ગળા ના સોજા માટે અને દુઃખાવા માટે ઘરેલુ ઉપચાર,ગળામાં સખત દુઃખાવો થાય, અવાજ બેસી જાય, અવાજ ઘોઘરો થઈ જાય.

 ઘણી વખત કેટલીય વ્યક્તિને ગળામાં અવાર-નવાર સોજો આવી જતો હોય છે અને એથી સોજો આગળ વધે તો સ્વરપેટી ઉપર સોજો અને એથી સોજો આગળ વધે તો ક્રાં સોજો અન્નનળીમાં લંબાય અને કાં શ્વાસનળીમાં પહોંચે અને જો ગળા ઉપર આવ્યો હોય ત્યારે જો સમયસર દવા કરી હોય કે દવા લાગુ પડી ગઈ હોય તો ઘણી વખત બે-ત્રણ દિવસમાં જ ફાયદો થઈ જાય.

ગળા ના સોજા માટે અને દુઃખાવા માટે ઘરેલુ ઉપચાર,ગળામાં સખત દુઃખાવો થાય, અવાજ બેસી જાય, અવાજ ઘોઘરો થઈ જાય.

આ સોજો આવે તો કેવી કેવી જાતની તકલીફ થાય તેનો વિચાર કરીએ તો થોડો સોજો હોય તો થોડો તાવ આવે. સોજો વધી ગયો હોય તો બહુ તાવ આવે, ગળામાં સખત દુઃખાવો થાય, અવાજ બેસી જાય, અવાજ ઘોઘરો થઈ જાય, ગળામાં કોઈ પણ ચીજ ઉતારવામાં બહુ તકલીફ પડે, ગળુ વારંવાર સુકાઈ જાય, ગળુ લાલ થઈ જાય, અંદર વેદના થાય, માથું દુઃખે, બેચેની લાગે, પગની કળતર અને તોડ થાય, ખાવામાં એકદમ અરુચિ થાય, મોળ આવે, કોઈ વખત ઊલટી પણ થાય, સૂકી ખાંસી આવે, કોઈ વખત કફ પણ નીકળે, ચીડીયો સ્વભાવ થઈ જાય, ક્યાંય ગમે નહીં, ઘણી વખત છાતીમાં દુઃખે. નાના બાળકને થયું હોય તો છાતી અને ગળામાંથી અવાજ આવે, શ્વાસ ઝડપથી ચાલે, કંઠનળી કે ગળુ દાબતા બહુ દુઃખાવો થાય. ઘણાને આ દુઃખાવાને લઈને બંને કાનમાં ચસકા આવે, ઓછી ઊંઘ આવે કે બિલકુલ ઊંઘ ન આવે, ગળામાં બળતરા થાય, આંખો બળે, આવું કે આવા બધા ઘણા ઘણા ચિહ્નો દેખાતા હોય છે.

આ રોગના કારણોમાં ઊતરીએ તેના ઘણા પાના ભરાય છતાં ખાસ ખાસ કારણો વિશે આપણે વિચારીશું. ઘણા લોકોને અમુક ચીજો પોતાની તાસીરને અનુકૂળ ન આવતી હોય અને જો તેને ભૂલેચૂકેય જો ખાધી તો તેઓનું ગળું તુરત જ સોજીને લાલ થવા માંડે. દાખલા તરીકે બરફવાળી કોઈ બનાવટ ગોલો, ગુલ્ફી, બરફવાળું સરબત, ઠંડા પીણા, ખ્રિઝનું પાણી. અરે ! ઘણા તો આઈસ્ક્રિમ ખાય તોય બીજે દિવસે ગળુ સોજી જઈને તાવ શરૂ થઈ જાય. અરે ! પોપૈયાની તાસીર ગરમ કહેવાય ને!પણ જો એ પોપૈયું બ્રિઝમાં મૂક્યું હોય અને ટ્રિઝમાં મૂકેલી ચીજ ખાય તો ઘણાંને ગળુ સોજી ને તાવ આવે, તેમ દ્રિવાળું પોપૈયું ખાવાથી પણ ગળુ સોજી જતાં મેં ઘણા કેસ જોયા છે એટલે કે તેમાં થીજ સારી હોય અને વ્યક્તિને ફ઼િઝમાં મૂકેલી એ જ ચીજ જો ખાવા-પીવામાં આવે તો તે અનુકૂળ ન આવે અને ગળુ સોજીને તાવ શરૂ થઈ જાય,

