ઘરે આ એક પેસ્ટ બનાવીને લગાવી દો, ગરદન, બગલ અને કોણીની ગમેતેવી કાળાશ દૂર ફેંકી દેશે

આજના આધુનિક યુગમાં લોકો પોતાને સુંદર દેખાડવા માટે અનેક પ્રકારના ઉપાયો કરતા હોય છે. છોકરો હોય કે છોકરી હોય આજકાલ પોતાની ત્વચા ને સુંદર રાખવા લોકો અનેક પ્રયોગો કરતા હોય છે અને બજારમાંથી દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે.

મેડિકલ માંથી મળતી ક્રીમ એ આપણી ત્વચા માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે આ બધી વસ્તુને વસ્તુથી અજાણ હોય છે. આજકાલ લોકો પોતાની ત્વચા અને સુંદરતાને લઈને જાગૃત થઈ ગયા છે આવી સ્થિતિમાં તે સુંદરતા જાળવી રાખવા માટે અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ અને દવાઓનો ઉપયોગ કરતા જણાય છે.

તમે પણ ત્વચા ને સુંદર દેખાડવા માગતા હોવ અને તમે બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરવા નથી માગતા અને આયુર્વેદિક રીતે તમારી ત્વચાને સુંદર દેખાડવા માંગો છો તો આ લેખને પૂરો વાંચો અને આજે હું તમને જણાવી આપીશ કે કેવી રીતે તમારે તમારી ત્વચાને સુંદર રાખી શકાય અને કાળાશથી દૂર રાખી શકાય.

હાલના સમયમાં જો જોવામાં આવે તો પ્રદૂષણના કારણે અને વધારે પડતાં તાપમાનના કારણે લોકોની ગરદન, કોણી અને બગલના ભાગો પર કાળાશ જોવા મળતી હોય છે અને ના કારણે શર્મિંદગી પણ અનુભવી પડતી હોય છે. મુશ્કેલીઓથી બચવા માટે લોકો હાથના મોજા, સ્કાફ અને રૂમાલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરતા હોય છે પણ આ બધા ઉપાયોથી કાળાશ ને લગતી તકલીફમાં રાહત મળતી નથી અને ગરમી પણ વધારે થાય છે જેના કારણે આ સમસ્યા વધવાના સાંસ વધી જાય છે.

ગરદન અને કોણીની કાળાશ ને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાયો:

આપણા શરીર પર અનેક જગ્યાએ કાળાશ જોવા મળતી હોય છે નોર્મલી જોઈએ તો આપણા મોઢાની સ્કીન નો કલર અને હાથની સ્કીન નો કલર અલગ હોય છે.

આ સમસ્યા ગરમી, પ્રદૂષણ અને વાતાવરણના કારણે થતી હોય છે જેના પર આપણે આજે ઘરેલુ ઉપાયો વિશે વાત કરીશું તો ચાલો આપણે જોઈએ કે શરીરમાં જોવા મળતી કાળાશ ને કેવી રીતે ઘરેલુ ઉપાયોથી દૂર કરી શકાય.

એક વેરા એ આપણી ત્વચા માટે અમૃત સમાન એટલે કે વરદાન સ્વરૂપ ગણવામાં આવે છે એલોવેરા લગાવવાથી ત્વચા નરમ બને છે અને ઘણી બધી રાહતો પણ મળે છે.

એલોવેરા લગાડવાથી શરીર પર રહેલી કાળાશ દૂર થાય છે અને ત્વચા નરમ બને છે અને ત્વચા કોમળ પણ બને છે અને ત્વચા સ્વચ્છ રહે છે.

ટમેટા ખાવામાં તો સ્વાદમાં સારા લાગે છે તેવી જ રીતે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેમાં રહેલા પોષકતત્વો શરીરની ત્વચા પર રહેલી ગંદકી દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેનાથી કાળાશ પણ દૂર થઈ શકે છે.

ચાલો આપણે જોઈએ કે ટામેટાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય ત્વચાને સુંદર બનાવવા માટે. સૌથી પહેલા ટમેટાને સારી રીતે પીસી લો હવે આ ટમેટાના રસને ગરદન, બગલ અને કોણી જેવા ભાગો પર લગાવી દો. આ ટમેટાના રસ લગાવ્યા બાદ તેને 20 મિનિટ રહેવા દો બાદમાં ત્વચાને સ્વચ્છ પાણીથી ધોઈ લ્યો. જો આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર ઉપયોગ કરવામાં આવે તો ગરદન, બગલ અને કોણીની કાળી દૂર થવા લાગે છે.

હવે આપણે બધા ઉપાય વિશે વાત કરીએ તો લીંબુ એક કુદરતી બ્લીચીંગ એજન્ટ તરીકે કામ કરે છે તેમાં હાજર રહેલું વિટામીન સી ત્વચા માટે ઔષધી સ્વરૂપ છે.

જો લીંબુનો ઉપયોગ કરીને ત્વચાને કાળા જ દૂર કરવા માંગો છો તો ચાલો આપણે જોઈએ કે કેવી રીતે લીંબુનો ઉપયોગ કરીને શરીર પર રહેલી કાળાશને દૂર કરી શકાય છે. તો સૌથી પહેલા એક લીંબુ લો અને જે ભાગમાં તમને કાળાશ લાગતી હોય તે ભાગમાં લીંબુ ને ઘસી શકાય છે.

લીંબુ સાથે મધનો પણ ઉપયોગ કરી શકો છો તેના માટે એક ચમચી મધમાં એક લીંબુનો રસ મિક્સ કરી કોણે અથવા શરીરના અન્ય કાળા ભાગ પર લગાવી શકાય છે. આ લગાવ્યા બાદ તેને 20 મિનિટ સુકાવા દો અને ત્યારબાદ સ્વચ્છ પાણી વડે ધોઈ નાખો. આ ઉપાય રોજ કરવાથી શરીર પર રહેલી કાળાશ દૂર થાય છે.

તો તમને એક પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી કરીને કોઈ જરૂરત મંદમ માણસો સુધી પહોંચી શકે.

અહીં આપેલા કોઈપણ ઉપાયો અથવા ઘરગથ્થુ ઈલાજ ઉપયોગ કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે અહીં આપેલી કોઈ પણ માહિતી માત્ર ઇન્ટરનેટના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે જ છે.

Leave a Comment