વેજિટેબલ પુડલા ( Vegetable Chilla)

ચણા ના લોટ ના પુડલા લગભગ દરેક ના ઘરે બનતા જ હોય છે. ખૂબ જ ઝડપ થી બની જતા આ પુડલા ને અજમો ઉમેરી ને શરદી માં પણ ખાસ બનાવવામાં આવે છે.

આજે હું આ ચણાના પુડલા ને વધુ હેલ્થી અને ટેસ્ટી બની જાય એવી રેસિપી લાવી છું.

આ પુડલા બાળકો ને ટિફિન માં પણ આપી શકાય.

Vegetable Chilla બનાવવા માટેની સામગ્રી:

 • 2 કપ ચણા નો લોટ
 • 1/2 કપ રવો
 • 1/4 કપ ચોખાનો લોટ
 • 1 કપ છીણેલી દૂધી
 • 2 ચમચા ઝીણી સમારેલી કોથમીર
 • 3 ટામેટાં 
 • 1 મોટી ડુંગળી
 • 2 લીલા મરચાં
 • 5-6 મીઠા લીમડાનાં પાન
 • 1 ચમચી અજમો
 • 1 ચમચી મરચું
 • 1/2 ચમચી હળદર
 • 1/4 ચમચી મરી નો ભૂકો
 • ચપટી હળદર
 • 1/2 લીંબુ નો રસ
 • મીઠું સ્વાદાનુસાર

Vegetable Chilla બનાવવાની રીત:-

 • સૌ પ્રથમ એક મિક્સર બાઉલ માં ટામેટાં , ડુંગળી, લીલા મરચાં અને લીમડો ઉમેરી ક્રશ કરી ને પેસ્ટ બનાવી લો.
 • હવે એક બાઉલમાં ચણા નો લોટ, રવો અને ચોખાનો લોટ ઉમેરો.
 • તેમાં ડુંગળી -ટામેટાં ની પેસ્ટ, છીણેલી દૂધી, ઝીણી કોથમીર, મીઠું , હળદર, મરચું, મરી નો ભૂકો અને લીંબુ નો રસ ઉમેરી ને બધું મિક્સ કરો.
 • જરૂર મુજબ નું પાણી ઉમેરી મીડિયમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. 15 -20 મિનિટ નો રેસ્ટ આપો.
 • હવે એક ગરમ તવા પર ચમચા ની મદદ થી ખીરું ગોળ આકારમાં પાથરો અને તેલ નાખી ને મધ્યમ આંચ પર થવા દો.
 • જ્યારે બ્રાઉન કલર થવા આવે એટલે તવેથા ની મદદ થી પુડલા ને ફેરવી લો અને બીજી બાજુ પણ બરાબર શેકી લો.
 • આ પુડલા ને ચટણી, સોસ ,ડુંગળી કે દહીં સાથે સર્વ કરો.

Vegetable Chilla બનાવવામાટેની નોંધ:-

 • તમે આ પુડલા ના ખીરા માં એકલા ચણાનો લોટ પણ લઈ શકો પરંતુ રવો અને ચોખાનો લોટ ઉમેરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે.
 • તમે બીજા શાક પણ ઉમેરી શકો જેમ કે ગાજર ,બીટ. પાલક વગેરે..
 • ખીરું બહુ પાતળું થઇ જાય તો થોડો રવો વધુ ઉમેરવો.
 • પુડલા બહુ પાતળા ના પાથરવા અને મધ્ય થી તેજ આંચ પર જ પકાવો. 
 • બાળકો ને ઉપર ચીઝ પાથરી ને રોલ કરી ને પણ આપી શકો છો.


બાળકોને મનપસંદ વેજિટેબલ હક્કા નૂડલ્સ (Vegetable Hakka Noodles)બનાવો હવે ઘરે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here