માખી અને મચ્છર ભગાડવા સ્પ્રે અને કછુઆ શરીર માટે નુકસાન કારક, એના બદલે કરો આ ઘરેલુ ઉપાયો

ગરોળી, માખી અને મચ્છર આ ત્રણ એવા જીવજંતુ છે જેનાથી લગભગ તમામ લોકો હેરાન છે, માખી અને મચ્છર શાંતિથી સુવા પણ નથી દેતાં એમાં પણ જો રાત્રે સૂતા હોઈએ અને લાઈટ જતી રહે તો મચ્છર શાંતિ થી સુવા નથી દેતાં અને મચ્છર કરડવાથી ઘણી પ્રકારની બીમારીઓ પણ થતી હોય છે. જ્યારે માખી શાંતિથી ખાવા નથી દેતી અને તે પણ ઘણી બીમારીઓ ને આમંત્રણ આપે છે.

મચ્છર કરડવાથી હજારો લોકો મોતને ભેટે છે. મચ્છર જન્ય રોગ જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, વગેરે જેવા રોગો થતાં હોય છે અને તેને રોકવા સફાય અભિયાન પણ ચાલવામાં આવે છે. આવી બીમારીઓ થવાથી બાળકો અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી અને જ્યારે યુવાનો મેહનત કરો શકતા નથી અને આવી પરિસ્થિતિમાં ઘણી વાર દવાઓ પણ અતિશય લેવી પડતી હોય છે જે શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.

ત્યારબાદ જો માખીની વાત કરીએ તો માખીના કારણે પણ ઘણા રોગો થતાં હોય છે, માખી એક જગ્યાએ બેસીને આપણા ખોરાક પર બેસતી હોય છે જેના કારણે ઘણા રોગો થતાં હોય છે.

માખી અને મચ્છરથી બચવા લોકો બજારમાં મળતા સ્પ્રે, કછુઆ અગરબત્તી, ઇલેક્ટ્રિક રેકેટ અને અન્ય સાધનોનો ઉપયોગ કરતા હોય છે જેમાં સ્પ્રે અને અગરબત્તી જેવી ચીજ વસ્તુઓથી આપણેને પણ નુકસાન થતું હોય છે એમ છતાં પણ માખી અને મચ્છર થી છુટકારો મળતો નથી.

અને આ બધી પ્રોડક્ટમાં કેમિકલ્સ હોય છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એના માટે આપને કુદરતી અથવા નેચરલ ઉપાયો અપનાવો શકીએ છીએ.

જેટલી બીમારીઓ માખી અને મચ્છર થી થાય છે તેનાથી પણ વધારે અને ગંભીર બીમારીઓ ગરોળીથી થાય છે. અને ગરોળીઓ પણ ખુબજ હેરાન કરતી હોય છે. તેમજ વરસાદની સીઝનમાં તો અનેક પ્રકારના જીવજંતુઓ નીકળતા હોય છે જેનાથી બચવાના ઉપાયો આજે આપણે જાણીશું.

માખી-મચ્છર, વંદા અને ગરોળી જેવા જંતુઓથી બચવા માટેના ઘરેલું ઉપાયો:

સૌથી પહેલા ઉપાય વિશે વાત કરીએ તો લસણની થોડી કળીઓ વાટીને પાણીમાં નાખી ઉકાળી લો, અને જે જગ્યાએ માખી અને મચ્છર જેવા જન્તુઓ વધારે હોય અથવા જે રૂમમાં તમે સૂવાના હોવ ત્યાં ચારેય ખૂણામાં આ પાણીનો છંટકાવ કરવો જોઈએ, જોકે આ પાણીમાં દુર્ગંધ હોય શકે પણ આ એક નેચરલ ઉપાય છે.

બીજા ઉપાય વિશે વાત કરીએ તો પાણીમાં વિનેગર અને ડિટર્જન્ટ નાખી અને પોતું કરવાથી જંતુઓ દૂર રહે છે.

બીજા ઉપાયો વિશે આગળ વાત કરીએ તો લીલા મરચા પાણીમાં નાખી અને આ પાણી નો સ્પ્રે કરો જીવજંતુ જતા રહેશે.

કપૂરને બળીને રૂમ બંધ કરી દો, ૨૦ મિનિટ બાદ જોશો તો મચ્છ અને માખીઓ ભાગી જશે.

ગલગોટાના ફૂલ અને તુલસી આ બંને છોડ રાખવા જોઈએ જેનાથી ઘર સુંદર પણ લાગશે અને ઉડતા કીડાઓ તથા માખી મચ્છર પણ ભાગી જશે.

જો આવા કીડાઓ અને જીવજંતુ માટે આવા ઘરેલુ ઉપાય કરવામાં આવે તો આપણા શરીરને નુકસાન કરતું નથી અને આપણે નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકીએ છીએ.

જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્ર અને પરિવાર જનો સાથે જરૂરી

Leave a Comment