાખવાથી આંખની ગંદકી નાશ પામે છે. આંખોમાં આવતા પાણીને લૂછવા માટે ઉપર પ્રમાણે તૈયાર કરેલા હળદરનાં પાણીમાં રૂનું પોતું તૈયાર કરી આંખો લૂછવી.

હાથ પગમાં મચકોડ આવે ત્યારે મચકોડમાં હળદરનો લેપ સોજાને દૂર કરે છે. હળદરના ચૂર્ણમાં મીઠું અને ભીનો ચૂનો ભેળવીને મચકોડ તથા તેના સોજાવાળા ભાગ પર લગાડવાથી મચકોડ અને સોજા મટી જાય. અને પેરાસાઈટિક ગુણોને લીધે ચામડીના અનેક રોગોમાં ઉપયોગી બને છે. હળદરની કાચી ગાંઠમાંથી કાઢેલો રસ દરાજ, ખસ, ખુજલી પર ચોપડવાથી ભારે ફાયદો કરે છે. જે જગ્યાએ ચામડીના રોગ થયા હોય ત્યાં દરાજ, ખસ, ખંજવાળ પર રસનો લેપ કરો. સાથે હળદરના રસમાં મધ ભેળવીને પી જાઓ.

લોહી શુદ્ધ કરી અંદરથી પણ સફાઈ કરશે. કુષ્ઠ રોગ અથવા તો સર્પદંશ સમયે હળદર ઉત્તમ શૃંગાર સાધન ગણાય છે. હળદર, મલાઈ, ઝીણું ચંદન અને ચણાનો લોટ એક સાથે સમરસ ભેગા કરી એક લેપ તૈયાર કરો તથા દિવસમાં એક વાર અથવા રાત્રે ચહેરા પર લગાવો. આનાથી વ્યક્તિને તાજગી મળે અને ચામડી મુલાયમ રહે. કરચલી ઘટી જાય છે. ચામડીનું સુખાપણું મરી જાય છે. ચામડી ઊજળી બને છે. તેથી તો વર કન્યાને પીઠી ચોળવાનો રિવાજ છે.

હળદરથી ખીલ પણ મટે છે. ઓલાઈના તાજા પાંદડાનાં રસમાં એક ચપટી હળદર નાંખી લેપ બનાવવાથી આ ફાયદા થાય છે. એનાથી શરીરની કરચલીઓ પણ દૂર થાય છે. સારી રીતે ચહેરો ધોઈને રાતે આ મલમ લગાવીને સૂઈ જાવ.

Leave a Comment