આમ, ઘણા શેરડી એમ જ ફોલીને ખાય તો કાંઈ વાંધો ન આવે પણ એ જ વ્યક્તિ શેરડીના રસની રેંકડીએથી બરફવાળો રસ પીવે તો ગળુ લાલ થઈને તાવ ચડી જાય તો ઘણા તાજા માટીના ગોળાનું પાણી પીવે તો પણ તેની ગોળાની સૂક્ષ્મ રંજ પાણીમાં ભળવાથી ઘણાનું ગળુ પકડાય જાય અને તાવ આવે. પાણીની સૂક્ષ્મ રજવાળું પાણી પીવાથી પણ કોઈક કોઈકનું ગળું ઘણી વખત સોજી જતું હોય છે. રેલવે સ્ટેશનોના પાણીનો કે બસ સ્ટેશનોના પાણીનો બહુ વિશ્વાસ કરવા જેવું નથી એટલે જ મુસાફરીમાં ઘણા સમજુ લોકો આવા કારણથી પોતાની વોટર બેગ ઘેરથી જ સાથે રાખતા હોય છે. તો ઘણા લોકો એકદમ પાકા કેળા ખાય તો બીજે દિવસે ગળુ સોજીને તાવ ચડી જાય. જ્યાં ત્યાંના બિનતંદુરસ્ત જેવા તેવા હલકા સરબત, જેવા તેવા પાણી, હલકા પીણા, હલકો શેરડીનો રસ કે આવી અસંખ્ય ખાઘ ચીજો ખાવા-પીવાથી ઘણાના ગળા સોજીને લાલ થઈ જાય અને તાવ પણ આવી જાય. અરે! ઘણાને તો એવી ડેલીગેઈટ સુંવાળી તાસીર હોય છે કે તેઓની ઝિમાં મૂકેલ દહીં, છાશ પણ ખાવા-પીવામાં આવે તો સોજો થઈ આવે. આવી હકીકતથી આવતાં સોજાને આપણે બીજી રીતે અત્યારના વિજ્ઞાનની દૃષ્ટિએ એલર્જી તરીકે પણ ઓળખીએ છીએ. આમ કહીએ તો વિષય ઘણો વિશાળ બની જાય એટલે અહીં તેની લાંબી ચર્ચા કરીશ નહિ.

ફરી ગળાના સોજાના બીજા કારણો વિશે વિચારીએ તો ગળા ઉપર ઠંડી લાગવાથી, શરદી થવાથી, ગળાના કૅન્સરથી પણ સોજો આવે. ફેફસાના ટીબી. થયા પછી કોઈ વખત સોજો આવે, ગળામાં મસ થવાથી પણ સોજો આવે. ગળામાં કંઠ રોહીણી એટલે કે ડીપ્થેરીયા થવાથી પણ સોજો અને તાવ આવી જાય. ગળામાં વાળ, સહેજ બારીક કચરો કે ફોલ્લી થવાથી પણ સોજો ચડી આવી તાવ આવી જાય.

એમાંય ડીપ્થેરીયાનો સોજો ખતરનાક અને ખૂબ ચેપી છે. આ રોગ બહારના પીણા જેવા તેવા બજારું ખાઘ પદાર્થો કે હલકા પીણા કે જ્યાં ત્યાં અશુદ્ધ પાણી કે બીનતંદુરસ્ત શેરડીના રસ પીવાથી ડીપ્થેરીયા થઈ શકે છે. આ રોગ ખાસ કરીને નાના બાળકોમાં વિશેષ જોવામાં આવે છે. આ માટે નાના બાળકોને દેવાતી રસી અગાઉથી મૂકી દેવી એ ખાસ સલામતી અને સલાહભર્યું છે નહીતર આ રોગ ઘણી વખત જીવલેણ નીકળે છે. અને ડીપ્થેરીયા છે કે ગળામાં મસ છે કે સોજો છે આ વિશેનું નિદાન નાના બાળકોનું કરવાનું હોય કે મોટાનું પણ તુરત જ નિષ્ણાંતને બતાવી લેવું.

