સવારે પેટ સાફ કરવામાં થાય છે તકલીફ? આ એક ઉપાયથી ૫ મિનિટમાં મેળવો છુટકારો

આજકાલ ની લાઇફસ્ટાઇલ અને ખાવાની ખરાબ ટેવોના કારણે ઘણી બધી શારીરિક બીમારીનો સામનો કરવો પડતો હોય છે જેમ કે, કબજિયાત, ગેસ, એસિડિટી, અપચો અને ઝાડા જેવી ઘણી પેટને લાગતી સમસ્યાઓ ઊભી થતી હોય છે.

આ બધી સમસ્યાઓમાં પેટ સાફ ન થવાની અથવા કબજિયાતની સમસ્યા અવાર નવાર ઘણા લોકોને રેતી હોય છે. અને પેટની સમસ્યાઓ ના કારણે આખો દિવસ કામ કરી શકતા નથી. અને કામ કરવામાં માં પણ મન લાગતું નથી.

એમાં પણ જો સવારે ટોયલેટ ગયા પછી પણ પેટ બરોબર સાફ ન થાય તો આખો દિવસ તકલીફ થતી હોય છે.

આવી તકલીફથી આખો દિવસ કામ કરવામાં મન નથી લાગતું અને તેનાથી ઘણી સમસ્યાઓ થતી હોય છે. જેમકે પેટમાં ગડબડ અને ગેસ ની સમસ્યાઓ આના કારણે માં બેચેન રહે છે.

આજની લયફસ્ટાઇલમાં લોકોને વધારે પડતું મસાલેદાર, તેલ વાળું અને બહારનું ખાવાનું તથા ઓછું પાણી પીવું અને સિગારેટ નું સેવન આ બધી સમસ્યાઓનું મુખ્ય કારણ હોય શકે, જો તમે પણ સવારે ટોયલેટ જાવ ત્યારે તકલીફ થતી હોય અથવા ટોયલેટ માં સમય લાગતો હોય તો આજે આપણે આના વિશે વિસ્તારથી વાત કરીશું અને પેટની લગતી સમસ્યાઓ ના ઘરેલુ ઉપાય વિશે જાણીશું જેનાથી તમને કોઈ પણ જાતની આડઅસર નહિ થાય અને પેટની સમસ્યાઓ પણ દૂર થઈ જશે.

પેટ સાફ ન થવાના લક્ષણો:

સૌથી પહેલા તો એ જાણવું જરૂરી છે કે કેવા લક્ષણો આપણને જોવા મળે તો આ ઉપાય કરવા જોઈએ અને શું અનુભવ થાય તો આપણે આ ઘરેલુ ઉપાય કરી શકીએ.

પેટની સમસ્યાઓ ગેસ, પેટમાં દુખાવો, ઉબકા થવા, શ્વાસમાં દુર્ગંધ, પેટ ફૂલવું, અપચો, ચુંક આવવી, મળ ત્યાગ કરતી વખતે વધારે જોર કરવું પડે, વગેરે સમસ્યાઓ થાય તો સાવચેતીની જરૂર છે.

પેટ સાફ કરવાના ઉપાય:

શરીર માટે અને ખાસ કરીને પેટ માટે પાણી ખુબજ જરૂરી ગણાય છે. પૂરતું પાણી પીવાથી ઘણી સમસ્યાઓ દૂર થઈ જતી હોય છે. એટલે જ ડોકટરો એક દિવસમાં ૨ થી ૨.૫ લીટર એટલે કે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. એટલે જ પેટની સમસ્યા વાળા લોકોએ સવારે ઊઠીને ૧ ગ્લાસ પાણી પીવું અને ત્યાર બાદ જ ટોયલેટ જવું જોઈએ.

જો કબજિયાતની સમસ્યા હોય તો લીંબુપાણી નું સેવન કરવું જોઈએ, ૧ ગ્લાસ પાણી માં લીંબુ ના રસ ને મિક્સ કરીને જમતા પહેલા રોજ સવાર-સાંજ પીવું જોઈએ જેનાથી કબજિયાત જેવી સમસ્યાઓથી હંમેશા માટે છુટકારો મેળવી શકાય છે. લીંબુપાણી પેટને લગતી તમામ પ્રકારની તકલીફથી રાહત આપે છે.

આના સિવાય તમે કસરત અથવા યોગ નો પણ ઉપયોગ કરવામાં આવે તો પેટની સમસ્યાઓમાં રાહત અને હંમેશા માટે છુટકારો મેળવી શકાય છે.

તેમજ પેટની સમસ્યા માટે હિંગ ખુબજ ફાયદાકારક છે એટલે ખોરાકમાં હિંગ નો ઉપયોગના જોઈએ અથવા પાણી સાથે થોડી હિંગ પીવું જોઇએ.

દહીં ત્વચા અને પેટ માટે ખુબજ ઉપયોગી અને ફાયદા છે, જો પેટની નાની નાની તકલીફો રેહતી હોય તો દહીં અથવા છાસ નો ઉપયોગ સંજીવની સમાન ગણાય છે.

જો તમને આ ઉપાયો યોગ્ય અને અસરકારક લાગ્યા હોય તો તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલશો નહિ.

Leave a Comment