હવે માત્ર ગળાનો સોજો થઈ તાવ આવતો હોય તો તે વિશેના આપણે ઉપચાર કેવી રીતે કરવા તેનો વિચાર કરીએ.

મોટા કે ઉંમર લાયક બાળકો હોય તેઓને હળદર, નીમક અને ફટકડી નાંખીને ગરમ પાણીના કોગળા દિવસમાં ત્રણ-ત્રણ કલાકે કરાવવા. રોગીને બિલ કુલ આરામ કરાવવો, ગરમ મફલર ગળે વીટી રાખવું, પેટ સાફ માટે હલકો રોજ જુલાબ આપવા, બહુ બોલવાનું ન રાખવું, ગરમ ઓઢીને સૂવાનું, પાણી ઉકાળેલું અને નવશેકુ પીવું, યુકેલીપ્સ ઓઇલને ગરમ પાણીમાં નાંખી ગળામાં નાહ લેવો. ફરી ગળાના સોજાના બીજા કારણો વિશે વિચારીએ તો ગળા ઉપર ઠંડી લાગવાથી, શરદી થવાથી, ગળાના કૅન્સરથી પણ સોજો આવે. ફેફસાના ટીબી. થયા પછી કોઈ વખત સોજો આવે, ગળામાં મસ થવાથી પણ સોજો આવે. ગળામાં કંઠ રોહીણી એટલે કે ડીપ્થેરીયા થવાથી પણ સોજો અને તાવ આવી જાય. ગળામાં વાળ, સહેજ બારીક કચરો કે ફોલ્લી થવાથી પણ સોજો ચડી આવી તાવ આવી જાય.

એમાંય ડીપ્થેરીયાનો સોજો ખતરનાક અને ખૂબ ચેપી છે. આ રોગ બહારના પીણા જેવા તેવા બજારું ખાઘ પદાર્થો કે હલકા પીણા કે જ્યાં ત્યાં અશુદ્ધ પાણી કે બીનતંદુરસ્ત શેરડીના રસ પીવાથી ડીપ્થેરીયા થઈ શકે છે. આ રોગ ખાસ કરીને નાના બાળકોમાં વિશેષ જોવામાં આવે છે. આ માટે નાના બાળકોને દેવાતી રસી અગાઉથી મૂકી દેવી એ ખાસ સલામતી અને સલાહભર્યું છે નહીતર આ રોગ ઘણી વખત જીવલેણ નીકળે છે. અને ડીપ્થેરીયા છે કે ગળામાં મસ છે કે સોજો છે આ વિશેનું નિદાન નાના બાળકોનું કરવાનું હોય કે મોટાનું પણ તુરત જ નિષ્ણાંતને બતાવી લેવું.

હવે માત્ર ગળાનો સોજો થઈ તાવ આવતો હોય તો તે વિશેના આપણે ઉપચાર કેવી રીતે કરવા તેનો વિચાર કરીએ.

મોટા કે ઉંમર લાયક બાળકો હોય તેઓને હળદર, નીમક અને ફટકડી નાંખીને ગરમ પાણીના કોગળા દિવસમાં ત્રણ-ત્રણ કલાકે કરાવવા. રોગીને બિલ કુલ આરામ કરાવવો, ગરમ મફલર ગળે વીટી રાખવું, પેટ સાફ માટે હલકો રોજ જુલાબ આપવા, બહુ બોલવાનું ન રાખવું, ગરમ ઓઢીને સૂવાનું, પાણી ઉકાળેલું અને નવશેકુ પીવું, યુકેલીપ્સ ઓઇલને ગરમ પાણીમાં નાંખી ગળામાં નાહ લેવો,

Leave a Comment